Abtak Media Google News

સ્થાનિક પોલીસની તપાસમાં પરિવારને ભારોભાર અસંતોષ થતા મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો’તો

મેંદરડાના કેનેડીપુરમાં રાજય સરકારમાં આરોગ્ય વિભાગમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા યુવકની લાશ મળી હતી જે તે સમયે ખુબજ ચકચાર મચાવેલ રવિ બાબરીયા યુવાનના મૃત્યુના બનાવ મામલે ઘેરા પડઘા પડયા હતા. પરિવાર પણ યુવકના મૃત્યુના મામલે તેની હત્યાની શંકા સેવ તો હોવાથી પોલીસના ઉચ્ચ અધિકારીઓને અવાર-નવાર રજૂઆતો કરવા છતાં તેમજ અન્ય માટે પરિવાર સહિત જ્ઞાતિજનોએ પોલીસ સ્ટેશન સામે જે તે સમયે ન્યાય માટે મોરચો માંડયો હતો. અંતે પરિવારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવતા સમગ્ર પ્રકરણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે.

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર મેંદરડા તાલુકાના કેનડીપુર ગામે એક કુવામાંથી જૂન ૨૦૧૭ના રવિ બાબરીયા નામના યુવાનના કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે યુવાનના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. પરંતુ મૃતકના પરિવારજનોને પોલીસ તપાસથી સંતોષ ન થતા હાઈકોર્ટના દ્વાર ખટખટાવી સીબીઆઈની તપાસ માંગણી કરી હતી. બાદમાં હાઈકોર્ટના આદેશને પગલે એસપી મીનાની આગેવાનીમાં ૬ જેટલા સીબીઆઈના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે જૂનાગઢ આવી સર્કીટ હાઉસ ખાતે મૃતક યુવાનના પિતાની પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. જો કે હાલ આ તપાસ મામલે કંઈ પણ જણાવવાનો સીબીઆઈના સુત્રોએ ઈન્કાર કર્યો છે અને તપાસ બાદ વિગતો જાહેર કરવામાં આવશે એમ જણાવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.