Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત ઇન્ટર કોલેજ કબડી ચેમ્પિયન સ્પર્ધા ગર્લ્સનું મહિલા કોલેજ ખામટા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણી, વન પંડિત એવોર્ડ વિજેતા વિજયભાઈ ડોબરીયા ખાસ આ તકે ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ જિલ્લાની કોલેજોમાં થી ૧૬ ટીમોએ આ કબડી સ્પર્ધામાં ભાગ લીધો હતો. હાલમાં જ્યારે આઉટડોર ગેમ્સ નું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક મહત્વનું પગલું જેમાં વિદ્યાર્થિનીઓએ  કબડ્ડી સ્પર્ધામાં ભાગ લઇ પોતાનું અને યુનિવર્સિટીનું નામ રોશન કરે ખાસ કરીને અહીં કબડી સ્પર્ધામાં કોઈપણ ખેલાડી  ને ઈજા પહોંચે  તેના માટે આરોગ્ય વિભાગની ટીમ પણ અહીં હાજર રહેલ.

ભાગ લીધેલ ખેલાડીઓ અને આવેલ કોચ માટે વિના મૂલ્યે રહેવા જમવાની સુવિધા ખામટા મહિલા કોલેજ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.