Abtak Media Google News

ઓસ્ટ્રેલીયન ખેલાડી પેટ કમિન્સ રૂપિયા ૧૫.૫ કરોડમાં કોલકત્તાએ ખરીદ્યો!

વિશ્ર્વ ક્રિકેટ ઈતિહાસમાં આઈપીએલના યુગથી ક્રિકેટનું મેદાન અને ક્રિકેટરો કુબેરનાં ધનના ભંડારનાં દરવાજા બની ગયા હોય તેમ ક્રિકેટનો વહીવટ હવે લાખો નહિ પણ કરોડો અબજોનો કારોબાર બની ગયો છે.આઈપીએલની ૧૩મી સીઝન માટે કોલકતામાં ગઈકાલે ખેલાડીઓની હરાજી થઈ હતી જેમાં ૬૨ ખેલાડીઓને ૧૪૦.૩ કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. જેમાં ભારતના ૩૩ અને વિદેશના ૨૯ ખેલાડીઓ વેચાયા હતા જયારે ૧૧નો કોઈ લેવાલ થયો નહતો.૭૩ ખેલાડીઓ માટેની હરાજી ૫ કલાક સુધી ચાલી હતી જેમાં ૬૨ ખેલાડીઓ વેચાયા હતા. જેમાં ભારતના ૩૩ અને વિદેશના ૨૯ ખેલાડીઓ માટે ૧૪૦.૩ કરોડ વાપરવામાં આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટકમીન્સ આઈપીએલનાં ઈતિહાસમાં સૌથી મોંધો વિદેશી ખેલાડી બની ગયા હતો તેને કોલકતા નાઈટ રાઈડસે ૧૫.૫ કરોડમાં ખરીદયો હતો. દક્ષિણ આફ્રિકાના ક્રિશ મોરીસને ૧૦ કરોડમાં બેંગ્લોરની રોયલ ચેલેન્જર ટીમમાં સામેલ કર્યો હતો. ૪૮ વર્ષના સૌથી મોટી ઉંમરના સ્પીનર પ્રવિણ તાબેને કેકેઆર ખરીદયા હતા જયારે સૌથી નાની વયના અફઘાનિસ્તાનના નુરઅહેમદનો કોઈ લેવાલ થયો નહતો.

7537D2F3 14

વેસ્ટઈન્ડીઝના ફાસ્ટ બોલર સેલડન કેપ્ટલરને પંજાબે ૮.૫ કરોહમાં જયારે ભારતીય ખેલાડીઓમાં અત્યાર સુધી પિયુષ ચાવલા સૌથી મોંઘો હતો. સુપર કિંગે ૬.૭૫ કરોડ રૂપીયામાં ખરીદયો હતો. સૌને અચંબામાં નાખી દેનાર નામ રાજસ્થાનના ફાસ્ટ બોલર રવીબિસનોઈકે જેનું નામ કયાંક ચર્ચામાં જ નહતુ પરંતુ ૨૦ લાખની બ્રેઈઝ પ્રાઈઝવાળા આ ખેલાડીને પંજાબે ૨ કરોડમાં ખરીદયો હતો અંડર એ ટીમના કેપ્ટન પ્રિયમ ગર્ગને ૧.૯ કરોડ સનરાઈઝ હૈદ્રાબાદ ટીમમાં સામેલ કર્યો હતો. જયારે ૧૭ વર્ષના યસ્સવી જયસ્વાલને ૨.૪ કરોડ રૂપીયામાં રાજસ્થાન અને ઓલ રાઉન્ડર વરૂણ ચક્રવતીનાં ચાર કરોડના ડાબોડી બેટસમેન હૈદ્રાબાદે ૧.૯ કરોડમાં ખરીદયા હતા.કુબેરનાં ભંડાર જેવા આ ટર્નઓવરમાં અનેક ખેલાડીઓનાં કિસ્મત ચમકયા હતા કેટલાક કિસ્સામાં તો ખેલાડીઓને પણ ખબર ન હતી કે પોતાના આટલા બધા દામ ઉપજશે.

આઈપીએલની ૧૩મી સીઝનમાં વેચાયેલા ખેલાડીઓનું ત્વારીખ જોવા જઈએ તો ૬૨ ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના કિંગ્સલીન ૨ કરોડમાં મુંબઈ ઈન્ડીયન્સા, એરોફ્રિન્ઝ ૪.૫ કરોડમા આરસીબી, ઈગ્લેન્ડનો જેસેન રોય ૧.૫ કરોડમાં દિલ્હી કેપીટલ, ઈગ્લેન્ડના મોરગન ૫.૫ કરાષડમાં કેકેઆર, રોબીન ઉથ્થપા ૩ કરોડ રાજસ્થાન રોયલ્સ, પ્રિયમ ગર્ગ ૧.૯ કરોડ હૈદ્રાબાદ, વિરાટસિંહ ૧.૯ કરોડ હૈદ્રાબાદ, રાહુલ ત્રિપાઠી ૬૦ લાખ કેકેઆર, હેટમાયર વેસ્ટડીઝ ૭.૭ કરોડ દિલ્હી કેપીટલ, ડેવીડ મિલર આફ્રિકા ૭૫ લાખ , રાજસ્થાન રોયલ્સ, સૌરભ તિવારી ૫૦ લાખ મુંબઈ ઈન્ડીયન, યેમબેટન ઈગ્લેન્ડ ૧ કરોડ કેકેઆર, ઓલરાઉન્ડરમાં મેકસવેલ ઓસ્ટ્રેલિયા ૧૦.૭૫ કરોડ કિંગ ઈલેવન પંજાબ, ક્રિશમોરીસ, ૧૦ કરોડ આરસીબી સેમકુરેન ઈગ્લેન્ડ, ૫.૫ કરોડ સીએસકે, પેટકમીન્સ ૧૫.૫ કરોડ કેકેઆર, ક્રિશવોકસ ઈગ્લેન્ડ ૧.૫ કરોડ દિલ્હી કેપીટલ, ભારતના વરૂણ ચક્રવતીની અપસેટ પ્રાઈઝ ૨૦ લાખ હતી તેને ૪ કરોડમાં કે.કે.આરએ ખરીદયો, દિપક ઉડા ૫૦ લાખ, કિંગ્સ ઈલેવન પંજાબ, યશસ્વી જયસ્વાલ ૨.૪ કરોડ રાજસ્થાન રોયલ્સ, મિસેલ માર્સ ૨ કરોડ હૈદ્રાબાદ જીમી નિસમ, ન્યુઝીલેન્ડ ૫૦ કિંગ્સ ઈલેવન પંજાબ, સંદીપ બાવપકા ૨૦ લાખ હૈદ્રાબાદ, પવન દેશપાંડે ૨૦ લાખ આરસીબી, સ્ટોઈન્ડ ૪.૫ કરોડ દિલ્હી કેપીટલ ક્રિશ ૨૦ ૨૦ લાખ કેકેઆર ફેબીયન એલન હૈદ્રાબાદ ૫૦ લાખ, ક્રિશ જોર્ડન ૫૦ લાખ કિંગ્સ ઈલેવન પંજાબ આ ઉપરાંત વિકેટકીપર અને બોલરોની હરાજી થઈ હતી તેમાં વિકેટકીપરમા સૌથી વધુ ઓસ્ટ્રેલિયાના ૨.૪ કરોડમાં દિલ્હી કેપીટલે ખરીદયો હતો. જયારે બોલરોમાં તો ધનનો વરસાદ થયો હોય તેમ સૌથી વધુ વેસ્ટઈન્ડીઝના સેલડન કોટરેલના ૮.૫ કરોડ કિંગ્સ ઈલેવન પંજાબ, ઓસ્ટ્રેલિયાના કુરટલ નાઈન ૮ કરોડ મુંબઈ ઈલેવન,પિયુષ ચાવલા ૬.૭૫ કરોડ ચેન્નઈ સુપર ઈલેવન, જયદેવ ઉનડકટ ૩ કરોડ રાજસ્થાન રોયલ્સ, રિર્ચડસન ૪ કરોડ આરસીબી, ડેલ સ્ટેન્ડ ૨ કરોડ આરસીબી, એન્ડયુટ્રીપ ૧ કરોડ રાજસ્થાન રોયલ્ના ભાવે વેચાયા હતા.

આઈપીએલની આ હરરાજીમાં ૩૩ ભારતીયો અને ૨૯ વિદેશીઓ સહિત ૬૨ ખેલાડીઓનાં ૧૪૦.૩ કરોડ રૂપિયા માં સોદા થયા હતા ૫ કલાકની આ હરાજીમાં ૩૩૮ ખેલાડીઓ ઓપ્સનલિસ્ટમાં હતા. નિલામીમાં પિયુષ ચાવલા ભારતના સૌથક્ષ મોંઘા ૬.૭૫ કરોડ ઉપજયા હતા. સૌથી મોટી ઉંમાનાં તાંબેના કેકેઆરએ ખરીદયા હતા જયારે યુવાન કેલાડી નુર માટે કોઈએ બોલી લગાવી જ ન હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.