Abtak Media Google News

બીજી જુને ભાવનગર-અમદાવાદ, ત્રીજી જુને રાજકોટ-ગાંધીનગર, ચોથી જુને ભાવનગર-બરોડા અને પાંચમી જુને સુરત-જૂનાગઢ વચ્ચે જંગ: ૬ અને ૭ જુને સેમિફાઈનલ જયારે ૮મીએ ફાઈનલ મેચ

રાજકોટ મહાનગર પાલિકાની યજમાનીમાં આ વર્ષે રાજયની ૮ મહાનગરપાલિકાની મેયર ઈલેવન અને મ્યુનિસિપલ કમિશનર ઈલેવન વચ્ચે યોજાનારી ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો આગામી રવિવારથી પ્રારંભ થઈ રહ્યો છે. સતત એક સપ્તાહ સુધી બેટ અને બોલ વચ્ચે રોમાંચક મુકાબલો જામશે. ટુર્નામેન્ટનો ફાઈનલ મેચ ૮મી જુનનાં રોજ રમાશે.

શહેરનાં માધવરાવ સિંધિયા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી આ ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનાં ભાગ‚પે આજે મહાપાલિકાનાં પદાધિકારીઓ દ્વારા ગ્રાઉન્ડની મુલાકાત લેવામાં આવી હતી. બહારગામથી આવતી ટીમનાં ખેલાડીઓ માટે તથા ટુર્નામેન્ટની આનુસંગીક વ્યવસ્થા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી છે.

ટુર્નામેન્ટનો વિધિવત પ્રારંભ બીજી જુનનાં રોજ થશે. આ પૂર્વે પહેલી જુને ટુર્નામેન્ટનું ઉદઘાટન થશે. બીજી જુનનાં રોજ ભાવનગર અને અમદાવાદ મહાપાલિકા, ત્રીજી જુને રાજકોટ અને ગાંધીનગર, ચોથી જુને જામનગર અને બરોડા અને પાંચમી જુને જુનાગઢ તથા સુરત મહાપાલિકા વચ્ચે જંગ જામશે. જેમાં કમિશનર ઈલેવનનો મેચ દરરોજ સાંજે ૭ વાગ્યાથી શ‚ થશે જયારે મેયર ઈલેવનનો મેચ રાત્રીનાં ૮ વાગ્યાથી શરૂ થશે.

મેયર ઈલેવનમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ ભાગ લઈ શકશે જયારે કમિશનર ઈલેવનમાં જે-તે મહાપાલિકા છેલ્લાં એક વર્ષથી સેવા આપતા કર્મચારી ભાગ લઈ શકશે. ટુર્નામેન્ટનો પ્રથમ સેમીફાઈનલ ૬ જુનનાં રોજ અને બીજો સેમી ફાઈનલ ૭ જુનનાં રોજ રમાશે. જયારે ફાઈનલ મેચ ૮મી જુનનાં રોજ રમાશે. રાજકોટ મહાપાલિકાની મેયર ઈલેવનમાં કેપ્ટન નિતીન ભારદ્વાજની આગેવાનીમાં પુષ્કર પટેલ, કશ્યપ શુકલ, મનીષ રાડીયા, જયમીન ઠાકર, અશ્વિન મોલીયા, પરેશ પીપળીયા, અરવિંદ રૈયાણી, અનિલ રાઠોડ, મુકેશ રાદડીયા, દલસુખ જાગાણી, અજય પરમાર, મકબુલ દાઉદાણી, રાજુ અઘેરા અને અશ્વિ ભોરણીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.