રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લોકડાઉનના પગલે પોલીસનું સઘન ચેકિંગ

રાજકોટ શહેરમાં ૫૦, ગ્રામ્યમાં ૧૮૧, મોરબીમાં ૭૦, ધ્રાંગધ્રામાં ૩૧, ગીર સોમનાથમાં ૬ લોકો સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી

મહામારી કોરોના વાયરસે વિશ્ર્વભરમાં કહેર વર્તાવ્યો છે ત્યારે ગુજરાતની સ્થિતિને ધ્યાને રાખી પોલીસ દ્વારા લોકડાઉનનું કડકપણે અમલ કરવાના આદેશનાં પગલે પોલીસ દ્વારા રાજકોટ શહેર-ગ્રામ્ય, સુરેન્દ્રનગર જીલ્લો, ગીર સોમનાથ જીલ્લો, મોરબી જીલ્લો સહિતનાં જીલ્લાઓમાં જાહેરનામાનો ભંગ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં માલવિયાનગર વિસ્તારમાં પોલીસે જાહેરનામા ભંગ બદલ પ્રવિણ કાંતી હીગુ, નાથા છેલ્લા મીર, ચંકી ઉર્ફે ચિરાગ, ભીમનદાસ અટલાણી, ચેતન ભરત ચૌહાણની અટકાયત કરવામાં આવી છે.

જયારે ગાંધીગ્રામ વિસ્તારમાં જયસુખ મગન સંચાણીયા, તરૂણ જીતેન્દ્ર જોષી, જયદિપ રજનીકાંત, રફીક કાસમ હાલા સહિતનાં શખ્સો સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે.  જયારે ગાંધીગ્રામ-૨ (યુનિ.) સીટી પોલીસ વિસ્તારમાં સંજય રામ અવવનાર અગ્રવાલ, કિશોરસિંહ નટવરસિંહ ઝાલા, કિશોર ભગા મુંધવા, જયંતિલાલ કેશુ માકડીયા, મનસુખ શાંતી સોલંકી, જયદેવગીરી ગોસ્વામી, જયેન્દ્ર પ્રવિણ બકરાણી સહિતના શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જયારે પ્ર.નગર વિસ્તારમાં ધર્મેશ અશોક ઢાંકેચા, અમિત બાબુ જોષી, ફેજલ ફારૂક જુણેજા, જુબેર અમીરપ્રિયા, શાહનવાઝ તબરેજ પઠાણ, ધૈર્ય રૂચીર, કશ્યપ પંકજ પંડયા નામના શખ્સો સામે જાહેરનામા ભંગ કરવા અંગે કાર્યવાહી કરવામાં આવી છે.

જયારે શહેરનાં અલગ-અલગ પોલીસ મથકોમાં જાહેરમાં ઘરની બહાર નિકળવા, વેપારીઓ છાના ખૂણે વેપાર ધંધા ચાલુ રાખ્યા હોય તથા વિના કારણે સુમસામ રસ્તા પર પુરપાટ ઝડપે બાઈક ચલાવી ટહેલવા નીકળતા હોય આવા લોકો સાથે પોલીસે લાલ આંખ કરી ૫૦થી વધુ શખ્સો સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી હાથધરી અટકાયત કરવામાં આવી છે.

ધ્રાંગધ્રામાં લોકડાઉનના પગલે ડ્રોન કેમેરાથી બાજ નજર રાખી ૧૮ લોકો પર કાર્યવાહી: ૨૦ વાહન ડિટેઈન

ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક આર.બી.દેવધા દ્વારા પોતાના ડીવીઝનમાં આવતા સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન કેમેરાનો મદદથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કેટલાક લોકો બિન જરૂરી ઘરની બહાર હોવાથી તેઓ પર કાયદેસરની કાર્યવાહી કરાઇ છે નાયબ પોલીસ અધિકારીની સુચનાને ધ્યાને લઇ પોત-પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન કેટલાક રખડપટ્ટી કરતા લોકો પોલીસના ડ્રોન કેમેરામાં દેખાયા હતા અને તેઓને ઘરની બહાર હોવાનુ કારણ પૂછતાં ગલ્લા-તલ્લા કરતા તેઓના વાહન ડિટેઈન કરી જાહેરનામના ભંગ બદલ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ હતી. ધ્રાગધ્રા સીટી – ૪ તથા વાહન ડિટેઈન-૯, ધ્રાગધ્રા તાલુકા – ૪ તથા વાહન ડિટેઈન- ૨, માલવણ – ૪ તથા વાહન ડિટેઈન-૩, પાટડી -દશાડા – ૪ તથા વાહન ડિટેઇન- ૨+૪, ઝીંઝુવાડા – ૨ સામે જાહેરનામા ભંગ કરવા સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરનાર પાંચ સામે કાર્યવાહી

ગીર સોમનાથ જીલ્લા વિસ્તારમાં કોરોના વાઈરસનું સંક્રમણ ન ફેલાઈ તે સારું કોઈપણ વ્યકિતએ બિનજરૂરી ઘરની બહાર નિકળવું નહીં કે અવર જવર કરવી નહીં અને જીલ્લાની હદ ક્રોસ કરવી નહીં જે અનુસંધાને પો.સબ.ઈન્સ કે.વી.પરમારએ પેટ્રોલીંગમાં સીમર ગામે આશ્રમ પાસેથી કિનાભાઈ ભુપતભાઈ સોલંકી, ઘુઘાભાઈ ઉર્ફે ઘુઘલો હાસુભાઈ વાઘેલા, જાખરવડા ગામેથી અરવિંદભાઈ દેગણભાઈ બાંભણીયા જાતે.કોળી (ઉ.વ.૨૫), ભરતભાઈ ભોજાભાઈ ડોડીયા, રવિભાઈ અરવિંદભાઈ ચારણીયા જાહેરનાં લટાર મારતા મળી આવતા ઉપરોકત ઈસમો વિરુઘ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.

કોરોનાના કપરા સમયે એપ્રિલ ફુલના મેસેજ ન કરો: એસ.પી.મીણાની અપીલ

રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ હાલ વૈશ્ર્વિક મહામારીના કપરા સમયે સોશિયલ મીડિયા ઉપર એપ્રિલ ફુલ બનાવવાનું ચલણ હોય તે બાબતે તકેદારીના ભાગરૂપે કોરોના મહામારી કે લોકડાઉન અનુસંધાને કોઈ ટીખળ ફેલાવતા મેસેજ બનાવવા, મોકલવા કે શેર કરવા વિશે નાગરિકોને ખાસ અપીલ કરેલ છે. આવા મેસેજ શેર કે ફોરવર્ડ કરવાથી આપ કાનુની કાર્યવાહીનો ભોગ બની શકો છો. આમ જનતાને આથી ચેતવણી આપવામાં આવે છે કે, એપ્રિલ ફુલ બનાવવા બાબતે કોરોના વાયરસ અથવા લોકડાઉન વિશે કોઈપણ પ્રકારની ટીપ્પણી કરવી નહીં.

મોરબી જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરતા ૭૦થી વધુ સામે નોંધાયો ગુનો

રાજ્ય પોલીસ વડાએ લોકડાઉનનો ભંગ કરતા તત્વો સામે કડક  કાર્યવાહી કરવાની સૂચના આપ્યા બાદ મોરબી જિલ્લામાંથી આ સબબ કુલ ૭૦ લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.વાંકાનેરમાં જીનપરા રસિકપરા શેરી નંબર ૧૨ માંથી ભરતભાઈ વ્રજલાલ ગોવાણીને જ્યારે મોરબીના ભડિયાદ રોડ, ભડીયાદ કાંટા પાસેથી વિદ્યાનગર સોસાયટીમાં ચામુંડા પાન વાળા હિતેશભાઈ મહેશભાઈ ઇટોદરા, નજરબાગ રેલ્વે સ્ટેશનની સામેથી રઘુવીરસિંહ વાઘુભા ઝાલા, સંજયભાઈ અવચરભાઈ સોમાણી, મનસુખભાઈ કેશુભાઈ મકવાણા, નીતિનભાઈ લાલજીભાઈ થોરીયા, અરૂણસિંહ શિવરાજસિંહ ચુડાસમા, સરસ્વતી સોસાયટી, ઉમા ટાઉનશીપ રોડ પર સોસાયટીના નાકેથી વિનોદભાઈ મગનભાઈ ભોરણીયા, પ્રકાશભાઈ જયરામભાઈ આખજા, નંદલાલભાઇ પ્રેમજીભાઈ કાસુન્દ્રા, ગંગારામભાઈ મગનભાઈ પડસંબીયા, જેરામભાઈ ગોકળભાઈ આખજા, હિતેશભાઈ નાગજીભાઈ મેરજા, સરસ્વતી સોસાયટી, ઉમા ટાઉનશીપ રોડ પરથી અતુલભાઇ ગણપતભાઇ રંગપરીયા, મહેશભાઈ પ્રેમજીભાઈ પરમાર, બાબુભાઈ ગોવિંદભાઈ દેસાઈ, મનજીભાઈ નાથાભાઈ વિડજા, દિનેશભાઈ જયરામભાઈ આખજાને ઝડપી પાડવામાં આવ્યા છે. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીઆઇડીસીના નાકા પાસે પાનના ગલ્લા પરથી બળદેવભાઈ લક્ષ્મણભાઈ સડલીયા, ભગાભાઈ રઘુભાઈ ચિરોડીયા, તુલસીભાઈ નારાયણભાઈ સોલંકી, સંજીવસિંહ રામઅવતાર સિંહ રાઠોડ, હળવદના કુકડીયા ગામે, માથક જવાના ત્રણ રસ્તેથી ભરતભાઈ સામતભાઈ કાંકરેચા, મુન્નાભાઈ ઠાકરશીભાઈ ઝિંઝુવાડીયા, વિજયભાઈ પરસોત્તમભાઈ સોલંકી, સુરેશભાઈ બાબુભાઈ સોલંકીને લોકડાઉન જાહેરનામાના ભંગ સબબ ઝડપી પાડી તમામ સામે ગુન્હો દાખલ કરાયો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં અણીયારી ચોકડી પાસેથી ઉત્તરપ્રદેશના ખુર્શીદ અહમદ બશીર અહેમદ બંજારાને પોતાના ટ્રેલર ટ્રક નંબર ઞઙ ૨૨ અઝ ૩૫૯૨માં ૫૪ પેસેન્જરોને ઠંસોઠસ ભરીને રાજસ્થાન તરફ લઈ જતા ઝડપાયો છે. આ સિવાય મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઘુંટું ગામની સીમમાં હરિઓમ પાર્કના ગેટ પાસે, બહુચર ઓટો ગેરેજમાં મયુરભાઈ રમેશભાઈ નંદાસણએ માણસો એકઠા કર્યા હોય તમામ સામે લોકડાઉન જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ગારીડા ગામ નજીક ઓવરબ્રિજ નીચેથી અલ્પેશભાઈ વાલાભાઈ મઢવીને જાહેરમાં હરફર કરતા ઝડપી પડાયો છે. આ ઉપરાંત દલડી ગામે શાળા ચોક પાસે મીર પ્રોવિઝન સ્ટોર નામની કરિયાણાની દુકાન પર વધુ માણસોને એકઠા કરવા બદલ ઉર્વેઝભાઈ દુધરેજ ઈસ્માઈલભાઈ ખોરજીયા, માટેલ ગામે ઢુવા ચોકડી વિસ્તારમાં પ્રવીણભાઈ દિનેશભાઈ ઘેણોજાને લોકડાઉનના ભંગ બદલ જવાબદાર ઠેરવી ગુન્હો નોંધવામાં આવ્યું છે.

રાજકોટ ગ્રામ્યમાં ૧૮૧ સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી

વિશ્ર્વભરમાં કોરોના વાયરસનાં પગલે મહામારી સર્જાય છે ત્યારે રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચનાથી લોકડાઉન જાહેર થયા બાદ પણ લોકો પોતાના ઘરની બહાર નીકળતા, વેપારીઓ પોતાના ધંધા રોજગાર ચાલુ રાખતા અને જીવન જરૂરી ચીજવસ્તુ સિવાયની વસ્તુઓ લેવા અને રસ્તા પર રટાર મારવા નીકળેલા લોકો સામે જીલ્લામાં ૧૮૧ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કોટડાસાંગાણીમાં એક, જેતપુર તાલુકામાં ૧૦, જેતપુર સીટીમાં ૨, ગોંડલ સીટીમાં ૯, પડધરીમાં ૧૮, ઉપલેટામાં ૨, ભાયાવદરમાં ૭, પાટણવાવમાં ૯, જસદણમાં ૧૨, આટકોટમાં ૧૨ સહિતનાં ગામોમાં કાર્યવાહી કરવામાં આવી છે.

Loading...