Abtak Media Google News

શિક્ષણ મંત્રાલયએ  ગઇકાલે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરી છે. 34 વર્ષ પછી એક નવેસરની શિક્ષણ પદ્ધતિ લાવવામાં આવી રહી છે અને એવું પણ કહેવામા આવી રહ્યું છે કે જીડીપીના 4 ટકા હવેથી શિક્ષણ પાછળ ખર્ચાશે. આ તમામ બાબતો સાથે હવે યક્ષ પ્રશ્ન એ થાય જે આ નવી શિક્ષણ નીતિ બાળકોને ફળશે કે નડશે?   એ જવાબ માટે થોડી રાહ તો જોવી પડશે પરંતુ એ પહેલા આપણે સમજીએ કે જે 10+2 વ્યવસ્થાની જગ્યાએ જે નવી 5+3+3+4 વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે તેની પાછળના શું કારણ છે અને આ વ્યવસ્થાથી આગામી દિવસોમાં બાળકોને શું ફાયદો થશે તે ખરેખર જાણવા યોગ્ય બાબત છે.

866926 School2

સૌ પ્રથમ જાણો કે આ પદ્ધતિને કઈ રીતે વહેચવામાં આવી છે.

  • 3-8 વર્ષનું બાળક પહેલા 3 વર્ષ બાલમંદિર અથવા આંગણવાડીમાં પ્રવેશ  કરી સકશે ત્યારબાદના 2 વર્ષ ધો.1 અને ધો.2 માં પ્રવેશ મળી શકશે.
  • 8 થી 11 વર્ષનો વિધાર્થી ધો. 3 થી ધો.5 માં પ્રવેશ લઈ શકસે.
  • 11 થી 14 વર્ષ નો વિદ્યાર્થી ધો. 6 થી 8 માં પ્રવેશ કરશે.
  • બાકીના ચાર વર્ષમાં વિધ્યાર્થી ધો. 9,10,11 અને 12માં પ્રવેશ લઈ શકશે.

 

Primary School

હવે જાણીએ કે 5+3+3+4 વ્યવસ્થા શા માટે?

દિવસેને દિવસે શિક્ષણ વધુ જટિલ બની રહ્યું છે ત્યારે બાળકોને બાળપણથી જ સર્વાંગી વિકાસ થાય તે માટે આ નવી પદ્ધતિમાં ભારોભાર ધ્યાન આપવામાં આવ્યું છે. જૂની શિક્ષણ પધ્ધતિ પ્રમાણે વિદ્યાર્થી સરળ રીતે ભણતો અને  ત્યારે ભાર વગરનું ભણતર હતું. આથી  આજે જે માનસિક તાણના પ્રશ્નો મુશ્કેલી વધારી રહ્યા છે તેવી સમસ્યા નહિવત હતી. આજે નાનામાં નાનો બાળક પણ માનસિક રીતે બેચેન થતો જાય છે ત્યારે આ નવી પધ્ધતિ આ સમસ્યાને નાથવામાં ઉપયોગી નીવડશે. હવે નવી શિક્ષણ વ્યવસ્થા પ્રમાણે  બાળક ભણતરની સાથે કેટલો બીજી ઈતરપ્રવૃતિમાં પણ આગળ આવી સકશે જેનાથી બાળકનો 360 ડિગ્રી વિકાસ થશે. આજનો વિધાર્થી ભણતરને બોજ સમજે છે અને ભણવાથી દૂર ભાગે છે ત્યારે આ શિક્ષણને બોજ નહીં પણ મોજ બનાવવાવનો પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ પદ્ધતિથી હવે વિધ્યાર્થી પોતાની આવડતને પારખી સકશે અને એ આવડતને ચમકાવી શકશે. જીવનમાં માત્ર  ભણતર જ જુરૂરી નથી પરંતુ સાથે ગણતર જરૂરી છે. માટે ભણતર અને ગણતરથી બાળકનું  જે ચણતર  થશે તેનાથી તેને ભવિષ્યમાં ખૂબ મદદરૂપ થશે.

આજના નાના બાળકો બાળપણમાં હોવા છતાં  પીઢ ગયા છે.  આજે બાળક પોતાની રમતની દુનિયા ભૂલી ગયો છે. ત્યારે એ જ દુનિયા પાછી લાવવી  આ પદ્ધતિનો મૂળ હેતુ છે. બાલમંદિર અને આંગણવાડીમાં બાળક પોતાના મનથી ભણે સાથે રમે.

શાળાનો વિદ્યાર્થી પોતાના ભારવાળા  ભણતરથી કંટાળી ગયો છે. આજનો વિદ્યાર્થી પોતાના માટે સમય ફાળવી શકતો નથી. ઈતર પ્રવૃતિને ભૂલી ગયો છે. આ બધી પ્રવૃતિને વિદ્યાર્થિની બહાર લાવવી એ આ પદ્ધતિનો મૂળ હેતુ છે.

આ પધ્ધતિની મજાની વાત એ છે કે વિધાર્થી સાયન્સ, આર્ટ્સ, કોમર્સ જેવી કોઈ પણ ફિલ્ડમાં પ્રવેશની સાથોસાથ પોતાનો મનગમતો કોઈ પણ વિષય પણ લઈ શકે છે. આ પદ્ધતિથી  Skill India બનવા તરફનું એક મોટું પગલું છે. આ પદ્ધતિથી દરેક વિદ્યાર્થી ખુશીથી બોલશે કે  “સ્કૂલ ચલે હમ ”.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.