Abtak Media Google News

Maxresdefault 1 1રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષોથી શહેરીજનોને પારિવારિક મનોરંજન પીરસવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ૪૫ વર્ષ પૂર્ણ થતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બોલીવુડની સુપ્રસિધ્ધ ગાયિકા ઐશ્વર્યા મજમુદાર કે જેઓએ હિન્દી ફિલ્મો તથા ગુજરાતી ફિલ્મોમાં પોતાના સુરીલા કંઠી ગુજરાતમાં નહિ પણ ભારતભરમાં તેમજ વિદેશમા પણ સંગીતના માધ્યમી પોતાની પ્રસિદ્ધિ મેળવી છે.

ઐશ્વર્યા મજમુદાર મ્યુઝીકલ નાઈટનું રાજકોટમાં તા.૧૯/૧૧/૨૦૧૮ના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ સ્થિત રમેશ પારેખ રંગદર્શન ઓડીટોરીયમ ખાતે રાત્રે ૦૮:૩૦ કલાકે આયોજન કરવામાં આવેલ છે. બોલીવુડના સુપ્રસિધ્ધ પ્લેબેક સિંગર ઐશ્વર્યા મજમુદાર પ્રસ્તુત આ મ્યુઝીકલ નાઈટ શહેરીજનો માટે યાદગાર બની રહેશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડિયાએ જણાવ્યું હતું. મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષ સને યોજાનાર આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે સાંસદ મોહનભાઈ કુંડારિયા રહેશે. પ્રેરણાદાયી ઉપસ્થિતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, મુખ્ય મહેમાન તરીકે પૂર્વ મેયર જનકભાઈ કોટક, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતી મોરચો રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાનિ રચના બાદ પ્રમ બોર્ડ એટલે કે વર્ષ ૧૯૭૫ થી ૧૯૮૦માં ચૂંટાયેલા કોર્પોરેટરોના પરિવારજનોને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. તત્કાલીન કોર્પોરેટરઓ નવાણી કાકુભાઈ, મહેતા પ્રવિણચંદ્ર, પુજારા પ્રાગજીભાઈ, તન્ના હર્ષદરાય, રાણપરા નટવરલાલ, પટેલ ખોડીદાસભાઈ, પારેખ લાલજીભાઈ, ભારમલ અકબરઅલી, જાની કાંતિલાલ, પંડિત મુકુંદરાય, શેઠ વિનોદરાય, શુક્લ ચીમનભાઈ, સોનપાલ મગનલાલ, મકવાણા કાળાભાઈ, મેઘાણી ખોડીદાસભાઈ, પરસાણા કાનજીભાઈ, તળાવીયા પોપટભાઈ, મેવાડા પુંજાભાઈ, સરવૈયા મોહનભાઈ, ચૌહાણ લખમણભાઈ, મણીયાર અરવિંદભાઈ, સોલંકી ગોવિંદભાઈ, ખાચર શાંતિલાલ, ડો.ધનેન્દ્રભાઈ પારેખ, કોટક જનકભાઈ, દવે હસમુખભાઈ, આહુજા ગોધુમલભાઈના પરિવારજનો તેમજ અતિથીવિશેષ તરીકે શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષના દંડક અજયભાઈ પરમાર, વિપક્ષ નેતા વશરામભાઇ સાગઠીયા ઉપસ્થિત રહેશે.

વધુમાં, મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડિયાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં અલાયદી બેઠક વ્યવસ, સ્ટેજ સહિતની સુવિધા રાખવામાં આવેલ છે. આ મ્યુઝીકલ નાઈટનો આનંદ માણવા શહેરીજનોને મોટી સંખ્યામાં ઉમટી પડવા ભાવભર્યું નિમંત્રણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.