Abtak Media Google News

ઈન્ટરનેટ ઓગ થિગ્સ, આર્ટીફીશીયલ ઈન્ટેલિજન્સ, મશીન લર્નિંગની મદદથી ટ્રાફિક મેનેજમેન્ટ, કલીન વોટર મેનેજમેન્ટ, ગાર્બેજ રિસાયકલીંગ અને સ્માર્ટ ફાર્મિંગ જેવા મુદાઓ પર ચર્ચા કરી

અલીબાબા ગ્રુપનાં મેમ્બર ઝેડીટીઈ સોફટ અલીબાબા કલાઉડ અને એક્ષપર્ટનેસ્ટનું એક આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ અત્યારે ભારતની મુલાકાતે આવેલ છે. દરમિયાન આ પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા તેમની ટીમ સાથે મહત્વની મુલાકાત કરી હતી.

આ મુલાકાતમાં ઝેડટીઈસોફટ અને અલીબાબા કલાઉડના સીનીયર કાર્યપાલકો સાથે એક્ષપર્ટનેસ્ટ સતાવાર રીતે જોડાયેલ હતુ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રતિનિધિ મંડળને હાર્દિક આવકાર આપ્યો હતો.આ ઈન્ટરનેશનલ ડેલીગેશન માં ઝેડટીઈસોફટ ચાઈના અને નેધરલેન્ડના જીન વેઈ (વાઈસ પ્રેસિડેન્ટ બીઝનેસ ડેવલપમેન્ટ, વાંગઝેન (વાઈસ પ્રેસિડેન્ટ, બીઝનેસ ટ્રાન્સફોર્મેશન), ડેનીસ મિશેલ (પ્રીસેલ્સના હેડ) અલીબાબા ઈન્ડીયાના કેની (સીનીયર બીઝનેસ ડેવલપમેન્ટ) અને નિકેશ ગોજિયા (સોલ્યુશન આર્કિટેકટ) એક્ષપર્ટનેસ્ટ કંપનીના યુ.કે. નેધરલેન્ડ અને ભારતનાં પ્રતિનિધિ તરીકે જે.એમ. પનારા (ચેરમેન) અ‚ણકર (સહસ્થાપક અને બોર્ડના ડાયરેકટર) ચિંતન પનારા (સહસ્થાપક અને બોર્ડના ડાયરેકટર), ઉપરાંત ઉદ્યોગ અગ્રણી તથા સમાજ સેવી અશોકભાઈ દેલસાણીયા વગેરે જોડાયા હતા. પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીનું ભાવભીનું સ્વાગત કરી સ્મૃતિ ચિન્હો અર્પણ કર્યા હતા.

મુખ્યમંત્રી સાથેની આ મીટીંગમાં ઈન્ટરનેટ ઓફ થિગ્સ આર્ટીફીશીયલ ઈન્ટેલિજન્સ મશીન લર્નિંગની મદદથી ટ્રાફીક મેનેજમેન્ટ, કલીન વોટર મેનેજમેન્ટ, ગાર્બેજ રિસાયકલીંગ, તથા સ્માર્ટ ફાર્મિક જેવા વિવિધ સ્માર્ટ સીટીને લગતા વિષયોમાં ગુજરાત રાજયમાં પરિણામદાયી સફળતા મેળવવા માટે વિસ્તૃત ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીએ ચર્ચામાં ખૂબજ રસ લીધો હતો સ્માર્ટ સીટી વિકાસ માટેના પ્રોજેકટમાં આપ્રતિનિધિ મંડળે વિવિધ દેશોમાં કરેલા કાર્યોનાં અનુભવોની આપલે મિ.એમ.કે.દાસ (એડીશનલ સેક્રેટરી. સી.એમ.) સાથે કરી હતી તેઓએ પ્રતિનિધિ મંડળ અને ગુજરાત સરકાર એક્ષપર્ટનેસ સાથે કઈ રીતે કામ કરી શકે તેની વિવિધ તકો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.

અત્યારે યું.કે. અને નેધરલેંડમાં ચાલતા આવા પ્રોજેકટને સહાયકરવા એક્ષપર્ટનેસ્ટ ગુજરાતમાં ડેવલોપમેન્ટ સેન્ટરો શરૂ કરશે તેને આશા છે કે ટેલીકોમ, આર્ટીફીશીયલ ઈન્ટેલિજન્સ તથા મશીન લર્નીંગ બીઝનેસના ક્ષેત્રમાં સારો વિકાસ થઈ શકશે. જેનાથી ટુંક સમયમાં જ ગુજરાતમા ંરોજગારીની વિપુલ તકોનું સર્જન થઈ શકશે. ગુજરાતનાં સ્થાનિકયુવાનો માટે આઈ.ટી. ક્ષેત્રમાં રોજગારીની તકો ઉભી કરવાનાં આ વિચારને મુખ્યમંત્રીએ વધાવી લીધી હતી તથા તેઓએ એવી ઈચ્છા વ્યકત કરી હતકિ એક્ષપર્ટનેસ્ટ અને અલીબાબાની મદદથી એક્ષપર્ટનેસ્ટ ગુજરાતમાં વિકાસ કરશે જેને લીધે ગુજરાત સરકારઝેડટીઈસોફટ એક્ષપર્ટનેસ્ટ અને અલીબાબા કલાઉડ ઈન્ડીયા મલીને એક સંયુકત તાકાત બની જશે.

ઝેડટીઈ સોફટએ એક્ષપર્ટનેસ્ટ ઈન્ડિયાની ગુજરાત ઓફીસની પણ મુલાકાત લીધી હતી તથા એક્ષપર્ટનેસ્ટની સફળતાના જેનો મહત્વપૂર્ણ ફાળો છે.તેવી એન્જીનીયરીંગ ટીમને પણ મળ્યા હતા. એક્ષપર્ટનેસ્ટની ટીમે ટેલીકોમ બી/ઓએસએસમાં પોતાની ક્ષમતાનું ડેમોસ્ટ્રેશન આપ્યું હતુ તથા વિવિધ ગ્રાહકો સાથેની સફળ ગથાઓની આપલે કરી હતી. એક્ષપર્ટનેસ્ટના ચીફ ટેકનીકલ ઓફીસરે આર્ટીફીશીયલ ઈન્ટેલિજન્સ મશીન લર્નિંગ અને ઈન્ટરનેટ ઓફ થીન્ગ્સની તાકાતનું નિર્દેશન રજૂ કર્યું હતુ. આ ઉપરાંત માણસનો હુબહુ સ્કેચ દોરી શકે તેવો રોબોટીક હાથ, ડ્રાઈવરલેસ કાર માટે રીયલ ટાઈમ ઓબ્જેકટ ડિટેકશનનું અલ્ગોરીયમ, હ્યુમન પોઝ એસ્ટીમેશન તથા ઈમેજ અને વિડીયો પ્રોસેસીંગની મદદથી બોડી મેનેજમેન્ટની પ્રક્રિયાનું ડેમોસ્ટ્રેશન બતાવી સૌને રોમાંચિત કરી દીધા હતા. ઝેડટીઈસોફટને એ વાતનું ગૌરવ છે. તેને આ બધુ આપવા સક્ષમછે. આ મુલાકાતમાં એક્ષપર્ટનેસ્ટ સાથે વિવિધ ક્ષેત્રમાં કામ કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.