Abtak Media Google News

બોલ ટેમ્પરિંગ મામલે દોષી ઠેરવવામાં આવ્યા બાદ એક વર્ષના પ્રતિબંધનો સામનો કરી રહેલા ઑસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વૉર્નર માટે પ્રસંશકોના મનમાં ક્યાંક ને ક્યાંક કૂણી લાગણી હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે આઇપીએલ 11માં સનરાઇઝ હૈદરાબાદની ટીમની પહેલી મેચમાં વૉર્નરે ટ્વિટ કરીને ટીમને શુભકામનાઓ પાઠવી હતી.

ત્યારબાદ હૈદરાબાદ અને વૉર્નરના પ્રશંસકોએ ટ્વિટર પર આ દિગ્ગજ ખેલાડી માટે અનેક ભાવુક સંદેશ લખ્યાં.
વૉર્નરે ટ્વિટ કર્યુ કે,’સનરાઇઝ હૈદરાબાદના મારા મિત્રો, સારી રીતે રમજો.’ વૉર્નરના આ મેસેજ બાદ અનેક ચાહકોએ તેમની જૂની તસવીરો શેર કરી અને ટ્વિટ કર્યુ કે ફેન્સ વૉર્નરે ખૂબ જ મિસ કરી રહ્યાં છે.

કેટલાંક ચાહકોએ તો તેમના જલ્દી પરત ફરવાની આશા વ્યક્ત કરી. તેવામાં કેટલાંક ચાહકોએ આઇપીએલમાં વૉર્નરની ગેરહાજરી પસંદ ન હોવાનું જણાવ્યું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.