Abtak Media Google News

ઈનવોઈસ મીસ મેચ જેવી નાની-નાની ભુલોના કારણે વેપારીઓના ૮૦ ટકા રિટર્ન સલવાયા

ઈનવોઈશ મિસ મેચના કારણે વેપારીઓના ૮૦ ટકા ઈન્ટીગ્રેટેડ જીએસટી રીટર્ન ફસાયા છે. આ રીટર્ન મેળવવાની અપીલ માટે હવે ત્રણ દિવસનો સમય બાકી છે. માટે ઈંનલેન્ડ ક્ધટેનર ડિપોર્ટસ ખાતે શીપીંગ બીલ વેરીફાઈ કરાવવા તાકીદ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જીએસટીની અમલવારીને એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે. પરંતુ વેપારીઓના જીએસટી રિફંડ હજુ બાકી છે. પરિણામે મેન્યુફેકચરીંગ સેકટરને ખૂબજ મોટો ફટકો પડયો છે. નાની-નાની ભુલોના કારણે જ ઈન્ટીગ્રેટેડ જીએસટી રિફંડ બાકી હોવાનો મત વ્યકત કરવામાં આવ્યો છે. એકસ્પોર્ટ જનરલ મેનીફેસ્ટ (ઈજીએમ) થતા ઈન્વોઈસમાં મીસ મેચના કારણે રિફંડની કામગીરી થઈ શકતી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કસ્ટમ વિભાગમાં ઈજીએમને ઓનલાઈન ફાઈલ કરવું પડે છે. કસ્ટમની કલીયરન્સ કામગીરી પત્યા બાદ શીપીંગની કામગીરી થઈ શકે છે. જો ઓનલાઈન ફાઈલ ન થાય અવા તો કોઈ ભુલ રહી જાય તો રિટર્ન ફસાઈ જાય છે. આ ઉપરાંત સૌથી કોમન ભુલ ઈન્વોઈસમાં મીસ મેચની હોય છે. અરજકર્તા ભુલી જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩ (બી) રીટર્નમાં શીપીંગ ઈન્વોઈસ નંબરના સને કોમર્શીયલ ઈનવોઈસ નંબર નાખી દે છે જેના કારણે પણ શીપીંગ અટવાઈ છે. અત્યાર સુધીમાં જીએસટી રિફંડ તરીકે રૂ.૩૭૦૦ કરોડ ફાળવી દેવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.