Abtak Media Google News

મુસાફરને હાર્ટની તકલીફ થતાં દિલ્હીથી મસ્કત જતી ફલાઈટનું લેન્ડીંગ કરાયું

જામનગરના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ આંતરરાષ્ટ્રીય ફલાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ થયું હતું. દિલ્હીથી મસ્કત જતી ફલાઈટમાં એક મુસાફરને હાર્ટની તકલીફ જણાતા તાત્કાલીક ફલાઈટનું જામનગરમાં ઈમરજન્સી લેન્ડીંગ કરાયું હતું.

દિલ્હીથી મસ્કત જતી ફ્લાઈટનું જામનગર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું લેન્ડિંગ થયું હતું.

મેડિકલ ઇમરજન્સીના કારણે ફ્લાઈટને લેન્ડિંગ કરવામાં આવી હતી. ઇન્ડિયન પેસેન્જરને હાર્ટમાં તકલીફ થતાં ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં સવાર પેસેન્જરને તાત્કાલિક જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. ગોરખનાથ નાયક નામના ૨૯ વર્ષીય યુવકને છાતીમાં દુખાવો થતા જામનગરની જીજી હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.