Abtak Media Google News

ચહેરો ફૂલેલો રહે, આંગળીની વીંટી ટાઇટ ઈ જાય, પગ ફૂલીને દડા જેવા લાગે તો એની પાછળ વોટર રિટેન્શન એટલે કે શરીરમાં પાણીનો ભરાવો જવાબદાર ગણાય છે. કેટલાક રોગો જેમ કે થાઇરોઇડ, બ્લડ-પ્રેશર, કિડનીના પ્રોબ્લેમ્સ, ઓબેસિટી અવા કબજિયાતને કારણે પણ શરીરમાં પાણી ભરાઈ જાય છે અને એ પાણીના ભરાવાને કારણે એ રોગો વધુ ગંભીર પણ બને છે. માટે એ બાબતે ગંભીરતા જરૂરી છે

શું તમે સવારે ઊઠો છો ત્યારે ચહેરો ફૂલેલો, આંખો સૂજેલી કે આંગળીમાં પહેરેલી વીંટી ટાઇટ ઈ ગઈ હોય એવું લાગે છે?શું દિવસ દરમ્યાન પણ તમારો ચહેરો એવો લાગે છે કે સીધા ઊઠીને જ ઊભા યા હો? શું તમને શરીર ભારે-ભારે લાગ્યા કરે છે?અચાનક થોડા સમયી તમારા સેન્ટ્રલ પાર્ટમાં એટલે કે પેટ પર ચરબી જમા ઈ રહી છે? શું તમને તમારી દરેક કાર્યની ગતિ ધીમી પડી ગઈ હોય, શરીરમાં આળસ ભરાઈ ગઈ હોય, કોઈ પણ કામ કરવાનો ઉત્સાહ જ મરી ગયો હોય એમ લાગે છે?

જો આ પ્રશ્નોનો જવાબ હા હોય તો તમે વોટર રિટેન્શનના શિકાર યા છો. એટલે કે તમારા શરીરમાં પાણીનો ભરાવો ઈ રહ્યો છે. આપણા શરીરમાં ૭૦ ટકા ભાગ પાણીનો છે. આ પાણીમાં કોઈ પણ નાનીએવી ઊલપાલ પણ વ્યક્તિ માટે ગંભીર સાબિત ઈ શકે છે. વોટર રિટેન્શનને ફ્લુઇડ રિટેન્શન એટલે કે પ્રવાહીના ભરાવા તરીકે પણ ઓળખાય છે, જેનો સીધો ર્અ એ ાય કે કોઈ કારણોસર શરીરની નસોમાં કે કોષોમાં કે ખાલી જગ્યાઓમાં પાણી ભરાઈ જવું. સામાન્ય રીતે ાય છે એવું કે અમુક કારણો એવાં બને છે જેને લીધે શરીરના કોષોમાંથી પાણી બહાર જેમાંી લોહી પસાર થાય છે એ નસોમાં ભરાવા લાગે છે, જેનાી નસો ફૂલે છે. એી આપણને લાગે છે કે સોજા આવી રહ્યા છે. શરીર ફૂલેલું લાગે છે. શરીરમાં ભાર લાગે છે. લાંબો સમય ઊભા કે બેઠા રહીએ. જેમ કે ટ્રાવેલિંગ દરમ્યાન. ત્યારે ખાસ કરીને પગ, હા પર એની અસર વર્તાય છે. ખૂબ ઠંડી કે અતિશય ગરમીમાં પણ આવું ઈ શકે છે. ઘણા લોકો આ તકલીફોી પીડાતા હોય છે, પરંતુ એને પોતાની પ્રકૃતિ સમજીને સ્વીકારી લે છે. ખરા ર્અમાં આ વોટર રિટેન્શન વા પાછળ ઘણાં જુદાં-જુદાં કારણો જવાબદાર હોઈ શકે છે.

સ્ત્રીઓને પ્રોબ્લેમ

કોઈ પણ ઉંમરમાં આ તકલીફ ઈ શકે છે. મોટા ભાગે ૪૦ વર્ષ પછી આ પ્રકારની તકલીફ વધુ જોવા મળે છે. વળી પુરુષો કરતાં સ્ત્રીઓના શરીરમાં પાણીનો ભરાવો વાની શક્યતા ઘણી વધારે જોવા મળે છે. એનું કારણ સમજાવતાં ક્રિટિકેર હોસ્પિટલ-જુહુનાં ડાયટિશ્યન  કહે છે, સ્ત્રીઓમાં ખાસ કરીને માસિક સંબંધિત તકલીફો હોય ત્યારે શરીરમાં પાણીનો ભરાવો જોવા મળે છે. મેનોપોઝના સમયે ખાસ આ પરિસ્થતિ વણસે છે. આજકાલ ટીનેજ છોકરીઓમાં જોવા મળતો રોગ પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ, જેને લીધે છોકરીઓનું માસિક અનિયમિત બની જતું હોય છે. એને કારણે પણ શરીરમાં પાણીનો ભરાવો થાય છે. આ સિવાય પ્રેગ્નન્સી દરમ્યાન પણ ગર્ભાશયનો ભાર વધવાી એ અમુક નસો પર દબાણ આપે છે, જેને લીધે ખાસ કરીને છેલ્લા મહિનાઓ દરમ્યાન સ્ત્રીઓને શરીરમાં પાણી ભરાય છે.

ડાયટ બાબતની તકલીફો

જ્યારે આપણો ખોરાક યોગ્ય ન હોય, પાચન બરાબર ન તું હોય, પાણી વ્યવસ્તિ જરૂર પ્રમાણેનું ન પિવાતું હોય ત્યારે પણ શરીરમાં પાણીનો ભરાવો શક્ય છે. વૈજ્ઞાનિકોએ પ્રમાણિત કર્યું છે કે વિટામિન B1, B5, B6અને ઍલ્બ્યુમિનની કમીને કારણે વ્યક્તિના શરીરમાં પાણી ભરાઈ શકે છે. આ વિશે સમજાવતાં ડાયટિશ્યન  કહે છે, માણસના શરીરમાં અમુક ટકા પ્રોટીનની જરૂર હોય છે, જ્યારે ડાયટમાં આપણે જ‚રી પ્રોટીન લેતા ની ત્યારે આ પ્રોબ્લેમ આવી શકે છે. આ ઉપરાંત જે લોકો ખોરાકમાં વધુ પ્રમાણમાં સોલ્ટ એટલે કે મીઠાનો ઉપયોગ કરે છે તેમને પણ પાણીનો ભરાવો ઈ જાય છે. લોકોમાં વધુપડતું મીઠું પાણીના ભરાવા માટેનું સૌી કોમન કારણ જોવા મળે છે.

ખોટી લાઇફ-સ્ટાઇલ

બદલાતી જતી લાઇફ સો આપણા સૂવાના કલાકો પર અસર પડે છે. રાત્રે મોડા સૂવું, સરખી ઊંઘ ન આવવી, અપૂરતી ઊંઘ વી જેવાં કારણો પણ શરીરમાં પાણીના ભરાવા માટે જવાબદાર ગણી શકાય. એ વિશે વાત કરતાં યોગિતા ગોરડિયા કહે છે, ઘણા લોકો માને છે કે રાત્રે ઊંઘ ન થાય તો દિવસે એને પૂરી કરી લઈએ તો પણ ચાલે, પરંતુ એવું ની. રાતની એકધારી ૬-૮ કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. જો એ ન હોય તો તરત જ શરીરમાં પાણી ભરાવાનું શરૂ ઈ જાય છે. અપૂરતી ઊંઘ જેની હોય તેના મોઢા પર હંમેશાં સોજા દેખાય છે. આ સિવાય ખાવાનો સમય નિશ્ચિત ન હોય, બ્રેકફાસ્ટ અને લંચ વચ્ચે ૭-૮ કલાકનું અંતર હોય, બ્રેકફાસ્ટ કે લંચ સ્કિપ કરી દેવાની આદત હોય ત્યારે પણ આ તકલીફ ઊભી ઈ શકે છે.

રોગ

જેમને થાઇરોઇડની તકલીફ છે, જેમને કિડનીમાં કોઈ પ્રોબ્લેમ છે કે જેમને બ્લડ-પ્રેશર છે એવા લોકો માટે વોટર રિટેન્શન એક લક્ષણ સાબિત ઈ શકે છે. આ ત્રણેય પ્રકારના રોગોમાં ટેસ્ટ ન કરાવો ત્યાં સુધી ખાસ ખ્યાલ ની આવતો કે વ્યક્તિને કોઈ તકલીફ છે, પરંતુ જેમને સતત સોજાનો પ્રોબ્લેમ હોય તેમણે આ ત્રણેય વસ્તુની ટેસ્ટ કરાવવી જોઈએ. બને કે આ ત્રણમાંી કોઈ એક રોગને કારણે જ તેમને શરીરમાં પાણીનો ભરાવો તો હોય. આ સિવાય ઓબેસિટીને કારણે, વજન ઘણું વધારે હોય ત્યારે પણ આ તકલીફ ઊભી તી હોય છે. આ સિવાય જેમને પાચન સંબંધિત રોગ હોય, ખાસ કરીને કબજિયાત હોય તો પણ પાણીનો ભરાવો શરીરમાં થાય છે. સો-સો એવું પણ છે કે પાણીનો ભરાવો વધે તો કબજિયાત વધુ તકલીફદાયક બને. આમ આ એક સાઇકલ છે. રોગને કારણે પાણીનો ભરાવો થાય અને પાણીનો ભરાવો ાય એટલે એ રોગ વધુ પ્રબળ બને. આવું બ્લડ-પ્રેશર, ઓબેસિટી બધામાં જ લાગુ પડે છે. આમ જો એનો ઇલાજ ન કરીએ તો મોટા પ્રોબ્લેમ્સને આવકાર મળે છે.

શું કરવું?

સમજવાલાયક બાબત એ છે કે શરીરમાં કોઈ પણ ભાગમાં સોજા આવે કે શરીર ભારે લાગ્યા કરે તો આ બાબતને અવગણવી નહીં, ઊલટું એવું કેમ યું એ બાબતે ધ્યાન દેવું જરૂરી છે. પાણીના ભરવાનાં ઘણાં કારણો છે. એમાંનું કયું એક કે એક કરતાં વધુ કારણો તમને લાગુ પડે છે એ જુઓ અને એને તરત જ બદલો. જેમ કે અપૂરતી ઊંઘને કારણે કે મીઠું વધારે ખાવાને કારણે આવું તું હોય તો પૂરતી ઊંઘ લઈને કે મીઠાનો ઇન્ટેક ઘટાડીને ચેક કરો કે પ્રોબ્લેમ હજી પણ રહે છે કે જતો રહે છે. લાઇફ-સ્ટાઇલમાં જરૂરી ફેરફાર લાવો. આ તકલીફ પાછળ કોઈ રોગ તો ની એ જાણવા જરૂરી ટેસ્ટ કરાવો. ફાઇબરયુક્ત ખોરાક ખાઓ. સંપૂર્ણ આહાર લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.