Abtak Media Google News

જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ICAR નાં સહયોગ થી તા.૦૨/૦૭/ ૨૦૧૮ તેમજ ૦૩/૦૭/૨૦૧૮ ના રોજ પ્રથમ “ઈન્ટરેક્ટીવ મીટ ઓફ લાઈબ્રેરીયન્સ” યોજાયેલ મીટમાં દેશના જુદા-જુદા ૨૬ રાજ્યોની SAU/DU, CU/CAU નાં લાઈબ્રેરીયન્સ આ મીટમાં હાજર રહ્યા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. પાઠકે કાર્યક્રમને ખુલ્લો મુકતા ગાંધીજીનાં વિધાનને ટાંકી જણાવ્યુ હતુ કે દરેકના ઘરમાં એક પુસ્તકાલય હોવું જોઈએતોજ તેનો સર્વાંગી વિકાસ થાય, લાઈબ્રેરી તો અભ્યાસુ માણસનો આત્મા છે. પુસ્તકાલય એ એવું સ્થાન છે જ્યાં વિભીન્ન વિષય સંબધિત વિષયોનો સંગ્રહ જોવા મળે છે.

Librarians 1 1પુસ્તક વિદ્યાર્થીઓ માટે તે સાચો મિત્ર છે. પુસ્તકાલય માં વિદ્યાર્થીઓ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ઉપરાંત સાહિત્ય,ધાર્મિક પુસ્તોકો,જેવા વિવિધ પુસ્તકો પણ રાખવામાં આવેલ છે. અલગ-અલગ યુનિવર્સિટીના લાઈબ્રેરીયન્સ દ્વારા તેમની લાઈબ્રેરીની સફળતા તેમજ જરૂરીયાત બાબતે પ્રેઝન્ટેશન અને ચર્ચા કરવામાં આવનાર છે, કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ.પી.એસ.પાંડે ADG(EP&HS), ICAR નવી દિલ્હી એ પણ દેશની વિવિધ SAU/DU, CU/CAUની લાયબ્રેરીને અદ્યતન બનાવવા માટે ICAR દ્વારા થતા પ્રયત્નોની માહિતી આપી હતી.

ગ્રંથાલયને અપાતા નાણાં, ગ્રંથાલયને અદ્યતન બનાવવા માટે તેમજ ભવિષ્યમાં ગ્રંથાલયને અદ્યતન ટેકનોલોજી દ્વારા ઉપયોગ કર્તાઓને ઓછા સમયમાં વધુ સારી સેવા ઉપલભ્ધ કરવા માટે દરેક હાલની પરિસ્થિતિ અને ભવિષ્યમાં જરૂરિયાત ધ્યાને રાખીને અંગેનું માર્ગદર્શન આપી ઉપયોગી સુચન કરેલ. વિવિધ એગ્રીકલ્ચર લાયબ્રેરીના ગ્રંથપાલશ્રીઓ એ આધુનિક યુગ મુજબની લાયબ્રેરીની સુવિધાઓ જેવી કે કન્સોટીયા ફોર ઈ-રીર્સોસીઝ ઈન એગ્રીકલ્ચર, ઈ-ગ્રંથ તેમજ કૃષિકોશ દ્વારા SAU/DU, CU/CAU આવેલ ગ્રંથપાલને સુવિધાઓથી માહિતગાર કર્યા હતા. જુ.કૃ.યુ. ના સંશોધન નિયામકશ્રી ડૉ. ચોવટીયાએ મહેમાનોનુ શબ્દોથી સ્વાગત કરી યુનિવર્સિટી લાયબ્રેરી, જુ.કૃ.યુ.,જુનાગઢમાં આપવામાં આવતી સુવિધાઓ અંગે જાણકારી આપી હતી. પ્રસંગને સફળ બનાવવા માટે પ્રો. દવે તેમજ ડો. પી.મોહનતે જહેમત ઉઠાવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.