Abtak Media Google News

રાજકોટથી કોરિયા આવવા-જવાનો તથા રહેવાનો તમામ ખર્ચ સંસ્થા ભગાવશે

ઝડપી શહેરીકરણનાં વધતા જતાં વયાપ તેમજ માળખાકીય સુવિધાઓનાં વિકાસની સાથે વધતી જતી કુદરત અને માનવસર્જિત હોનારતોને લીધે શહેરીજનોનાં સર્વાંગી વિકાસમાં એક મોટો અવરોધ ઉભો થઇ રહ્યો છે, જેનાથી સમગ્ર વિશ્વ ચિંતિત છે.

આપત્તિ સલામતી અને સુરક્ષિત માટે ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (જી.એસ.ડી.એમ.એ.) અને ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ (જી.આઈ.ડી.આર.આર.) તથા યુનાઈટેડ નેસન્સ ઓફીસ ફોર ડીઝાસ્ટર રિસ્ક રીડકશન (યુ.એન.ડી.આર.) કામ કરી રહી છે. આપત્તિ સલામત અને સુરક્ષા  માટે આગમી તા.૦૩ થી ૦૫ માર્ચ ૨૦૨૦ દરમ્યાન કોરિયા ખાતે એક વર્કશોપનુ આયોજન કરવામાં આવેલ છે. આ વર્કશોપમાં ભાગ લેવા માટે મેયર બિનાબેન આચાર્ય તથા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને નિમંત્રણ મળેલ છે. રાજકોટથી કોરિયા આવવા-જવાનો તથા રહેવાનો તમામ ખર્ચ નિમંત્રક સંસ્થા ભોગવનાર છે.

આપત્તિ સલામત અને સુરક્ષિત અંતર્ગત માન. પ્રધાનમંત્રીનાં ૧૦ મુદાઓનાં આફત નિવારણનાં એજન્ડાને અનુસરીને રાજકોટ મહાનગરપાલિકાએ આપત્તિથી સલામત અને સુરક્ષિત રાજકોટના અમલીકરણમાં તત્પરવા દાખવેલ છે.

કોરિયા ખાતે યોજાયેલ ઉક્ત વર્કશોપમાં વિશ્વના ૨૦ શહેરો ભાગ લેનાર છે. તમાં ભારત દેશમાંથી ફક્ત રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવેલ છે. રાજકોટ શહેરની આપત્તિ નિવારણ માટે જુદી જુદી વ્યૂહરચના કરવામાં આવેલ છે. જેમાં સુચક આંકો જેમકે, ૧) શહેરની આપત્તિ નિવારણ સમિતિની રચના ૨) શહેરની આપત્તિ નિવારણ યોજના અને લૂ માટેનો એક્શન પ્લાન વિગેરે હાથ ઉપર લેવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.