Abtak Media Google News

ટ્રિપલ તલાકની લડાઈમાં વિજય મળતા હવે સરકાર સમાન સિવિલ કોડ તરફ આગળ વધશે

વડી અદાલતે મુસ્લિમ સમાજની દાયકાઓ જૂની તલાક પ્રથાને રદ કરવાનો આદેશ આપતા સમાન સિવિલ કોડનો માર્ગ મોકળો થયો છે. સમાન સિવિલ કોડ એટલે આખા દેશના તમામ નાગરિકો માટે એક સમાન કાયદો હાલ કાયદો સમાન હોવા છતા તેમાં કેટલાક ધાર્મિક, જ્ઞાતીગત તફાવતો છે. જે તફાવત દૂર થાય અને તમામ નાગરિકો એ કજ કાયદાને અનુસરે એવી સ્થિતિ એટલે કોમન સિવિલ કોડ.

લો કમિશન સમાન સિવિલ કોડ મામલે રિપોર્ટ તૈયાર કરવાનું છે. ત્રીપલ તલાકના કોર્ટના ચૂકાદાનું અધ્યયન કર્યા બાદ લો કમિશન આ બાબતે આગળ વધશે. ભાજપ પહેલેથી કોમન સિવિલ કોડમાં માને છે. ૨૦૧૪નાં ચૂંટણી ઢંઢેરામાં પણ કોમન સિવિલ કોડ દાખલ કરવાનું વચન ભાજપે આપ્યું હતુ.

બીજી તરફ કોંગ્રેસ સહિતના પક્ષો તેમની મતબેંક સાચવવા અત્યાર સુધી મુસ્લિમોનાં અલગ કાયદાને માન આપતા આવ્યા છે. ત્રિપલ તલાકમાં વિજય મેળવ્યા બાદ હવે ભાજપ સમાન સિવિલ કોડ તરફ આગળ વધશે.

આ દિશામાં વડી અદાલતનો ચૂકાદો ભાજપ માટે પ્રેરકબળ બન્યો છે. સમાન સિવિલ કોડના ગઠન મામલે રચાયેલી લો પેનલ અત્યાર સુધી ત્રિપલ તલાકનાં ચૂકાદાનો ઈંતઝાર કરી રહી હતી. ચૂકાદા બાદ હવે આ દિશામાં તબકકાવાર પગલા લેવામાં આવે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.