Abtak Media Google News

વિશ્વકક્ષાના ફૂટબોલ ટર્ફની કિક્રેટ રમીને ખોદી શકાય નહી: સી.કે. વિનીથ

કેરલ ક્રિકેટ એસોસીએશન કોચીમાં ઈન્ડિયા વેસ્ટ ઈન્ડીઝ ઓડીઆઈનું વિશ્વકક્ષાના ફૂટબોલ ગ્રાઉન્ડમાં આયોજન કરવાની પ્લાનીંગ કરી રહ્યું છે. ત્યારે ક્રિકેટના આઈકન સચીન તેંડુલકરે તેનો વિરોધ કર્યો હતો. સચીને કહ્યું હતુ કે ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે યોજાનારી વન ડે ઈન્ટરનેશનલ મેચનું આયોજન કોચીના જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમને બદલે તિરૂવનંન્થપુરમમાં કરવા સલાહ આપી હતી. છેલ્લે જ વાહરલાલ નેહરૂ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં યુ.૧૭ ફૂટબોલ વર્લ્ડકપ યોજાયો હતો. એવામાં જો ક્રિકેટ રમવામા આવે તે વિશ્વકક્ષાનું ફૂટબોલ ટર્ફ ખરાબ થઈ જશે.

તેણે કેજીસીને ટવીટ કરી જણાવ્યું હતુ કે ક્રિકેટ અને ફૂટબોલ મેચના આયોજન કયા કરાય તે અંગે સમજી વિચારીને નિર્ણયો લેવા. જોઈએ તેમણે શ્રી વિનાદ રાયને જણાવતા તેમણે વિશ્વસનીયતા આપી હતી ત્યારે મને આશા છે કે ફૂટબોલ તેમજ ક્રિકેટ બંને રમતના ચાહકો નિરાશ ન થવા જોઈએ કેરલ ફૂટબોલ એસોસીએશને જણાવ્યું હતુ કે કોચી ઈન્ડીયન સુપર લીગ કલબનું હબ છે. ત્યારે ફૂટબોલના ચાહકોને નિરાશ ન કરવા જોઈએ કેસીએ નિર્ણય લીધો છે. પરંતુ હજુ ઓડીઆઈની મજૂરી બીસીસીઆઈના નિર્ણય બાદ જ જારી કરવામાં આવશે.

ત્યારે કેરલના બ્લાસ્ટર ટીમ સભ્ય ઈયાન હુમે પણ નિરાશા વ્યકત કરી હતી તેણે જણાવ્યું હતુ કે હુ માનું છું કે ભારતમાં ક્રિકેટ મોટા પ્રમાણમાં છે. પણ કેરલમાં ફૂટબોલનું પણ મહત્વ છે. જયારે ભારત ક્રિકેટ માટે ગાંડુતુર બની રહ્યું છે. ત્યારે વવિશ્વકક્ષાની ફૂટબોલ પીચને ક્રિકેટ રમીને ખોદી કાઢવું ન્યાય નથી

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.