Abtak Media Google News

આરબીઆઇની નીતિ વિષયક રણનીતીમાં તરલતા અને અર્થતંત્રને વધુ વેગવાન બનાવવા વ્યાજદરમાં ઘટાડો કરાશે

આર.બી.આઇ. દ્વારા વધુ એકવાર ચાવીરુપ રેટકટનો નિર્ણય લઇ ઓકટોબર ૪ સુધીમાં વધુ એક રેટકટનો અમલ કરવાનો શુક્રવારે નિર્દેશ આપ્યો હતો. સરકાર દ્વારા દેશના અર્થતંત્રને વધુ તરલ અને આર્થિક ક્ષેત્રે ઉદારીકરણના પગલાના ભાગ રુપે સરકારના પાંચમાં સ્તરના માપદંડોમાં કોર્પોરેટ ટેકસમાં ધટાડો અને આર્થિક સઘ્ધરતાં લઇ તહેવારો અને નવા દિવસોને ઘ્યાને લઇ મોંધવારી અને ફુગાવાને કાબુમાં લેવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે.

આર.બી.આઇ.ના ગર્વનર શકિતકાંતદાસની અધયક્ષતામાં મોનીટરીપોલીસી કમીટી એમપીએલ દ્વારા ચોથા દ્રિમાસીક સમીક્ષાત્મક અહેવાલમાં ફેરફાર કરવામાં આવેલી જાહેરાત મુજબ ઓકટોમ્બર ૪ ના રોજ વધુ એકવાર રેટકટ જારી કરશે. ટુંકાગાળાના ઋણદર શોર્ટ ટાઇમ બોરીવિગે રેટનો દર ૧.૧૦ ટકા જેટલું લઇ જવાશે આ બેઠકમાં ૩પ બેજીક પોઇન્ટના લક્ષ્યાંકને પુરુ કરવા ૫.૪૦ ટકા જેટલું માપદંડ રાખવામાં આવ્યું છે. આગામી મોનિટરી પોલીસી કમીટી એમ.પી.સીની આગામી મોનિટરી નીતિ વિષયક રણનીતીમાં ઓકટોમ્બર ૧ થી બેન્કીંગ વ્યવહારમાં તરતલતા અને અર્થતંત્રને વધુ વેગવાન બનાવવા માટે વ્યાજદરમાં કટોતીની જાહેરાત કરવામાં આવી છે. આ અગાઉ આરબીઆઇના ગર્વનર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે અર્થતંત્રને વેગવાન બનાવવા માટે આરબીઆઇ આશાવાદી ધોરણે ઉદાર પગલા ભરશે સરકાર દ્વારા કોર્પોરેટ ટેકસમાં ધટાડાની સાથે સાથે જીએસટીનો દર વિવિધ વસ્તુઓ માટે નીચો લઇ જઇ અંદાજપત્રથી પણ ઓછું મહેસુલ દર છતાંપણ સરકાર રાહત માટેના મકકમ પગલાં માટે તૈયાર છે.

નિષ્ણાતોના મતે સરકાર હજુ વધારે વ્યાજકાપ સહીતના ઉદારી પગલાં લેશો સેન્ડલ બેંક દ્વારા પણ ઉદારીકરણના આ પગલાંથી બજારને પગભર થવા માટે મદદ મળશે. અન્સુમન મેકોજીન સીઇઓના મતે સરકાર છેલ્લા કેટલાક અઠવાડીયાથી ભારતના અર્થતંત્રને માળખા ગત રીતે પાયામાંથી પરાવર્તીત કરવા માટે છેલ્લા કેટલાક અઠવાડીયાઓથી સુધારાવાદી અને ક્રાંતિકારી કહી શકાય તેવા પગલા લઇ રહી છે તેમ છતાં હજુ કેટલાંક મુળભુત પડકારો માટે વધુ સુધારાઓની આવશ્યકતા દેખાઇ રહી છે. આઇડીએફસી, એમએફસી ના હેડ સુર્યાશ ચૌધરીએ પોતાના મતમાં જણાવ્યું હતું કે વૈશ્ર્વિક અને સ્થાનીક અર્થતંત્ર અત્યારે મુશ્કેલીના દોરમાંથી પસાર થઇ રહ્યું છે. ત્યારે ઉદારવાદી પગલાઓથી બજારને પગભર કરવાની જરુર છે. તેમણે જણાવ્યું હતું કે રેપોરેટમાં તળીયાથી સુધારાની આવશ્કયતા વચ્ચે પાંચ થી સવા પાંચ ટકા વધારાનું માપદંડ આવકાર્ય ગણાય છે.

દેશના આર્થિક ઘડવૈયાઓ અને નિતી વિષયક નિર્ણય લેનારાઓ માટે કેટલાક બેંક સહીતની સંસ્થાઓના સશકિતકરણ માટે કેટલાંક નિર્ણયો લેવા આવશ્યક બની ગયા છે. ઓગષ્ટ મહીનામાં છુટક ફુગાવાનો દર ૩.૨૧.૧૦ એ પહોંચી ગયો હતો પરંત હજુ તે આરબીઆઇના નિયંત્રણ સ્તરમાં ગણાય છે.

આરબીઆઇના ફુગાવાની વૃઘ્ધિ ૪ ટકા સુધી અનુકુળ ગણાય  તેની સાથે ર ટકા ના વળતર માટે તખ્તો તૈયાર કરવા આવ્યો છે. નિષ્ણાંતો અને ઉઘોગો નીચા ફુગાવાનો દર અને રેટકટમાં સરકારના નિર્ણયથી આગામી તહેવારોની સીઝનમાં લોકોની ખરીદી નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં બજારોને વધુ મજબુત કરશે રેટકટના નિર્ણયથી અર્થતંત્રની પ્રવાહિતા વધશે બાંધકામ ઉઘોગ, રિયલ એસ્ટેટ અને હાઉસીંગ ક્ષેત્ર રેટકટના આ ડોઝથ ફાવી જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.