Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં હાઇ એલર્ટ: માચ્છીમારોને દરીયામાં જવા ફરમાન: બંદરો અને જેટી પર ચાપતી નજર

ભારતીય સૈન્ય એ બહાદુરી પૂર્વક પાકિસ્તાન કબજા ગ્રસ્ત કાશ્મીરમાં હવાઇ હુમલાઓ કરી આતંકીઓ અને તેના અડાઓનો ખાતમો બોલાવ્યા બાદ તકેદારીના ભાગરુપે સૌરાષ્ટ્રમાં તંત્ર હાઇએલર્ડ થયેલ છે. ઓખા બેટ ટાપુ પર આવેલ વિશ્ર્વ પ્રસિઘ્ધ દ્વારકાધીશ મંદીર સહીત ઓખા બંદર, રુપણ બંદરે સલાયા બંદરોએ સઘન પેટ્રોલીંગ શરુ કરી દેવાયું છે તેમજ દરીયો ખેડુતો માચ્છીમારોને પણ સાવચેત રહેવા સુચનો જારી કર્યા છે.

ભારતીય કોસ્ટગાર્ડ સ્ટેશન, ઓખા દ્વારા આપવામાં આવેલ સૂચના અન્વયે હવેથી કોઇપણ માચ્છીમારો બોટો ને દરીયામાં માચ્છીમારી કરવા જવા માટેના ટોકન  ઇસ્યુ ન કરવા સુચનો કરાયા છે. તથા હાલમાં દરિયામાં માચ્છીમારી કરી રહેલ તમામ માચ્છીમારી બોટોને તાત્કાલીક ધોરણે બોલાવી લેવા તાકીદ કર્યા છે.Untitled 1 105

ઓખા મંડળ પોલીસ હાઇ એલર્ડ છે આજે વહેલી સવારથી જ જીલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં રુટીન બદોબસ્ત ઉપરાં સવિશેષ બંદોબસ્ત ગોઠવી ચેકીંગ હાથ ધરાયું છે. જેમાં માચ્છીમારો બંદરો, માચ્છીમારી બોટોનું દરીયામાં સઘન ચેકીંગ ચાલુ કરેલ છે. બેટ પેન્સીજર જેટી, બેટ દ્વારકાધીશ મંદીર, તથા ઓખા હાઇવે પર વાહન ચેકીંગ અને યાત્રીકોનું મેટલ ડિટેકટર થી તપાસ સાથે રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળો ની ચકાસણી પણ હાથ ધરાઇ છે.Untitled 1 107

અહી ઓખા બેટ જેટી તથા માચ્છીમારી બંદર અને વિશ્વ પ્રસિઘ્ધ બેટ ટાપુના દરીયા કિનારે સુરક્ષામાં અનેક ખામી જોવા મળી છે. અહી જેટી પર તથા ટાપુ ના અતિ સંવેદન શીલ વિસ્તાર તથા ઓખા બસ સ્ટેશન પર સીસી કેમેરા એક પણ લાગવેલ નથી તથા અહી પુરતા સુરક્ષા જવાનો પણ જોવા મળેલ નથી અહી તુરતમાં  સીસી ટીવી કેમેરા તથા સુરક્ષા વધારવા લોક માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.