મોટા મવા સ્મશાન નજીક થયેલા દબાણ અને દુષણો દૂર કરવા મેયરને રજૂઆત

77

સરકારી જમીનમાં કરાયેલી પેશકદમી અને નોનવેજની લારીઓ હટાવવા સ્થાનિકોની માંગ

મોટામવા સ્મશાન નજીક પાછળના ભાગે આવેલ નાના મૌવા સર્વે નં. ૧૧૩ પૈકી સરકારી જમીનમાં પેશકદમી થઈ ગયેલ છે. વળી આ જગ્યામાં દિવસે દહાડે દુષણો વધી રહ્યા છે. હાલ અ જગ્યામાં કોર્પોરેશન દ્વારા રાત્રી બજારની મંજૂરી અપાયેલ છે. કાં તો આપવા માટેને વિચારણા ચાલુ છે.

આ રાત્રી બજારમાં વેજ તથા નોનવેજની લારીઓની મંજૂરી આપવામાં આવેલ છે.તેવું જાણવા મળેલ છે. એવરેસ્ટ પાર્ક તથા મોટા મૌવા સ્મશાન આસપાસ ૫૦૦ હિન્દુ પરિવારો રહેઠાણ કરે છે. તો આ તમામ પરિવારોની ધાર્મિક લાગણીઓ ને ઠેસ પહોચે છે. તદુપરાંત રાત્રી બજાર ને કારણે રહેણાંક હોવાથી અકે નવા પ્રકારનુ ન્યુસન્સ તથા આવારા તત્વોની હેરાનગતી પણ ઉભી થાય છે. હાલમાં આ જગ્યા પર ૭૦ થી ૮૦ ઝુપડા બનીગયેલ છે. તતા દારૂના ભઠ્ઠા પણ ચાલુ છે.જે પણ એક ન્યુસન્સ જ છે. આવા કારણોને લીધે રાત્રી બજારને મંજૂરી ન આપવા અથવા આપેલ હોય તો રદ કરવાની માગં છે.

ઉપરાંત આ જગ્યામાં ઘણા સમયથી ૭૫ થી ૮૦ જેવા ઝુપડા ઉભા થયેલ છે. જે ગેરકાયદેસર છે. અને દારૂના ધણા ભઠ્ઠા પણ ચાલુ છે. ઘણી બધી ફરિયાદ કરવા છતા પણ આ બાબતે ઉકેલ લાવી શકેલનથી આ દા‚ના ભઠ્ઠાના કારણે આખી રાત તમામ રહેણાંક ઘરોમાં ખૂબજ વધારે પડતી દુર્ગંધ ફેલાય છે.

જેના કારણે અહી રહેણાંક કરતા તમામ લોકોને સ્વાસ્થ્ય પર ખરાબ અસર થવા પામેલ છે. તદુપરાંત તમામ આવા તત્વોનું તથા દા‚ડીયાની આખી રાત હેરફેર રહે છે. તેથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકોએ મેયરને રજૂઆત કરી છે.

Loading...