ભારતનું અમુલ્ય ઘરેણું : આયુર્વેદ

આપણે આજે 21મી સદીમાં જીવી રહ્યા છીએ જ્યાં ડોક્ટરી સારવારની કેટલી બધી સેવાઓ ઉપલબ્ધ છે પણ એક કહેવત છેને કે ‘જૂનું એટલું સોનુ’ આપણાં આયુર્વેદનો ઇતિહાસ પણ કંઈક આવો જ છે
જે વિદ્યા દ્વારા આયુષ્યને લગતા સર્વપ્રકારના પ્રશ્નોની જાણકારી મળતી હોય અથવા તો જેને અનુસરવાથી દીર્ઘઆયુષ્ય પ્રદાન થઈ શકે છે તેને આયુર્વેદ કહેવામાં આવે છે અને જે શાસ્ત્ર દ્વારા રોગોનું જ્ઞાન આપવામાં આવે છે તેને આયુર્વેદશાસ્ત્ર કહેવામાં આવે.આયુર્વેદ અને આયુર્વેદશાસ્ત્ર એ ભારત દ્વારા વિકસાવવામાં આવેલી ચિકિત્સા પદ્ધતિ છે.

આયુર્વેદ એક વૈકલ્પિક દવા છે કે જેના પાયા પ્રાગ ઐતિહાસિકકાળમાં ઋષિમુનિઓ દ્વારા નાખવામાં આવ્યા હતા.આયુર્વેદના કહેવા પ્રમાણે કોઈ વ્યક્તિ યોગ્ય આહારનું સેવન અને હાનિકારક વસ્તુઓનું બલિદાન આપીને સ્વસ્થ રહી શકે છે.

જો આયુર્વેદના ઇતિહાસમાં નજર ફેરવવામાં આવે તો તેના કર્તા મહર્ષિ બ્રહ્માજીને ગણવામાં આવે છે. જેમને બ્રહ્મસમહિતની રચના કરી હતી. ભારતીય સંસ્કૃતિ પાસે 4 વેદ છે જેને આયુર્વેદનો મુખ્ય સ્ત્રોત કહેવામાં આવે છે. આયુર્વેદનું મુખ્ય લક્ષ્ય વ્યક્તિના સ્વાસ્થયનું રક્ષણ કરવું છે. આચાર્ય ચરક દ્વારા લખાયેલો ચરક સંહિતા, આચાર્ય સુશ્રુત દ્વારા લખાયેલો સુશ્રુત સંહિતા અને વાગભટ્ટ આયુર્વેદના મુખ્ય ગ્રંથો છે.

આયુર્વેદ દ્વારા પહેલાના સમયમાં ગંભીર ઇજાઓની સારવાર અને સર્જરી પણ કરવામાં આવતી હતી. જેમકે કોઈ ઘા વાગ્યો હોય તો ત્યાં હળદરનો લેપ લગાવી દેવામાં આવતો અને કોઈ ઓપરેશનમાં ટાંકા લેવાના હોય તો આ કાર્ય મકોડાના ડંખ દ્વારા કરવામાં આવતું.કોઈ ઘા જલ્દી રૂઝાય જાય તેના માટે દર્દીને હળદરવાળું દૂધ પીવડાવવામાં આવતું.

આયુર્વેદની પદ્ધતિ નવા રંગ રૂપ સાથે વિકાસ પામી છે .માનવશરીરની બધી જ સમસ્યાનું કારણ હોય છે માનવશરીરમાં આવેલાં ત્રી-દોષો.આયુર્વેદએ ત્રી- દોષોના સિદ્ધાંત પર આધારિત છે.આની સારવાર કરવી ખૂબ જ અઘરી છે તેમાં આપણાં એક ભારતીય ડોકટર દેશ બંધુ બાજપેય જે કાનપુર ,ઉત્તર પ્રદેશના રાજ્યનીવાસીએ એક ટેકનિકનો વિકાસ કર્યો છે કે જેના દ્વારા ઉપરના ત્રી- દોષોનું નિવારણ થઈ શકે છે. આ પદ્ધતિનું નામ ઈલેકટોત્રીદોષગ્રામ જેને ટૂંકમાં ઈ. જી.ટી કહેવામાં આવે છે.ત્રી- દોષોનો એકમાત્ર ઉપાય કે જે નાડી પરીક્ષણ દ્વારા જ સંભવ છે તે હવે આ પદ્ધતિથી થઈ શકશે.

ભારત ઉપરાંત અન્ય દેશોમાં જેમ કે અમેરિકન, બ્રિટન, જર્મની,નેપાળ,મ્યાનમાર, શ્રીલંકા વગેરે દેશોમાં આયુર્વેદની પદ્ધતિ પ્રસિદ્ધ છે અને આયુર્વેદિક ઓષધિઓ પર શોધ કાર્ય થઈ રહ્યા છે.

આધુનિક ચિકિત્સા વિજ્ઞાન એલોપેથીનું સમર્થન કરનારા ચિકિત્સા વૈજ્ઞાનિકોનું માનવું છે કે આયુર્વેદ એક અવૈજ્ઞાનિક ચિકિત્સા પદ્ધતિ છે અને તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.

Loading...