અમિત શાહની તંદુરસ્તી માટે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે પ્રાર્થના કરતા ઇરફાન અહમદ

ગૃહમંત્રીની તંદુરસ્તી સાથે દેશની શાંતિ અને સુખાકારી માટે દુઆ માંગી

ભાજપના રાષ્ટ્રીય લઘુમતી મોરચાના ઉપાધ્યક્ષ ઇરફાન અહમદની ટીમે ખ્વાજા સૈયદ મહંમદ નિઝામુદીન ઓલિયા રહીમની દરગાહમાં હાજરી આપી ગ્રહમંત્રી અમિત શાહની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી તેમજ ઓમર દારાજીના આર્શીવાદ લીધા હતા. હઝરત નિઝામુદીન દરગાહ શરીફના સજજાદ નસીન પીર સૈયદ ગુલામ નિઝામ નિઝામીએ હિન્દ ખ્વાજા અમીર ખુસરો રહેમની દરગાહમાં પ્રાર્થના ત્યારબાદ ખ્વાજા મહેબૂબ ઇલાહી રહેમના રોઝા મુબારકમાં આગમન કરી ગ્રહમંત્રી અમિતશાહની તંદુરસ્તીની સાથે સાથે દેશની શાંીત અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ તકે ઇરફાન અહમદે જણાવ્યુ હતુ કે આજે અમે હઝરત નિઝામુદીન રહીમની દરગાહ ખાતે આવ્યા છીએ અને અમે અમિતભાઇ શાહની તબિબત જલ્દીથી સુધરે તેવી પ્રાર્થના કરવાની સાથે ઓમર દારાજીના આર્શીવાદ મેળવ્યા છે.

અમે આશા રાખીએ છીએ કે અમિતભાઇ શાહની તબિયત ખૂબ ઝડપથી સુધરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની પ્રગતિ અને ૧૩૦ લોકોની સુખાકારી માટે કાર્યરત થશે. સમગ્ર દેશ આત્મનિર્ભર બનવા તરફ આગેકૂચ કરી રહ્યા છે. ઇરફાન અહમદે વધુમાં જણાવ્યુ હતુ કે આ ખરેખર એક અદાલત છે. અહીં કોઇપણ ધર્મનો વ્યક્તિ કોઇ પણ માટે પ્રાર્થના કરી શકે છે. તેની દુઆ અને પ્રાર્થના તમન્ના રબ્બુલ અલામીન કયારેય રદ કરતા નથી એટલા માટે જ અમે અહીં અમિતભાઇ શાહ માટે પ્રાર્થના કરી છે. આ દરમ્યાન અહસાન ખાન, સરફરાયુ અલી, કાશીફ અલી નિઝામી, મુહમ્મદ ફરીદઅલી નિઝામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Loading...