Abtak Media Google News

ગાંધી ટોપી’ ની સાથે રાજકારણની ભેળસેળ! ચૂંટણી પંચની આકરી કસોટીના દિવસો આવી રહ્યાં હોવાની પણ ટકોર!દેશના ચુંટણી પંચે ગાંધી ટોપીનો ભાવ અઢી રૂપિયા નકકી કરીને જગવંદ્ય મહાપુરુષ મહાત્મા ગાંધીના સ્વાતંત્ર્ય સંગામ વખતના ‘પ્રતીક’નું હદ બહાર અવમૂલ્યન કરીને આખા દેશને ચોંકાવ્યો છે!

લોકસભાની ચુંટણીનાં ઉપલક્ષ્યમાં પ્રચારને વખતે જ આવો ચિત્ર-વિચિત્ર નિર્ણય લેવાયો છે એ શું સુચવે છે? ‘ખાદી’નાં વેચાણને પ્રોત્સાહન મળે અને એની મહત્તા વધે એ માટે એની કિંમતમાં ‘ખાસ વળતર’નું અભિયાન બોર્ડ દ્વારા ચલાવાઇ રહ્યું છે.છે તે વખતે જ ટોપીની મહાત્તાને જબરો ફટકો પડે એવું અને ગાંધી વિચારધારા પર એક વધુ કુઠારાઘાત સમું આ કૃત્ય વર્તમાન રાજકીય સ્વ‚પને પણ કલુષિત કરે તેવો સંભવ છે!

આવો નિર્ણય લેતી વખતે સંબંધિત મહાનુભાવોએ ગાંધી વિચારધારાનો ચુસ્ત પુરસ્કર્તા અગ્રણીઓની સાથે સલાહ સૂચના તથા વિચારવિમર્શ કર્યો હશે કે કેમ, તે તો ભગવાન જાણે, પરંતુ ‘ખાવી ટોપી’નું આટલી હદે અવમૂલ્યન કરવા પાછળનો તર્ક રાજકીય વર્તુળોમાં અને લોકસભાની ચૂંટણીના સ્પર્ધકોમાં શંકા-આશંકા જગાડવાની સંભાવનાને સાવ નકારી શકાય તેમ નથી !

આપણા દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમ્યાન ‘ખાદીની ટોપી’ ‘વંદેમાતરમ’નાં મંત્ર ઘોષ, શસ્ત્રો તરીકે ‘સત્ય-અહિંસા’ને પ્રસ્થાપિત કરવાનું  સામર્થ્ય પેદા કરવાની તપભીની ઇચ્છાશકિત, ચરખો, ઉપવાસ સત્યાગ્રહ વગેરે બધું સત્યાગ્રહનાં અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અર્થેની લડાઇનાં અદભૂત પ્રતિકો હતા, જેનાં આધારે અંગ્રેજી સલ્તનતને પરાજિત કરી હતી!

આતંકવાદના આ યુગમાં ગાંધીજી અને અહિંસા શબ્દો કેટલા કદાવર અને મહત્વપૂર્ણ હતા તે રાષ્ટ્રસંઘે આંતરરાષ્ટ્રીય  સ્તરે ગાંધી જયંતિને ‘અહિંસા દિવસ’નો દરજજો એમનું સન્માન વધાર્યુ હતું. દુનિયાના બધા જ ધર્મોમાં અહિંસાને સ્થાન છે, પરંતુ આ શબ્દ કેવળ ધાર્મિક પરિધમાં  સર્વ સ્વીકાર્યો હતો.હિન્દુસ્તાનની આઝાદી બાદ જયારે અન્ય દેશોએ આ વાત ઉ૫ર વિચાર કર્યો કે અહિંસા વગર કોઇ ધર્મ જીવીત નહિ રહી શકે, પરંતુ મહાત્મા ગાંધીજીએ રાજનીતિમાં આ શબ્દનો સફળ પ્રયોગ કર્યોએ સ્વયંમૌલિક અને મહત્વપૂર્ણ બની ગયો, તથા ‘સનાતન સત્ય’નું બી‚દ પામ્યો. જો અંગ્રેજો સામે યુઘ્ધ કરીને હિન્દુસ્તાન પોતાની આઝાદીની માગણી કરત તો અંગ્રેજો માટે હિન્દુસ્તાનને પરાજિત કરવાનું બહુ મુશ્કેલ ન રહેલ, કારણ કે બે વિશ્ર્વ યુઘ્ધો લડી ચૂકેલો દેશ હિન્દુસ્તાનને પોતાની જબરી તાકાતથી દબાવી શકે તેમ હતો.

અને હા, હિન્દુસ્તાને પોતાના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તાકાત નહોતી દેખાડી એવું પણ નહોતું, મંગલ પાંડેથી માંડીને લગાતાર નેતાજી સુભાષચંદ બોઝની આઝાદ હિન્દ ફોર્જએ પણ એ સિઘ્ધ  કરી દીધું હતું કે આપણે આપણા દેશની આઝાદી માટે રકતની હોળી રમતાં પણ નહિ અચકાઇએ સશસ્ત્ર આંદોલન હિન્દુસ્તાનની જનતા સંગઠીત થઇને કઇ રીતે ચલાવે અને એને કઇ રીતે લાંબો સમય ટકાવી રાખી શકે એટલી જ સૌથી મુશ્કેલ વાત હતી.

મહાત્મા ગાંધીએ ભારતીયોના મૂળપીંડન પુર્ણરૂપે ઓળખી લીધો હતો. એટલે નિ:શસ્ત્રીકરણના આધારે આઝાદીના આંદોલનનો પાયો નાખ્યો અને એને સફળ કરી બતાવ્યું.હિન્દુસ્તાન આઝાદ કેવી રીતે થયું અને પાકિસ્તાનની માંગણી તથા રચના સંબંધમાં આપણે ત્યાં હજુ ચર્ચા થતી રહે છે પરંતુ પાકિસ્તાનમાં એ વાતનો સ્વીકાર કરવામાં આવે જ છે કે ગાંધીના નેતૃત્વ અને અહિંસાની એમાં સૌથી મોટી ભૂમિકા હતી.

અહીં એક વાત સ્પષ્ટ છે કે, પાકિસ્તાન અને ભારતમાં કોઇ ગમે તે વાતો કરે પણ આઝાદીના ઇતિહાસમાંથી કોઇપણ દેશ મહાત્મા ગાંધીની અનોખી ભૂમિકાને નકારવાનું કે વિકૃત કરવાનું સાહસ કોઇ નહિ કરી શકે! એ તબકકે મોટા મોટા નેતાઓ, પ્રધાનો, ધારાસભ્યો, સાંસદો સહિત  અસંખ્ય લોકો ખાદીની ટોપીનો એ મુગટ હોય એ રીતે ઉપયોગ કરતા હતા ખુદ ગાંધીજીએ કોંગ્રેસના લોકોને ઠપકો આપવા અને દુવિધા આચરવા સામે લાલબત્તી ધરવા ગાંધી ટોપીને સાધન બનાવી હતી, પણ ખાદી ટોપી સભ્યતાનું પ્રતિક હતી એ નિવિવાદ છે!

દુનિયામાં લેનીન, કાર્લમાર્કસથી માંડીને ચચિલ ,સ્ટેલિન, જયોર્જ વોશિંગ્ટન, અબ્રાહિમ લિંકન, ‚ઝવેલ્ટ, આઇઝેનહોવર જેવા અસંખય પ્રભાવી નેતાઓ જમ્યા અને એમણે પોતાનાં કાર્યોથી દુનિયામાં પોતાનાં નામ અમર કર્યા પરંતુ, એમાંના કોઇનાં નામ પર આંતરરાષ્ટ્રીય સ્તરનો અવકાશ ઘોષિત  નથી કરાયો. ગાંધી એકમાત્ર એવા નેતા છે, જેમનું નામ અહિંસાના દેવતા અને ‘સત્ય’ના પરમ તરીકે પ્રસ્થાપિત થઇ શકયું છે. એટલે કે તા.રજી ઓકટોબરને રાષ્ટ્રસંઘે અહિંસા-દિન તરીકે મનાવવાની ઘોષણા કરીને આ મહામાનવ ગાંધીનું સન્માન વધાર્યુ છે. વિશ્વના ૧ર૮ દેશોએ ગાંધીની વિશેષ સ્મૃતિમાં તેમની ટપાલ ટિકીટો બહાર પાડી છે. ૬૭ દેશોમાં બાપુની પ્રતિમાઓ સ્થાપિત કરીને દુનિયાએ આ ‘શાંતિદૂત’ નું સન્માન કર્યુ છે.

કમનશીબે, આપણા જ દેશમાં ગાંધી ટોપીની કિંમત અઢી રૂપિયા દર્શાવીને એમનું કલ્પનામાં ન આવે એવું અવમૂલ્યન કરવામાં આવ્યું છે. લોકસભાની ચુંટણીને આવા કૃત્ય માટે નિમિત્ત બનાવાતાંએ ગાંધી વિચાર ધારા, ગાંધીવાદ અને ગાંધી મૂલ્ય નિષ્ઠાને ડાઘ લગાડનાર ચૂંટણી તરીકે વગોવાશે !…. સંભવ છે કે હાલની સરકારના કપાળે પણ કલંકનો ટિકકો લાગશે!

હાલની ચૂંટણી પ્રથામાં તાત્કાલીક મહત્વના સુધારણાના અવાજ પણ  ઊઠી  શકે છે!અહીં એ બાબતની નોંધ લેવી ઘટે છે કે, ગાંધીગ્રામની દુકાનોમાં ગાંધી ટોપીની કિંમત રૂ ૧૦૦ છે, જેની ‘હોલસેલ’ની કિંમત પણ અઢી ‚પિયામાં પરવડે તેમ નથી… ગાંધી ટોપીની આ અવદશા ભારતના ગાંધીવાદીઓને અને વિશ્વભરના ગાંધી પ્રેમીઓને કોચવે તો નવાઇ નહિ ! આ ટોપીનો ઉપયોગ અલગ રીતે થતો હોવાની પણ ટકોર !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.