Abtak Media Google News

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદિપસિંહ પુરીએ ફેસબુક લાઈવ પર કરી જાહેરાત

૨૫ મેથી ૩૩ ટકા ઘરેલું ફલાઈટસ શરૂ થશે: પહેલાજ દિવસે તેના માટે સારું બુકિંગ થઈ ગયું

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આજે તેમના સત્તાવાર ફેસબુક પેજ પર લાઇવ ગયા હતા. આ દરમિયાન તેમણે લોકોના પ્રશ્નોના જવાબો આપ્યા. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ઓગસ્ટ-સપ્ટેમ્બર પહેલા અમે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સેવાઓ શરૂ કરી શકીએ છીએ. જોકે, ફ્લાઇટ શરૂ કરતા પહેલા કોરોનાની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે. એરપોર્ટ ઓોરિટી અને એરલાઇન્સ કંપનીઓ શરૂ કરવા માટે તૈયાર છે.

અગાઉ તેમણે જણાવ્યું હતું કે વંદે ભારત મિશન દ્વારા અત્યાર સુધી ૨૫ હજાર ૪૬૫ ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. મેના અંત સુધીમાં આ આંકડો ૫૦ હજારની નજીક ઈ જશે. લોકડાઉન હેઠળ ૮ હજાર લોકોને ભારતી વિદેશ લઈ જવામાં આવ્યા હતા. આ લોકો વિદેશમાં નોકરી કરતા હતા. તેમની પ્રોફેશનલ માંગ હતી. આના કરતાં વધારે લોકો વિદેશ જવા ઇચ્છતા હતા, પરંતુ એવા ઘણા દેશો છે જે હાલમાં પોતાના જ નાગરિકો લઈ રહ્યા છે.

પુરીએ અહેવાલ આપ્યો કે ૩૩% સ્થાનિક ફ્લાઇટ્સ ૨૫ મે થી શરૂ થઈ રહી છે. હમણાં જ આવેલા આંકડા અનુસાર, બુકિંગના પહેલા જ દિવસે ઘણા લોકોએ ટિકિટ લીધી છે. ફ્લાઇટ સર્વિસની ભારે માંગ છે. પુરીએ કહ્યું કે મંત્રાલયે લોકડાઉન વચ્ચે એક લાઈફ લાઇન ફ્લાઇટ શરૂ કરી હતી. આના માધ્યમી, દેશભરમાં એક હજાર ટન તબીબી ઉપકરણો અને અન્ય આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. હરદીપસિંહ પુરીએ ૨૦ મેના રોજ ટ્વીટ કર્યું હતું કે ૨૫ મેી ઘરેલું ફ્લાઇટ્સ શરૂ થશે. આ માટે વિગતવાર માર્ગદર્શિકા પણ ૨૧ મેના રોજ બહાર પાડવામાં આવી હતી. આ માટે ૮ એરલાઇન્સને મંજૂરી આપવામાં આવી છે. શુક્રવારી, ઘણી કંપનીઓએ ઓનલાઇન એર ટિકિટ બુક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.