Abtak Media Google News

આકરા પ્રતિબંધ મુકવાની અમેરિકાની ધમકી સામે ઈરાને આંખ બતાવી

પરમાણુ સંધી તુટયા બાદ અમેરિકા અને ઈરાન એકબીજા સામે ઘુરકીયા કરી રહ્યાં છે. તાજેતરમાં અમેરિકાએ ઈરાનને કડક પ્રતિબંધ ભોગવવા તૈયાર રહેવાની ચિમકી આપી હતી. ત્યારબાદ હવે ઈરાને પણ જગત જમાદારને ‘તમે અમા‚ નકકી કરવાવાળા કોણ’ તેમ કહી લાલ આંખ કરી છે.

આ મામલે તાજેતરમાં યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માઈક પોમ્પોએ કહ્યું હતું કે, ઈરાન ઉપર ઈતિહાસના સૌથી વધુ કડક ર્આકિ પગલા લેવાશે. જે લોકો ઈરાનને મદદ કરશે તેમને પણ જોઈ લેવાની ચેતવણી અમેરિકાએ અડકતરી રીતે આપી છે.

અમેરિકાની ચેતવણી સામે ઈરાનના વડા હસન રુહાનીએ કહ્યું હતું કે, હવે વિશ્ર્વ અમેરિકાની શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ તેવી સલાહ ઈચ્છતું નથી. રુહાનીના આ નિવેદન બાદ બન્ને દેશો વચ્ચેનો વિવાદ વધુ ઘેરો બને તેવી શકયતા છે. વર્ષો પહેલા અમેરિકા ઈરાન ઉપર આકરા પ્રતિબંધો થોપી ચુકયું છે.

પરિણામે લાંબા સમય સુધી ઈરાન હાંસીયામાં ધકેલાઈ ગયું હતું. જો કે, હવે પરિસ્થિતિ ભિન્ન થઈ ગઈ છે. અમેરિકાની પકડ હવે વિશ્ર્વ ઉપર પહેલા જેવી રહી નથી. ચીન અને રશિયા માથૂ ઉંચકી રહ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.