Abtak Media Google News

ચૂંટણીને ધ્યાનમાં લઈ કોઈ નકારાત્મક અસર ન પડે તે માટે રેરા બાબતે ગુજરાત સરકાર વધુ ગંભીર: ટૂંક સમયમાં રેરાનું કાયદાકીય માળખુ જાહેર થાય તેવી પૂરી સંભાવના

ગત ૧લી મેી રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એકટ રેરાની અમલવારી શ‚ ઈ છે. જો કે રેરાની અમલવારી બાદ દરેક રાજયોએ કાયદાઓનું એક માળખુ તૈયાર કરવાનું છે. ત્યારબાદ તેની સંપૂર્ણ અમલવારી ઈ શકશે. આ કાયદાકીય માળખુ તૈયાર કરવામાં ગુજરાત ઘણુ પાછળ રહી ગયું છે. જો કે ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાી સરકાર કોઈપણ એવું પગલુ ભરવા માંગતી ની કે જેનાી નકારાત્મક અસર ઉભી ાય અને પરિણામોમાં તફાવતો જોવા મળે.

આ પરિસ્િિતી બચવા માટે ગુજરાત સરકાર રેરા માટે કાર્યવાહી ઝડપી કરી રહી ન હોવાનો એક અંદાજ છે.

આ ઉપરાંત ગુજરાતમાં રીયલ એસ્ટેટ બાબતે મુશ્કેલીઓ અન્ય રાજયો કરતા ખુબ ઓછી છે કારણ કે, મોટાભાગના ડેવલોપર્સો અને બિલ્ડર્સ સરકારના નિયમો પ્રમાણે જ કામગીરી કરે છે અને ગ્રાહકોનું પણ પુરતુ ધ્યાન રાખે છે. આ પરિસ્િિતમાં રેરા ગુજરાત માટે અસરકારક રહેશે કે કેમ તે પ્રશ્ર્ન ઉભો યો છે.

રેરામાં રીયલ એસ્ટેટ ક્ષેત્ર માટે મહત્વના કાયદાઓ ઘડવામાં આવ્યા છે જેમાં પબ્લીશન સર્ટીફીકેટ મિલકતોનો કબજો. બાંધકામ માટે ગ્રાહકો પાસેી વસુલવામાં આવેલી ૭૦ ટકા રકમને અલગ ખાતામાં રાખવી મંજૂરી આપવામાં ગલ્લા-તલ્લા કરતા સનિક તંત્ર સામે તવાઈ વગેરેનો સમાવેશ ાય છે. ત્યારે ગુજરાતમાં આ ઘણા નિયમો રીયલ એસ્ટેટ ક્ષેત્ર ઉપર નકારાત્મક અસર કરશે તેમ પણ કહેવાઈ રહ્યું છે. જો કે, ગુજરાત સરકાર આવી કોઈ નકારાત્મક અસર રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં જોવા ન મળે તે માટે સંપૂર્ણ વિચારણા કર્યા બાદ જ કાયદાકીય માળખુ ઘડશે તેવું લાગી રહ્યું છે.

શહેરી વિકાસ મંત્રાલય પણ આંધ્રપ્રદેશ,બિહાર, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરીસ્સા, રાજસન અને ઉત્તરપ્રદેશ ઉપર ખાસ ધ્યાન આપી રહી છે અને રેરાનું અસરકારક રીતે અમલીકરણ ાય તે માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. જો કે, એક વખત રાજય સરકારો નિયમો ઘડવાના શ‚ કરે ત્યારબાદ જ રેરાનું સમગ્ર ચિફ સ્પષ્ટ શે. રેરાની અમલવારી બાદ નવા પ્રોજેકટો અને હાલમાં ચાલી રહેલા પ્રોજેકટોનું ત્રણ મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત બન્યું છે ત્યારે આ ત્રણ મહિનાની અંદર હાલમાં ચાલતા પ્રોજેકટોને પુરા કરીને કમ્પલીશન સર્ટીફીકેટ મેળવી લેવા રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભાગદોડ શ‚ ઈ છે. કારણ કે, રેરા બાબતે રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઘણી અસમંજસ જોવા મળી રહી છે.

આ ઉપરાંત રેરાના કાયદામાં કમ્પલીશન વિનાના પ્રોજેકટો માટે દંડની જોગવાઈઓ પણ હોવાી બિલ્ડર્સો આ બાબતને વધુ ગંભીરતાી લઈ રહ્યાં છે. બીજી તરફ ગુજરાતમાં મોટાભાગે પ્રોજેકટોને કાયદાકીય મર્યાદાઓમાં આવરીને જ આગળ ધપાવવામાં આવતા હોવાી રેરાની કોઈ ખાસ અસર રહે તેવું લાગતું ની પરંતુ પાડાના વાંકે પખાલીને ડામની જેમ ગણ્યા ગાઠીયા કહેવાતા બિલ્ડરોના કારણે અન્ય પ્રતિષ્ઠીત ડેવલોપર્સોને પણ નવા કાયદાના કારણે મુશ્કેલી ભોગવવી પડે તેવી શકયતા છે.

વધુમાં ગ્રાહકોને મિલકતનો કબજો આપવામાં સમય લાગે તો બિલ્ડર્સો ઉપર કાર્યવાહી કરવાની જોગવાઈ છે. ખરેખર રાજયમાં આવા બનાવો ખુબ ઓછા બને છે. ગુજરાતમાં રેરાની જાહેરાત ૨૯ ઓકટોબર ૨૦૧૬માં કરવામાં આવી હતી. પરંતુ તેના અમલીકરણ બાબતે ખાસ ધ્યાન અપાયું ની. જેમાં હાલમાં ચાલી રહેલા પ્રોજેકટોની વ્યાખ્યા સ્પષ્ટ ઈ ની અને નોન કમ્પલીશન પ્રોજેકટો માટે દંડની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ની.

વધુમાં પેમેન્ટ શેડયૂલ અને બાંધકામમાં ખામીઓ બાબતના કાયદાઓ પણ સ્પષ્ટ યા ન હોવાી ઘણી અસમંજસ જોવા મળી રહી છે. ત્યારે બાકીના મોટાભાગના રાજયોમાં આ તમામ કાયદાઓ બાબતે મહત્વની સ્પષ્ટતાઓ કરી દેવામાં આવી છે અને એક માળખુ પણ ઘડી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં રેરાની અમલવારીમાં લાગતી વાર પાછળ વિધાનસભાની ચૂંટણીનું પરિબળ કામ કરી રહ્યું હોવાનું કહેવાય છે.

જો કે, આગામી ોડા દિવસોમાં ગુજરાતમાં બાકી રહેલા કાયદાઓની જાહેરાતો કરવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. ત્યારે રેરાના કાયદાી ગુજરાતમાં શું અસર ાય છે તે જોવાનું રહ્યું. આ કાયદાની અમલવારી માટે હવે સરકાર પાસે રાત ઓછી ને વેશ વધુ તેવી પરિસ્િિત સર્જાઈ છે. સૌપ્રમ સરકારે કાયદાકીય માળખુ ઘડવાનું રહેશે ત્યારબાદ તેના અમલીકરણ સો ઝડપી વેબસાઈટ પણ તૈયાર કરવી પડશે જેમાં ગ્રાહકો અને બિલ્ડર્સને રેરા બાબતની યોગ્ય જાણકારી મળી રહે અને આ કાયદાના અમલીકરણ માટે યોગ્ય જાગૃતિ પણ મળી શકે. વધુમાં કાયદાકીય દ્રષ્ટીએ કેવી રીતે કામગીરી કરવી તેની પણ લોકોને જાણ વી ખુબ જ‚રી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.