Abtak Media Google News

ડ્રોનના બેફામ ઉપયોગને રોકવા જર્મન કંપની પાસેથી રડાર, રેડિયો ફ્રિકવન્સી જામર અન્ડ ડિટેકટર ધરાવતી ઈલેકટ્રોમેગ્નેટીક સિસ્ટમ ખરીદશે ગૃહ મંત્રાલય

ડ્રોનનું મહત્વ હવે માત્ર સુરક્ષા દળો પુરતું રહ્યું નથી. લગ્ન પ્રસંગ, જાહેરસભા, જાહેર કાર્યક્રમો, ફોટોગ્રાફી, નવરાત્રી, ગણેશોત્સવ કે શોભાયાત્રા સહિતના સામાજિક, ધાર્મિક કાર્યક્રમોમાં ડ્રોનથી શુટિંગ કરવાનું ચલણ વધી રહ્યું છે. અલબત ડ્રોનનો બેફામ ઉપયોગ કેટલો કાયદેસર છે તે તપાસવાની જ‚રીયાત છે.

હવે સામાન્ય લોકો પણ ૩૬૦ ડિગ્રી વ્યુવ મેળવવા ડ્રોનનો ઉપયોગ કરે છે. મંજૂરી વગર ડ્રોનના ઉપયોગ ઉપર પ્રતિબંધ તો છે પરંતુ તે કેટલો અસરકારક છે તે વાત જગજાહેર છે. પરિણામે ગૃહ મંત્રાલય હાલ ડીઆઈઈએચએલ નામની જર્મન કંપની પાસેથી ઉંચી ક્ષમતાની ઈલેકટ્રોમેગ્નેટીક સીસ્ટમ વસાવવાની તૈયારી કરી રહ્યું છે.

આ સીસ્ટમમાં રડાર, રેડીયો ફ્રિકવેન્સી જામર તેમજ ડિટેકટર રહેશે. આ સીસ્ટમનો દરેક યુનિટ સરકારને ‚ા.૮ થી ૧૦ કરોડમાં પડશે. હાલ ભારતીય વાયુદળ, પેરામીલટ્રી ફોર્સ તેમજ સીવીલ એવીએન્સ સાથે આ સીસ્ટમ વસાવવા માટે ચર્ચા વિચારણા થઈ રહી છે. ડ્રોનનો બેફામ ઉપયોગ ઉડ્ડયન તેમજ રાષ્ટ્રની સુરક્ષા ઉપર ગંભીર ખતરા સમાન છે.

ડ્રોન માટેના લાયસન્સની પ્રક્રિયા માટે સરકારે હજુ સુધી ધારા-ધોરણો ઘડયા નથી. પોલીસ કે અન્ય સુરક્ષાદળ પાસે પણ ડ્રોન દેખાય તો કઈ રીતના પગલા લેવા તે અંગેના પ્લાન નથી. માટે જર્મન કંપની પાસેથી ઈલેકટ્રોમેગ્નેટીક સીસ્ટમ ખરીદવાથી સરકાર રડારના માધ્યમથી ડ્રોનની સંખ્યા અને તેની ગતિવિધિ ઉપર નજર રાખી શકશે. આ ઉપરાંત જામરથી ડ્રોનના સંચાલન માટેના સીગ્નલને જામ કરી શકાશે અને તે કયાંથી આવે છે તે પણ જાણી શકાશે. પરિણામે ડ્રોન સામે સુરક્ષાના પગલા લેવામાં સરળતા રહેશે. હાલ તો ગૃહ મંત્રાલય આ મામલે વાયુદળ, પેરામીલ્ટ્રી ફોર્સ તેમજ ઉડ્ડયન મંત્રાલય પાસેથી પોતાનો પક્ષ માંગી રહ્યું છે. આ માટે કરોડો ‚પિયાનો ખર્ચ કરવાની તૈયારી પણ સરકારની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.