Abtak Media Google News

અગાઉ રાજકોટના વકીલને પણ બીસ્કીટ ખવડાવી બેભાન કરી લુંટી લીધા હતાં: ધ્રોળમાં કુવાના ગાળ કાઢવાનાનું કામ કરે છે

ચોટીલા ના હાઇવે પર થી ધ્રોળ ના પરિવાર ની ચીટર ત્રિપુટી ને ઝડપી લઇ પોલીસે તેમની ઘનિષ્ટ પુછપરછ શરૂ કરી પતિ પત્નિ અને પુત્ર ની આ ત્રિપુટી એ ચોટીલા પંથક માં કોઇ ગુના આચર્યા છે કે કેમ તેની સઘન તપાસ પુછપરછ શરૂ કરી છે.

ચોટીલા પોલીસે ધ્રોલ રહેતા દેવીપૂજક  પરિવાર ની ચીટર ત્રિપુટી બાબુભાઇ ગાંડુભાઇ સોલંકી તેમના પત્નિ રાધાબહેન બાબુભાઇ તથા પુત્ર મહેશ બાબુભાઇ ને હાઇવે પર થી બાતમી ના આધારે ઝડપી લઇ ચોટીલા કોર્ટ માં થી એક દિવસ ના રિમાન્ડ મળતા ને આ ટોળકી ના કાળા કારનામા નો ભોગ વધુ કોઇ બન્યા છે કે કેમ તેની તપાસ અને આરોપીઓ ની વધુ પુછપરછ શરૂ કરી છે.

પતિ પત્નિ અને પુત્ર ની આ ચીટર ટોળકી એ ચોટીલા તાલુકા ના ચિરોડા ગામના વીરજીભાઇ તળશીભાઇ ચૌહાણ નામના વયોવૃધ્ધ ખેડુત ને વિશ્વાસ માં લઇ ચા પીવા જઇએ ચાલો તેમ કહી તેમની કાર માં બેસાડ્યા હતા અને પછી આ વૃધ્ધ ખેડુત ને વાતો માં રાખી વિશ્વાસ માં લઇ ચોટીલા થાન રોડ પર કારમાં થી ઉતાર્યા બાદ આ ખેડુત વૃધ્ધ પાસે રહેલ રૂ. ૨૨ હજ્જાર સેરવી લઇ આ ચીટર ટોળકી ફરાર થઇ ગઇ હતી.

બાદ મા પોતાની સાથે થયેલા આ બનાવ અંગે ની જાણ  ખેડુતે ચોટીલા પોલીસ માં કરતા પોલીસે સીસીટીવી ના આધારે કાર નંબર શોધી તપાસ શરૂ કરી હતી. જ્યારે આ ટોળકી ચોટીલા હાઇવે પર આવી રહ્યા ની બાતમી ચોટીલા પોલીસ ને મળતા પોલીસે વોચ રાખી હતી અને આ કાર નીકળતા પોલીસે કાર ને રોકી અંદર બેઠેલા ત્રણેય ને ઝડપી લીધાં હતાં.

આ આરોપીઓ ની ચોટીલા મામલતદાર કચેરી માં ટોળકી નો ભોગ બનનાર સમક્ષ ઓળખ પરેડ પણ કરાવવા માં આવી હતી. બાદ માં ચોટીલા કોર્ટ માં આરોપીઓના એક દિવસ ના રિમાન્ડ મંજુર થતા પોલીસે આ ચીટર ગેંગે ચોટીલામાં બીજા કોઇને આ રીતે શિકાર બનાવ્યા છે કે કેમ તેની સઘન પુછપરછ અને તપાસ શરૂ કરી છે.આ અંગે ચોટીલા ના પી.એસ.આઇ.એચ.એલ.ઠાકરે જણાંવ્યું હતું કે આરોપીઓ એ ચોટીલા પંથક માં બીજા કોઇ ગુનાઓ આચર્યા છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.

પુત્ર કાર ચલાવે અને માતા પિતા અંદર પાછળ બેસતાં હતાં

આ અંગે ચોટીલા ના પી.આઇ. કે.ડી.નકુમે જણાંવ્યું હતું કે આ પરિવાર નો પુત્ર મહેશ કાર ચલાવે અને લોકો ને વિશ્વાસ માં લેવા તેના માતા પિતા બાબુભાઇ તથા રાધાબહેન મુસાફર નો સ્વાંગ રચીને કાર માં પાછળ બેસતાં હતાં એટલે લોકો ને જલદી ભરોસો બેસી જાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.