Abtak Media Google News

ભારતીય પુરૂષો અન્ય દેશના પુરૂષો કરતાં અલગ છે? હાઇકોર્ટ

ભારતી સંસ્કૃતિમાં કયાંય મેરીટલ રેપને પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. આ અંગે દિલ્હી હાઇકોર્ટ દ્વારા આ અંગે ઉઠાવાયેલા પ્રશ્ર્નના સંદર્ભમાં આ પ્રશ્ર્ન બાબતે ગંભીરતા વ્યકત કરી હતી.

હાઇકોર્ટના ચીફજસ્ટીસ ગીતા મહેતા તેમજ જસ્ટીસ સી હરીશંકરે આ અંગે પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો કે આ બાબતમાં વેસ્ટર્ન કે ભારતીય સમાજ જેવું કશું નથી હોતું તેમજ શું આપણાં પુ‚ષો અન્ય દેશના પુ‚ષો કરતાં અલગ છે. કેટલીક પુ‚ષ સમર્પિત સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પુછાયેલા પ્રશ્ર્ન સંદર્ભે બેન્ચ દ્વારા આ અંગે સામો પ્રશ્ર્ન પુછવામાં આવ્યો હતો. તેમજ મેરીટલ રેપ વિ‚ઘ્ધ કાયદો હોવાનું જણાવ્યું હતું.

કોર્ટ દ્વારા આ અંગે વધુ પ્રશ્ર્નો જણાવવામાં આવ્યુ હતું કે, મેરીટલ રેપ ના વિરોધમાં આ અંગે સર્વદેશોને સાંકળતો એક જ કાયદો લાગુ પડી શકે કારણ કે ભારતીય પુ‚ષો ને અન્ય દેશોના પુ‚ષોથી અલગ ન ગણી શકાય. તેમજ આ અંગેની વધુ સુનાવણી ૧૮ જુલાઇના રોજ હાથ ધરવામાં આવશે.

બેન્ચ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય આચાર સંહિતાની કલમ હેઠળ આ અંગે સુનાવણી પહેલા બન્ને પક્ષોને સાંભવ્યા બાદ નિર્ણય લેવાશે. તેમજ ભારતીય કાયદા અન્વયે ૧૫ વર્ષની ઉંમર સુધી વાઇફ સાથે થયેલા શારિરીક સંબંધને રેપ તરીકે જ ગણવામાં આવે છે.

આઇપીસીની કલમ સેકશન ૩૭૫ અન્વયે આ પ્રકારના રેપનો સમાવેશ ગુનો હેઠળ થતો હોવાનો કાયદો ૨૦૧૩માં અગાઉ ડીસેમ્બર ૨૦૧૨માં આચરવામાં આવેલા ગેંગ રેપના કેસમાં ઘડવામાં આવ્યો હતો. તેમજ વધુ જણાવ્યું હતું કે ભારતમાં થતાં બાળલગ્નો કરનારા વિ‚ઘ્ધ પગલા તેમજ તેમની સાથે થનાર રેપનો સમાવેશ ગુના હેઠળ થતાં હોવાનું પુ‚ષ કેન્દ્રી સંસ્થા દ્વારા દાખલ કરાયેલ રીટ સામે જવાબ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.