Abtak Media Google News

લેવિના સિંન્હાએ યુપીએસસી પરીક્ષામાં દેશમાં ૧૮૩મો ક્રમ હાંસલ કર્યો: ગુજરાતમાં આઇપીએસ અધિકારી તરીકેની ફરજ બજાવવા આતુર

ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ અને હાલના ચુંટણી કમિશનર વરેશ સિંન્હાની પુત્રી લેવિના સિંન્હા પિતાના પર્ફોમેન્ટ અને તેમની છબી પોતાનામાં ઉતારી ગુજરાતની આઇપીએસ ઓફીસર બની ગઇ છે. હાલ તેથી હૈદરાબાદની સરદાર વલ્લભભાઇ પટેલ નેશનલ પોલીસ એકેડમીના ટ્રેઇનીંગ લઇ રહી છે.

શુક્રવારના રોજ ગુજરાત પોલીસને પાંચ નવા પોલીસ અધિકારી મળ્યા છે જેમાં લેવિના સિંન્હા અને સુશીલ અગ્રવાલ, ગુજરાતના છે. આ તમામ નવા નવા પાંચ પોલીસ અધિકારી  ટ્રેનીંગ પુર્ણ થતાં જ પોલીસ લશ્કરીમાં જોડાઇ જશે. જણાવી દઇએ કે લેવિના સિંન્હાએ વર્ષ ૨૦૧૬માં લેવાયેલી યુપીએસસીની પરિક્ષામાં સરગ્ર ભારતમાં ૧૮૩ મો ક્રમ મેળવ્યો હતો.

લેવિના સિંન્હા તેની આઇપીએસ તરીકેની જવાબદારી નીભાવવા આતુર છે અને તેમાં પણ પોતાના વતન ગુજરાતમાં જ જવાબદારી મળતા તેણી વધારે ખુશ છે આ સાથે જ આઇપીએસ અધિકારી તરીકે લેવિના સિંન્હાને ઘણી પડકારજનક બાબતોનો સામનો કરવો પડશે અને તેમા પણ હાલ ગુજરાતમાં ઘણી વિષમ પરિસ્થિતિ છે જે પડકારરુપ સાબીત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.