સૌરાષ્ટ્ર કડવા પાટીદારોને ઉમિયાધામ ભૂમિપૂજનમાં જોડાવવા આમંત્રણ

147

પટેલ સેવા સમાજ-રાજકોટ દ્વારા રાજકોટ શહેરમાં સંગઠન મજબુત બનાવવામાં આવ્યું અને અમદાવાદ ખાતે વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના ભૂમિપૂજન સોમવારે સમગ્ર સૌરાષ્ટ્રના કડવા પાટીદાર સમાજનું ઉપસ્થિત રહેવા અંગેની એક મીટીંગ રાજકોટના સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે મળેલી હતી. આ ઉપરાંત મહિલા સંમેલનના એક વર્ષ પૂર્ણ થતા તેમની યાદગીરી તાજી કરાઈ હતી.

પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં તેમજ સૌરાષ્ટ્રભરમાંથી કડવા પાટીદાર સમાજને સામાજીક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી પ્રવૃતિઓ સમાજના લોકો સુધી પહોંચાડવા સમાજના માધ્યમથી જુદી-જુદી ૧૫ સમિતિઓ કાર્યરત કરીને સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે હાથ ધરવામાં આવેલ છે જયારે અમદાવાદ ખાતે વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન ભૂમિ પૂજન સમારંભમાં સૌરાષ્ટ્રભરના કડવા પાટીદાર સમાજને જોડાવવા અનુરોધ કરાયો હતો.

આ મીટીંગમાં સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, નરોતમભાઈ કણસાગરા, નંદલાલભાઈ માંડવીયા, પ્રવિણભાઈ ગરાળા, મગનભાઈ ધીંગાણી, જમનભાઈ ભલાણી, નાથાભાઈ કાલરીયા, મનસુખભાઈ જાગાણી, વસંતભાઈ ભાલોડિયા, હરીભાઈ કણસાગરા, કાલીદાસભાઈ જાગાણીએ હાજરી આપીહતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના મંત્રી કિશોરભાઈ ઘોડાસરા, સમાજની સંગઠન સમિતિના ચેરમેન મનીષભાઈ ચાંગેલા, ખજાનચી કાંતિભાઈ મકાતી, પટેલ પ્રગતિ મંડળના મંત્રી સંજયભાઈ કનેરીયા, ખજાનચી જગદીશભાઈ પરસાણીયાએ જહેમત ઉઠાવેલ હતી.

Loading...