Abtak Media Google News

રાજય સરકાર માટે મગફળી અને તલના નિકાસ માટે એકશન પ્લાન હોવો જરૂરી

સરકાર ખેડૂતોને સબસીડી સમયસર આપે તો ખેડૂતોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે

સરકાર દ્વારા કલસ્ટર બેઈઝ પોલીસી આવનારા સમયમાં બનાવવામાં આવશે

રાજકોટ ખાતે આવેલી ફન રેસીડેન્સી ખાતે ઈન્ડિયન ઓઈલ સીડ્ઝ એન્ડ પ્રોડયુશન એક્ષપોર્ટ પ્રમોશન કાઉન્સીલ એટલે આઈઓપીઈપીસી દ્વારા એગ્રીકલ્ચર એક્ષપોર્ટ પોલીસી અંગેનો માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાફેડ ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્તિ રહ્યાં હતા. આઈઓપીઈપીસી સંસ ૬૩ વર્ષ જૂની છે કે જે ઓઈલ સીડ્ઝના એક્ષપોર્ટ માટે કાર્યરત છે. અનેકવિધ પ્રકારે જો નિકાસમાં વધારો લાવવો હોય તો એક્ષપોર્ટને સ્ટેબીલાઈઝડ કરવું પડશે અને સીડ્ઝના પ્રોડકશનમાં વધારો કરવો પડશે તેવું ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા જાણકારી મળી રહી છે.

હાલ સીંગદાણા વિશે વાત કરવામાં આવે તો પ્રતિ હેકટર સીંગદાણાનું ઉત્પાદન ૧૫૦૦ થી ૧૭૦૦ જેટલું થાય છે. જો આ પરિસ્થિતી આવનારા સમયમાં ચાલુ રહી તો ખેડૂતોની આવકમાં બમણો વધારો થશે તેમાં સહેજે પણ મીનમેક નથી. ત્યારે જયારે તલની વાત કરવામાં આવે તો પ્રતિ હેકટર તલનું ઉત્પાદન ૫૦૦ થી ૬૦૦ કિલોનું રહે છે. ગુજરાતમાં ખેડૂતો ખૂબજ હોંશીયાર છે અન્ય રાજયોની સરખામણીમાં ત્યારે તેઓને એ પણ ખ્યાલ હોય છે કે, હવામાન અને વાતાવરણ બાદ કયાં પ્રકારના બિયારણો વાપરવા તે પણ એટલું જ જરૂરી છે.

ઉદાહરણ તરીકે જો કોઈ સારું ઉત્પાદન જોઈતુ હોય તો ૭ લાખ હેકટરમાં ૧.૬૦ લાખ ટન બિયારણની આવશ્યકતા હોતી હોય છે અને જો સર્ટીફાઈડ સીડઝનો ઉપયોગ કરવામાં આવે તો ૪૦ હજાર ટન બિયારણની આવશ્યકતા રહેતી હોય છે. ૧૦ વર્ષમાં ૩.૫૦ લાખ હેકટરમાં તલ તા હતા જે હજુ ૧.૫૦ લાખ હેકટરમાં પણ તા ની છતાં પણ તલને એમએસપી ઉપરના ભાવમાં વેંચાય છે ત્યારે સીંગદાણામાં પરિસ્થિતી વિપરીત છે. એમએસપી નિર્ધારીત ભાવોી પણ સીંગદાણાનું વેંચાણ થાય છે. રાજય સરકાર દ્વારા આગામી સમયમાં તલ અને સીંગદાણાના ઉત્પાદન માટે એકશન પ્લાન હોવો ખૂબજ જ‚રી છે જેના માટે સરકાર પૂર્ણત: કાર્ય કરી રહી છે.

હાલ મગફળી ૪૯૫૦ રૂપિયા એમએસપી પર વેંચાય છે. ત્યારે સાંપ્રત પરિસ્થિતી વિશે વાત કરવામાં આવે તો ૨૦ ટકા નીચા ભાવે હાલ ગુજરાતમાં મગફળી વેંચાઈ રહી છે. ૨૦૧૭માં મગફળીનું ઉત્પાદન ૩૨ લાખ ટન રહ્યું હતું જયારે ઘટી ૨૦૧૮માં માત્ર ૧૭ લાખ ટનનું જ ઉત્પાદન જોવા મળી રહ્યું છે. વિશેષ કરીને તજજ્ઞો દ્વારા એ પણ માહિતી પ્રાપ્ત ઈ હતી કે, એગ્રી પ્રોડકશન એકસ્પોર્ટમાં ૫ ટકા જીએસટી પણ લગાડવામાં આવે છે.

વધુમાં ઉત્પાદનને લઈ તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, જે નાના ગામડાઓ છે તેમાં ચેકડેમ બનાવવામાં આવે તો ઉત્પાદનમાં વધારો પણ ઈ શકે છે. સાો સા ગુજરાતના ખેડૂતોમાં પેસ્ટીસાઈડસની માત્રાને લઈ જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. તલમાં પેસ્ટીસાઈડસનો ટેસ્ટ થાય છે જયારે કોરીયામાં ૩૦૮ પેસ્ટીસાઈડસનો ટેસ્ટ થાય છે. ત્યારે ગુજરાતમાં ખેડૂતોએ પેસ્ટીસાઈડસનો ઉપયોગ કેટલી માત્રામાં કરવો તે ખૂબજ જરૂરી બન્યો છે અને તેને લઈ સરકારે ખેડૂતોને સાવચેત કરવાની પણ જરૂરી છે. સારા ઉતારા માટે ખેડૂત દ્વારા જો ક્રોપ રોટેશન પોલીસી અમલી બનાવે તો તેનો ઉત્તરોતર જે પાકનો વિકાસ વો જોઈએ તે થઈ શકે છે. મગફળીની વિશ્ર્વ આખામાં ૨૦૦ વેરાયટીઝનું ઉત્પાદન થાય છે પરંતુ એક્ષપોર્ટમાં માત્ર ૩ વેરાયટીઝ જ ઉપયોગમાં લેવાય છે જયારે પીલાણમાં માત્ર ૨ વેરાયટીઝનો જ ઉપયોગ થાય છે.

સાો સા સારા ઉત્પાદન માટે પાણીની વ્યવસને પણ ખેડૂતોએ ધ્યાને લેવી જોઈએ ગુજરાતમાં ૯૫ ટકા પાક રો સ્વરૂપે નિકાસ થાય છે જેનાી તેની વેલ્યુએડીશન થતી નથી. જેનું એકમાત્ર કારણ એ પણ છે કે, સરકાર દ્વારા ખેડૂતોને જે સમયાંતરે સબસીડી મળતી હોવી જોઈએ તે મળી નથી. જો સરકાર આ દિશામાં વિચારશે તો ખેડૂતોના ઉત્પાદનમાં પણ એટલો જ વધારો થશે અને પાકની ગુણવત્તામાં પણ વધારો જોવા મળશે.

ગુજરાત એગ્રો કોર્પોરેશનના કે.એસ.રંધાવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સરકારના વાણીજય મંત્રાલયે ગુજરાત એગ્રોને નોડેલ એજન્સી તરીકે ઘોષીત કરી છે. ત્યારે ભારતની ૫૦ ટકા આબાદી ખેતી ઉપર જ નિર્ભર છે. વિશ્ર્વની સરખામણીમાં ૨.૪ ટકા જમીન અને ૪ ટકા પાણીના ખેતી જ ખેતી કરવામાં આવે છે.

વધુમાં કે.એસ.રંધાવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ચાઈના-બ્રાઝીલ કરતા ભારત નિકાસમાં ખૂબજ આગળ છે. માત્ર પ્રોડકશન અને પ્રોડકટીવીટીની જરૂર છે. જો આ કરવામાં ભારત દેશ સફળ થશે તો તેની ગુણવત્તામાં પણ અનેકગણો વધારો થશે. ગુજરાતમાં પ્રોસેસીંગ યુનિટોની ઘણી કમી જોવા મળી રહી છે. ત્યારે આવનારા ૨૦૨૨ સુધીમાં ૩૦ બીલીયનનું એકસ્પોર્ટ ત્યારબાદ આવનારા પાંચ વર્ષમાં ૧૦૦ બીલીયનનું એક્ષપોર્ટ કરવાનો ભારત સરકારનો નિર્ધાર છે. જેના માટે ગુજરાત એગ્રો કટીબદ્ધ છે.વાણીજય મંત્રાલયમાંથી આવેલા એન. રમેશે માહિતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી એક્ષપોર્ટ પોલીસી ફાર્મર ઓરીએન્ટેડ એટલે કે ખેડૂતલક્ષી હતી. ત્યારે ભારતના ખેડૂતો આયાત માટે પણ મહદઅંશે જાગૃત ની પરંતુ ઘણી ખરી ચીજવસ્તુઓ આયાત કરવું મહત્વપૂર્ણ છે. ગુજરાતમાં કલસ્ટર ડેવલોપમેન્ટને લઈ ખેડૂતોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. આગામી દિવસોમાં જો ગુજરાતમાં કલસ્ટર મેનેજમેન્ટ સક્રિય રીતે કાર્ય કરશે તો ગુજરાતમાં ખેતીને લઈ અનેક ચીજવસ્તુઓમાં મોટી ક્રાંતિ સર્જાશે.

ગુજરાતના ખેડૂતો અન્ય રાજયોના ખેડૂતો કરતા હોંશિયાર: સંજય શાહ

Vlcsnap 2019 06 03 13H14M07S128

આઈઓપીઈપીસી સંસના ચેરમેન સંજયભાઈ શાહે ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાતના ખેડૂતો ખૂબજ હોંશિયાર છે અને તેઓ જાણે છે કે કયાં પ્રકારના વાતાવરણ અને કયાં પ્રકારના હવામાનમાં તેઓએ બિયારણના આધારે ખેતી કરવી જોઈએ. આ તકે તેઓએ મગફળીની ગુણવત્તાને લઈ માહિતી આપતા જણાવ્યું હતું કે, જો ગુજરાતના ખેડૂતો મગફળીની ગુણવત્તા જાળવી રાખવામાં સક્ષમ થાય તો ભારત દેશમાં ગુજરાતનો ડંકો વાગશે. કારણ કે હાલ પણ ગુજરાત મગફળી ઉત્પાદનમાં અન્યની સરખામણીમાં ખૂબજ આગળ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, તલ, મગફળી જેવી ચિજવસ્તુના નિકાસમાં ભારત દેશ અન્ય દેશોની સરખામણીમાં ખૂબજ આગળ છે ત્યારે જો સરકાર યોગ્ય કલસ્ટર ડેવલોપમેન્ટ તરફ વિચાર કરે અને ગુજરાતમાં જે પેરીશેબલ એટલે કે નાશવંત ચીજવસ્તુઓ છે તેના પર ધ્યાને કેન્દ્રીત કરે તો તે દિવસ દૂર ની કે ભારત દેશ અન્ય દેશોની સરખામણીમાં અવ્વલ હોય કારણ કે હાલ ભારતની ૫૦ ટકા જેટલી વસ્તી ખેતી આધારીત છે. ત્યારે ખેડૂતોની સબસીડીને લઈ જે પ્રશ્ર્ન ઉદ્ભવીત ઈ રહ્યાં છે તેના પર સરકાર અને ખેતીને લગતી તમામ સંસએ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.

ચાઈના-બ્રાઝિલ કરતા નિકાસમાં ભારત આગળ: કે.એસ.રંધાવા

Vlcsnap 2019 06 03 13H13M30S7

ગુજરાત એગ્રોના કે.એસ.રંધાવાએ ‘અબતક’ સો વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભારત દેશ ચાઈના-બ્રાઝીલ કરતા નિકાસમાં આગળ છે. વધુમાં તેઓએ મગફળીના નિકાસ ઘટવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે, સમગ્ર રાજયની મગફળીની ગુણવત્તા વિશે જો વાત કરવામાં આવે તો અનેકવિધ પ્રકારની મગફળી હોવાના કારણે ગુણવત્તામાં પણ તેનો અભાવ જોવા મળી રહ્યો છે. હાલ ૨૦૦ વેરાયટીની મગફળીઓનું ઉત્પાદન કરવામાં આવે છે જેમાંી માત્ર ૩ થી ૪ જ પ્રકારની વેરાયટીનો નિકાસ થાય છે. વધુમાં તેઓએ તલ અને તલના નિકાસ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તલનું ઉત્પાદન મગફળીની તુલનામાં ખુબજ ઓછું છે તેમ છતાં તલનો ભાવ એમએસપી કરતા પણ વધુ મળે છે. ત્યારે વૈશ્ર્વિક રીતે ભારત સીંગદાણા અને તલના નિકાસમાં અન્ય દેશોની સરખામણીમાં ખૂબજ આગળ છે.

આવતા દિવસોમાં ખેડૂતોએ મગફળી અને તલની ગુણવત્તામાં જો વધારો કરવો હોય તો તેઓએ પેસ્ટીસાઈડસનો ઉપયોગ ખૂબજ ઓછા પ્રમાણમાં કરવો પડશે અને ઓર્ગેનીક ખેતી તરફ ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. વધુમાં તેઓએ નાશવંત પ્રોડકટ જેમાં શાકભાજી અને ફ્રૂડનો સમાવેશ થાય છે તેના માટે યોગ્ય માળખાગત સુવિધા ઉભી કરવા માટેનું પણ સુચન આપ્યું હતું. હાલ ગુજરાતમાં નાશવંત પ્રોડકટ માટેની કોઈ નકકર માળખાગત સુવિધા ઉપલબ્ધ ની. અંતમાં તેઓએ કલસ્ટર બેઈઝ પ્રોડકશન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, જો કલસ્ટર સીસ્ટમ નાનકડા ગામડામાંથી શરૂ કરવામાં આવે તો જે તકલીફનો સામનો ખેડૂતોને કરવો પડે છે તે ન કરવો પડે અને સરકાર પણ આ માટે સબસીડી આપવા માટે વિચાર કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.