ખેડૂતોને ખાતર અને બિયારણ રાહત ભાવે આપવા રજૂઆત

સોમનાથના ધારાસભ્ય વીમલભાઈ ચુડાસમા દ્વારા ગુજરાત સરકારને ખેડૂતોના ખેત પેદાસોના પોષણક્ષમ ભાવ આપવામાં આવે તથા ખાતર બિયારણ જંતુનાશક દવા વગેરે માં રાહત આપવામાં આવે તેવું સરકારમાં રજૂઆત કરેલ છે

ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરેલ છે. કે કોરોના મહામારી કોવિડ-૧૯ ના કારણે લોકડાઉન જાહેર કરેલ તે સમય દરમિયાન ૯૦-સોમનાથ વિધાનસભા તથા ગીરસોમનાથ અને જુનાગઢ જિલ્લાના તથા સમગ્ર ગુજરાતના ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં આવી ગયેલ છે, લોકડાઉન દરમિયાન ખેડૂતોના ખેત પેદાસોના પુરતા પોષણક્ષમ ભાવ પણ મળતા નથી આ બાબતે ખેડૂતો દ્વારા આંદોલન કરી રહિયા છે, તેવા સમયમાં ખાતર, જંતુનાશક દવા, મોધાડાટ મળી રહેલ છે, આથી તેઓના પરિવાર નું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ થઈ ગયેલ છે, અને તેઓ આર્થિક સક્રમણનો સામનો કરી રહિયા છે, જો સરકાર દ્વારા ખાતર, જંતુનાશક દવા, તથા ખેતી ના ઓજાર ખરીદવા માટે ૫૦%( પંચાસ ટકા ) રાહત આપવામાં આવે અને તમામ ખેડૂતો એ લીધેલ પાક ધિરાણ નું વ્યાજ માફ કરવામાં આવે અને નવા ધિરાણ વગર વ્યાજે આપવામાં આવે તથા ખેત પેદાશો ના પોષણક્ષમ ભાવ આપવામાં આવે.

Loading...