Abtak Media Google News

૨૫૦થી વધુ એન્ટ્રીઓ મળી: ૫-૫-૨૦૧૮ સુધી ફોર્મ સ્વીકારાશે: ‘અબતક’ને અપાઈ વિશેષ વિગતો

સુરેન્દ્રનગર અને રાજકોટના પરિચય મેળાની બેહદ સફળતા બાદ જય રઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્ર સુરેન્દ્રનગર દ્વારા આયોજીત અને રઘુવંશી સોશ્યલ ગ્રુપ ગોંડલ પ્રેરીત તથા રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર ગોંડલના સાથ સહકારથી તા.૨૦ ને રવિવારના રોજ પરિચય મેળાનું આયોજન લોહાણા વિદ્યાર્થી ભવન ૨૨/૯, ભોજપરા ગોંડલ ખાતે કરવામાં આવેલ છે.

આ પરિચય મેળાને સફળ બનાવવામાં સૌરાષ્ટ્ર ગુજરાત અને મુંબઈની સર્વે રઘુવંશી સંસ્થાઓ, મહાજનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ પરીચય મેળામાં અત્યાર સુધીમાં આશરે ૨૫૦ જેટલી એન્ટ્રીઓ આવી ચૂકેલી છે.

આ પરીચય મેળામાં દીકરીઓની ફી તદન નિ:શુલ્ક રાખવામા આવેલ છે. અને ફોર્મ તા. ૫-૫ સુધી લેવામાં આવશે. આ લગ્ન વિષયક પરિચય મેળામાં ભાગ લેવા ઈચ્છતા વડીલોએ વિશેષ માહિતી માટે જય રઘુવીર વેવિશાળ માહિતી કેન્દ્રના સંચાલક નરેન્દ્રભાઈ પુજારા મો.નં. ૯૯૭૯૨ ૧૯૦૪૮ તથા સુનીતાબેન પુજારા મો.નં. ૯૫૧૨૪૮૨૯૮૮ તથા ગોંડલના વિક્રમભાઈ તન્ના મો.નં. ૯૩૭૪૬ ૪૧૦૦૯ ઉપર સંપર્ક કરવા ‘અબતક’ની મૂલાકાતે આવેલા નરેન્દ્રભાઈ પુજારા, યોગેશભાઈ પૂજારા, મહેશભાઈ રાજા, અમરશીભાઈ ‚ધાણી, ભુપેન્દ્રભાઈ ઉનડકટ, રાજુઈ સેજપાલ, વિક્રમ તન્ના, કમલેશ તન્ના, મનીષ રાયચૂરા, સુરેશ કોયેચા અને અજય સેદાણીએ જણાવ્યું હતુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.