શુ તમારું નેટ પણ ધીમું ચાલે છે ? માત્ર આ સેટિંગ્સથી મેળવો હાઈસ્પીડ ડેટા

ભારતમાં નવી જનરેશનના લોકો સ્માર્ટફોનને વસ્તુ વધુ પસંદ કરે છે અને અત્યારના સમયમાં સ્માર્ટફોન માટે 4જી સિમ કાર્ડ વધુ આવશ્યક છે . સ્માર્ટફોનમાં 4જીસિમ કાર્ડ વધુ સ્પીડ આપી શકે છે. હાઈ સ્પીડ ડેટાથી કોઈપણ અવરોધ વગર મનોરંજન મેળવી શકાય છે . તમે 4જી સિમકાર્ડના વપરાશકર્તા છો પરંતુ તેની યોગ્ય સ્પીડ તમારા સુધી પહોંચે છે ?

યોગ્ય સ્પીડ ન મળવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. આ સમસ્યાના નિવારણ માટે મોબાઈલ ડિવાઈસના ઘણા સેટીંગ બદલીને આપણે હાઈ સ્પીડ ડેટા સ્માર્ટફોનમાં મેળવી શકીએ છીએ. જો તમે આઈડિયા જીઓ,વોડાફોન, રિલાયન્સ અથવા તો ભારતીય airtel ના યુઝર છો તો નીચે પ્રમાણેના ફેરફારો કરીને હાઈ સ્પીડ 4જી ડેટા મેળવી શકો છો.

પસંદ કરો બેસ્ટ નેટવર્ક પ્લાન:

કોઈપણ સ્માર્ટફોનમાં આપણે નેટવર્ક ટાઈપને પસંદ કરી શકીએ છીએ. તેના માટે ફોનના સેટિંગમાં જઇને નેટવર્ક સેટિંગ્સ પર ક્લિક કરો નેટવર્ક સેટિંગ્સ પર ક્લિક કરવાથી પ્રિફ્રેડ નેટવર્ક ટાઈપ ( preferred network type )માં આપણે 4જી અથવા LTE સિલેક્ટ કરવાનું છે ત્યાં ક્લિક કર્યા પછી નેટવર્ક 3જી અથવા 2જીમાં શિફ્ટ થશે નહીં.આવી જ રીતે આપણે બેસ્ટ ડેટાસ્પીડ મેળવી શકીશું.

ઘણી વખત ડેટા વપરાઈ જવાને કારણે ડેટા ની સ્પીડ લોકોને ઓછી મળતી હોય છે આપણે ઘણા એપની મદદથી ડેટા સેટિંગ્સમાં જઇને કઈ એપ દ્વારા વધુ ડેટાનો વપરાશ થાય છે અને જો તે એપની જરૂર ન હોય તો તેને બેકગ્રાઉન્ડ ડેટા એક્સેસ બંધ કરી દેવાથી ડેટાનો ઓછો વપરાશ શક્ય છે.

કેચ ( cache ) ક્લિયર કરવી

લાંબા સમયથી ફોનનો સતત વપરાશ કરવાથી ફોનમાં કેચ ફાઈલ સ્ટોર થાય છે. આ કેચ ફાઈલથી ફોન અને ઈન્ટરનેટ ડેટા સ્પીડ ધીમી થઈ જાય છે .આથી જરૂરી છે કે ઓછામાં ઓછા ૭ થી ૧૦ દિવસમાં પડેલી છે ઘેર કરવી જોઈએ તેના માટે ઓટો ક્લીનર એપની મદદ લઇ શકીએ છીએ.

બેસ્ટ APN સેટ કરો

રિલાયન્સ જીઓ ,ઍરટેલ ,વોડાફોન, આઈડિયા અલગ-અલગ એક્સેસ પોઇન્ટ નેટવર્ક (APN ) સેટિંગ્સ હોય છે. મોબાઇલ ડિવાઇસ નેટવર્ક સેટિંગ્સમાં જઇને આપણે ચેક કરી શકીએ છીએ કે આપણી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર માટે apn સાચું છે કે નહીં . જો સંપૂર્ણ સ્પીડ ન આપી રહ્યું હોય તો apn સેટિંગ્સમાં મેન્યુમાં જઈને રિસેટ ટુ ડિફીકલટ (reset to default ) કરી શકીએ છીએ.

ઉપરના દર્શાવેલી માહિતી મુજબ જો સેટિંગ્સમાં ફેરફાર કરવામાં આવશે તો આપણે હાઈસ્પીડ ડેટાનો આનંદ મેળવી શકીશું.

Loading...