શું તમારી જિંદગી બ્રેકઅપથી અટકી ગઈ છે?

સંબંધોમાં પ્રેમની જગ્યા નફરત જ્યારે લે છે. ત્યારે દરેક સત્ય અસત્ય લાગે છે, દરેક વિવેક અવિવેક માનવામાં આવે છે, દરેક સ્પષ્ટતા અસ્પષ્ટ સમજાય છે. ત્યારે આ સંબંધો સમજવે વ્યક્તિઓને ખૂબ અઘરા લાગે છે. અંતે કેટલી સમજૂતી વાતચિત બાદ સંબંધો અંત પર આવી જાય છે. જ્યારે આ સંબંધો આવા નાના-મોટા કારણોથી અંતે બન્ને વ્યક્તિ તેમાથી મુક્ત થવાનું વિચારે તેને બ્રેકઅપ કહી શકાય છે. ત્યારે આ એકવાર સંબંધોમાં પડતી દીવાલ પછી અનેકવાર પ્રયાસ બાદ પણ સરળ થતાં નથી.

ત્યારબાદ બન્ને પતિ-પત્ની કે પછી બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ તે પોતે ફરી હોય તેમ એકલા પડી જાય છે. ત્યારે આ દરેકને પોતાની ભૂલોનો અહેસાસ થાય છે. પણ આ બ્રેકઅપ થયા બાદ હવે તે વિચારોને કઈ રીતે બદલાવા અને જિંદગી નવી રીતે કેમ જીવી તે દરેકનો એક મોટો પ્રશ્ન હોય છે.

ત્યારે શું તમારી જિંદગી પણ આજ રીતથી અટકી ગઈ છે. બ્રેકઅપથી તો આ રીતે ફરી તમારી જિંદગી આ વાંચી બદલાવી શકો છો.

વિચારોને બદલાવો

સમય અનુસાર દરેક વ્યક્તિએ પોતાના વિચાર બદલાવ જોઈએ ત્યારે જો વિચારો આવા સમયમાં ના બદલાય તો જિંદગી અંત તરફ વ્યક્તિ લઈ જઈ શકે છે. ત્યારે જો આ વિચારોને પોતાની જિંદગી સાથે ના બદલવામાં આવે તો તેનાથી તે પોતાની જાતને નુકશાન પણ પહોચાડી શકે છે. ત્યારે જો આ મનના વિચારોને નવા વાતાવરણમાં લઈ જાવ મનને સમજો સમય આપો અને જિંદગીને ફરી પોતાની રીતે જીવતા શીખો.

મનને ગમતી વસ્તુમાં મનને પોરવો

ક્યારેક જીવનમાં એક વાર બ્રેકઅપ થાય તો તે વાત મનમાંથી જતી નથી.ત્યારે મનને સમજાવો કે તમે છો તે ખૂબ સારા છો અને સાથે તમારી ગમતી પ્રવૃતિઓ જેમકે રમત-ગમત કોઈ બીજા મિત્રો સાથે વાતો પોતાની એકલતા કરતાં કોઈના સાથ સાથે આ સમયમાં જીવો. પ્રવૃતિઓમાં વ્યસ્ત થઈ તમારી દરેક જૂની યાદો દૂર કરો.

સ્વીકારતા શીખી જાવ

સમય સાથે દરેક વાતને જીવનમાં સ્વીકારતા જાવ આ સંબંધો તૂટવા તો એક નિયમ છે. એવું કહેવાય છે જીવનમાં થતી દરેક વસ્તુ તે બદલાય તોજ મનુષ્ય બદલાય શકાય છે. ત્યારે સંબંધોની આ સમસ્યા પણ કદાચ તમને બદલવા માટે થઈ હોય શકે. દરેક વાતને સ્વીકારવાની અને ભૂલવાની મજા જુદી છે. ત્યારે જો કોશિશ કર્યાબાદ પણ આ વાત શક્ય ના થઈ શકે તો તેને સ્વીકારી આગળ ચાલતા જાવ.

બીજાને વાત કરો ખુલા મનથી

ક્યારેક સંબંધોની અનેક વાત દરેક વ્યક્તિ કોઈને વ્યક્ત કરી શકતા નથી ત્યારે આ વાતને મનમાંથી ભૂલી જાવ અને કોઈ વિશ્વાસપાત્ર મિત્ર કે કોઈપણ સગા સબંધીને વાત કરો. આ વાત તે તમારા મનને હળવું કરી શકશે અને છે તમને સ્વીકારતા અને ફરી જીવતા શીખવી દેશે.

Loading...