Abtak Media Google News

કેટલાક રાજયોમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી વિમાન સેવા શરૂ  કરવા અંગે અસમંજસ

ભારતમાં આંતરરાષ્ટ્રીય યાત્રાળુ વિમાન સેવાઓ કરવાનો નિર્રય જુલાઈ મહિનામા કોરોના વાયરસની પરિસ્થિતિ અને સંક્રમણની સ્થિતિને લઈને લેવામાં આવશે જોકે આંતરિક ઉડ્ડયન સેવા અને રાજય સરકારોની સેવાઓ બહાલા રહેશે. તેમ નાગરિક મંત્રી હરદિપસિંહપુરીએ મંગળવારે જણાવ્યુ હતું.

કોરોના કટોકટીના પગલે બે મહિનાના સમયગાળા બાદ ૨૫મી મેથી ઘરેલુ મુસાફર સેવામાં ઘટડો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય પ્રેસેન્જર વિમાન સેવા ભારતમાં પ્રતિંબિંત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હું એવું પુછવાનું પસંદ કરીશ કે કયારથી આંતરરાષ્ટ્રીય નાગરિક વિમાનસેવા શરૂ કરવામાં આવશે. જે તેમેઆ નિર્ણય મારી ઉપર છોડી દે તચો હું કોરોના વાયરસની પરિસ્થિતિને લઇને આગામી મહિનાઓમાં આ સેવા બહાલ કરવાનો નિર્ણય લઇ શકું, પરંતુ આવા નિર્ણયો ભારતના નાગરિક ઉડયન મંત્રાલયના નહી હોય તેમ પુરીએ જણાવ્યુ હતું.

આ નિર્ણય ઘરેલુ પરિસ્થિતિને ધ્યાને રાખીને સરકાર લેશે. જીએમઆર જુથ દ્વારા વાઇક્ષેત્રે વિશ્ર્વાસનુ વાતાવરણના મથાળે વેબિનારમાં આ ચર્ચા કરવામાં આવી હતી. અમે જોઇ રહ્યા છીએ કે દક્ષિણભારતના ઘણા રાજયો અનલોક થયા બાદ ફરીથી લોકડાઉનની હિમાયત કરી રહ્યા છે આવું જ દેશભરમાં

દેખાઇ રહ્યુ છે અમે ઇચ્છીએ છીએ કે આવું ન થાય.

તામિલનાડું સરકારે લોકડાઉનનો રાજધાની ચેન્નાઇમાં વધારો કરી ૧૯મી જુન થી ૧૨ દિવસામ સમયગાળા મારે કોરોનાના વધતાં જતા કેસને લઇને નિર્ણય કર્યો છે.

નાગરિક ઉડયન મંત્રી હરદિપસિંહ પુરીએ જણાવ્યુ હતુ કે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ બની છે. કે આ કટોકટીના પગલે કયારે અને કેવી રીતે આયોજન કરીને ઘરેલુ પ્રવાસના રસ્તાઓ આસાન કરી અને કોઇપણ જાતના જોખમ વગર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા બહાલ કરવી.

આપણે આંતરરાષ્ટ્રીય માટે મુસાફરો મેળવવા માટે તૈયાર છીએ આપણી સરકાર પણ તૈયાર છે અને વાટાઘાટો પણ ચાલે છે જો કે આંતરરાષ્ટ્રીય મુસાફરીને પુન બહાલ કરવાના નિર્ણય સાથે આગામી મહિનાઓમાં આંતરાષ્ટ્રીય સેવાઓ જેમ બને તેમ જલ્દી બહાલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.