Abtak Media Google News

આજે આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સમગ્ર વિશ્વ જાણે યોગમય બન્યું છે અને વિવિધ દેશોમાં અલગ અલગ રીતે યોગ કરીને આ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. આજે ત્રીજા આંતરાષ્ટ્રીય યોગ દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો યોગાભ્યાસ કરશે. ૫૫.૦૦૦ લોકો સાથે નરેન્દ્ર મોદી લખનૌમાં યોગ કર્યા. દેશમાં સૌથી મોટો કાર્યક્રમ લખનૌમાં રમાબાઈ આંબેડકર મેદાન ખાતે યોજાયો છે. આ કાર્યક્રમમાં મોટાપાયે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભારત ઉપરાંત અન્ય ૧૫૦ દેશોમાં ભારતીય મિશન દૂતાવાસના સંકલન સાથે લોકો યોગાભ્યાસ કરશે. પેરિસમાં એફિલ ટાવર, લંડનમાં ટ્રેફ્લગર સ્કેવર અને ન્યુયોર્કમાં સેંટ્રલ પાર્ક સહિતના પ્રસિદ્ધ સ્થળો પર યોગ કરવામાં આવશે. રાજધાની દિલ્હીમાં યોગને લગતી આઠ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં મુખ્ય ઈવેન્ટ કોનોટ પ્લેસ ખાતે યોજાશે, જ્યાં દિલ્હી મહાનગરપાલિકા આયોજન કરશે. દેશના દરેક જીલ્લામાં પણ યોગના કાર્યક્રમ યોજાય રહ્યા છે. યોગના પ્રમોશન અને વિકાસ માટે રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તર પીઆર અસાધારણ યોગદાન આપનાર લોકોને આજે વડાપ્રધાન એવોર્ડ આપશે. ચીનની ગ્રેટ વોલથી લઈને બ્રિટનના લંડન આઈ સુધી વિશ્વના પ્રચલિત સ્થળે હજારો યોગત્સાહીઓએ આસનો કર્યા હતા. ચીનમાં બહોળી સંખ્યામાં લોકોએ યોગ માટે અનેરો ઉત્સાહ દર્શાવ્યો હતો અને આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે ત્યાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. આ તકે વિદેશ રાજ્યમંત્રી વી.કે સિંહે ત્યાં ભાગ લીધો હતો. ચીનમાં ભારતીય દૂતાવાસ, બેઇજિંગ ચાઇનીઝ પીપલ્સ  એસોસીએસન ફોર ફ્રેંડશિપ વિથ ફોરેન કન્ટ્રીઝ અને યોગી નામની યોગ સ્કૂલ દ્વારા સ્યૂક્ત રીતે આ કાર્યક્રમ યોજાયો હતો. આજે સમગ્ર વિશ્વ યોગ કરીને ફક્ત શારીરિક સ્ફૂર્તિ જ નહીં પણ મનની શાંતિ પણ પ્રાપ્ત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.