Abtak Media Google News

આજે ૨૬મી જુનના રોજ યુવા અભિનેતા અર્જુન કપુરનો જન્મદિન છે. ફિલ્મ હાફ ગર્લ ફ્રેન્ડના હીરોને આજે ૩૨ વર્ષ પૂરા થયા.

અર્જૂનના ઘરે મિત્રો કરન જોહર, રણબીર કપૂર, આદિત્ય રોય કપૂર, રણવીરસિંઘ, મોહિત મારવાહ, અંકલ સંજય કપૂર, બહેન અંશુલા વિગેરે મધરાતે એકઠા થયા હતા અને બર્થ ડે બોયને હેપ્પી બર્થડે વિશ કર્યુ હતુ.

અર્જુન કપૂર માટે ચાર અલગ અલગ ધીમવાળી કેક તૈયાર કરવામાં આવી હતી. ડ્રોઈંગ ‚મ બલૂનથી સજાવવામા આવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર અર્જૂન, કરન, રનબીર, રનવીર અને સંજયની સેલ્ફી તેમજ અન્ય ફોટોગ્રાફસ પોસ્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનય છે કે અર્જુન કપૂરે ફિલ્મ ઈશકજાદેથી બોલીવૂડમાં એકટીંગ કેરીઅરની શ‚આત કરી છે.દરમિયાન તેણે ગુંડે, ટુ સ્ટેટસ જેવી ફિલ્મો થકી દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે. તે જાણીતા ફિલ્મ નિર્માતા બોની કપરનો પુત્ર અને અભિનેતા અનિલ કપૂર અને સંજય કપૂરનો ભત્રીજો છે. અર્જૂન કપૂરે તેની આગામી ફિલ્મ મુબારકાના કો-સ્ટાર્સ ઈલિયાના ડીકૂઝ અને આથિઆ શેટ્ટીની હાજરીમાં પણ બર્થ ડે કેક કાપીને ઉજવણી કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.