આજથી આઇપીએલ ની આતશબાજી…

755

પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે મુકાબલો ખરા અર્થમાં ધોની વર્સીસ રોહિત શર્મા વચ્ચેનો પણ બની રહેશેરાત્રે વાગે મેચનું પ્રસારણ થશે તે પૂર્વે શાનદાર રંગારંગ ઓપનિંગ સેરેમની થશે

આજથી ક્રિકેટનું મહાયુદ્ધ શરુ થઇ રહ્યું છે.વિશ્વ ક્રિકેટનું સૌથી મોટી ઇવેન્ટ તરીકે જેને માનવામાં આવે છે તે આઇપીએલ ૨૦૧૮ શરુ થઇ રહ્યું છે અને  IPL-૧૧નો પ્રારંભની સાથે જ આશરે દોઢ મહિના સુધી ક્રિકેટ રસીકોને માટે ફુલ એન્ટરટેનમેન્ટ મળી રહેશે. આ વર્ષે ૨ વર્ષના પ્રતિબંધ પછી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ શનિવારે પોતાની પહેલી મેચ ગત વર્ષ વિજેતા મુંબઈ ઈન્ડિયન્સની સામે રમશે. વાનખેડે સ્ટેડિયમ પર રમાનારી આ મેચમાં તમામ ટિકેટ વેંચાઈ ચુકી છે ત્રણ વખતની ચેમ્પિયન  અને છેલ્લી આઈપીએલની પણ વિજેતા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા પાસે સફળ ટીમ હશે તો સામે ચેન્નાઈના સુપર કુલ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સુપર સ્ટારથી સજ્જ ટીમ હશે. આજની  આ મેચમાં ખાસ વાત એ છેકે બે મુખ્ય પ્રતિસ્પર્ધી અને મજબૂત ટીમો IPLની ભવ્ય શરૂઆત કરશે. અને એક રીતે જોઈએ તો રોહિત શર્મા વિરુદ્ધ એમ એસ ધોની વચ્ચેની લડાઈ પણ બની રહેશે

મુંબઈની ટીમના પ્રખ્યાત ઓફ સ્પિનર હરભજન સિંહ ૧૦ વર્ષ પછી મુંબઈની ટીમ છોડી CSKમાં જોડાઈ રહ્યા છે. તેના માટે રોહિત શર્મા પણ તેની ખૂબીથી  જાણીતા છે.મુંબઇનો અઢાર રોહિત શર્મા,પોલાર્ડ, હાર્દિક પંડ્યા કૃણાલ પંડ્યા પર પણ આધારિત છે  અને તેમાં પણ હાર્દિક અને રોહિત શર્મા ચાલી ગયા તો મુંબઈ ઇન્ડિયન્સ માટે આ મેચ તો શું બધા મેચ જીતવા સહેલા બની રહેશે

આ તરફ CSKમાં ધોનીનો ફોર્મ હાલમાં જોરદાર છે. તે લાંબા સમય પછી પોતાની હોમ ટીમનું નેતૃત્વ કરવાના કારણે ઘણો ઉત્સાહી છે. તેની પાસે રૈના, જાડેજા, બ્રાવો જેવા ઈન ફોર્મ ખેલાડીઓ હાજર છે. જેમાંના ઘણાં ખેલાડીઓ લાંબા સમયથી ટીમની બહાર ચાલી રહ્યા છે. જેથી તેઓ ટીમમાં પાછા ફરવા માટે પોતનો ફોર્મ દેખાડવાનો પ્રયત્ન કરશે. તેમજ આ વર્ષે BCCIદ્વારા ટોપ-૫૦ ખેલાડીઓના પર નજર રાખવાના નિર્ણય હોવાના કારણે તમામ યુવા ખેલાડીઓ પર નજર રહેશે.જોકે બંને ટીમોમાંથી હોટ ફેવરિટ કોઈ ટીમ હોઈ તો એ છે મુંબઈ ઇન્ડિયન્સ કારણ કે તેઓ ચેમ્પિયન પણ છે અનેચેન્નઇ સુપર કિંગ્સ બે વર્ષથી રમી નથી તો પ્રથમ વખત મેદાન પર ઉતરી રહી છે ત્યારે થોડા પ્રેશરમાં પણ હશે

Loading...