Abtak Media Google News

૯૭૧ ખેલાડીઓ માટે ૧૯ ડીસેમ્બરે લગાવાશે બોલી

૨૦૨૦માં જે આઈપીએલ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. તે પૂર્વે ક્રિકેટ ફીવર શ‚ થતા પહેલા જ આગામી ૧૯મી ડીસેમ્બરના રોજ ૯૭૧ જેટલા ખેલાડીઓમાટે બોલી લગાવવામાં આવશે જેમાં ૭૧૩ ભારતીય ખેલાડી અને ૨૫૮ વિદેશી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.આઈપીએલની આગામી સીઝન માટે ૧૯ ડિસેમ્બરે કોલકતમાં હરાજી થવાની છે. જે અંતર્ગત અંતિમ તારીખ સુધીમાં ૯૭૧ ખેલાડીઓએ પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું હતુ આ ૯૭૧ ખેલાડીઓમાં ૭૧૩ ખેલાડીઓ ભારતના છે જયારે ૨૫૮ ખેલાડીઓ વિદેશના છે વિદેશના ખેલાડીઓમાં સૌથી વધુ ૫૫ ખેલાડીઓ ઓસ્ટ્રેલીયાના છે. જયારે સાઉથ આફ્રિકાના ૫૪ ખેલાડીઓ નીલામીમાં ભાગ લેશે. આ ઉપરાંત ઈગ્લેન્ડના ૨૨, ન્યુઝીલેન્ડના ૨૪, શ્રીલંકાના ૩૯, વેસ્ટ ઈન્ડીઝના ૩૪, અફઘાનિસ્તાનના ૧૯ , બાંગ્લાદેશના ૬, ઝીમ્બાબ્વેના ૩ જયારે નેધરલેન્ડ અને યુએસએના એક એક ખેલાડીઓ હરાજીમાં ભાગ લેશે ઉલ્લેખનીય છે કે આ વખતે ૭૩ જેટલા ખેલાડીઓને હરાજીમાં ખરીદવામાં આવશે.

7537D2F3 1

આ ૭૩ સ્થાનો માટે ૨૧૫ આંતરરાષ્ટ્રી ખેલાડીઓએ રજીસ્ટર કર્યું છે. જયારે ૭૫૪ ખેલાડીઓએ પહેલીવાર આઈપીએલમાં રજીસ્ટર કરાવ્યું છે. ભારતના ૧૯ એવા ખેલાડીઓએ રજીસ્ટર કરાવ્યું છે કે જેઓ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકયા છે. જયારે ૬૩૪ એવા ખેલાડીઓએ રજીસ્ટર કરાવ્યું છે કે જેઓ એ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય સ્તર પર રમ્યા નથી તેમજ ૬૦ એવા પણ ખેલાડીઓ છે કે જેઓ નેશનલ લેવલ પર રમેલા નથી પરંતુ એક અથવા એકથી વધારે આઈપીએલ મેચ તેઓ જ‚રમેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.