Abtak Media Google News

૬૦ ફિલ્ડવર્કર, ૧૮ સુપિરીયર ફિલ્ડ વર્કર, મેલેરિયા ઈન્સ્પેટકર, ર૭૧ અર્બન આશાની ટીમ દ્વારા વાહક નિયંત્રણ ઝુંબેશ તથા આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા સુ૫રવિઝન

ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદ બંધ રહ્યા બાદ ર૦ થી ૩૦ દિવસ બાદ મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાની સંભાવના હોય છે. આથી મચ્છરજન્ય રોગચાળા અટકાયતી માટે  કમિશનર બંછાનિધી પાનીની સીધી દેખરેખ હેઠળ આરોગ્ય અધિકારી પંકજ રાઠોડના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા સધન ઝુંબેશ કરવામાં આવી રહી છે.

ડેન્ગ્યુ રોગ એડિસ ઈજીપ્તથી મચ્છર દ્વારા ફેલાય છે જયારે મેલેરિયા રોગ એનોફિલીસ મચ્છર દ્વારા ફેલાય છે. ડેન્ગ્યુ તથા મેલેરિયા અટકાયતી માટે તમામ ૧૮ વોર્ડમાં ઈન્ટ્રાડોમેસ્ટીક પોરાનાશક કામગીરી, પેરા ડોમેસ્ટીક પોરા નાશક કામગીરી, વેહિકલ માઉન્ટેન ફોગીંગ, ઈન્ડોરફોગીંગ, ફિવર સર્વેલન્સ, બાંધકામ સાઈટ, શાળા, હોસ્પિટલ, ધાર્મિક સ્થળો સહિત જુદી-જુદી પ્રિમાઈસીસની મુલાકાત કરી વાહક નિયંત્રણની કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહી છે.

સંવેદનશીલ વિસ્તારોમાં ઈન્ટ્રાડોમેસ્ટીક પોરાનાશક કામગીરી એટલે કે રહેણાક વિસ્તારમાં ઘરની અંદર તથા બહાર ટાંકા-પીપ, બેરલ, પક્ષીકુંજ, ભંગાર, ટાયર સહિતના પાણી ભરેલ તમામ પાત્રો ચકાસી મચ્છરના પોરાનાનો નાશ કરવાની કામગીરી ૬૦ ફિલ્ડવર્કર તથા ર૭૧ અર્બન આશા દ્વારા  કરવામાં આવે છે. સાથે સાથ આ ઘરોમાં ફિવર સર્વેલન્સ કરી તેઓ દ્વારા તાવના કેસમાં લોહીના નમુના લેવામાં આવે છે.

4 4

પોરાનાશકની સાથે સાથે પુખ્ત મચ્છરનાશક એટલે કે ફોગીંગની કામગીરી કરવામાં આવે છે. જેમાં પુખ્ત મચ્છરની ઘનતા ઘટાડવા ૩ વેહીકલ માઉનટેન ફોગીંગ મશીન દ્વારા ર૧૩ સોસાયટી તથા શેરી વિસ્તારોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ છે. સાથો સાથ ચેપી પુખ્ત મચછરના નાશ માટે પોર્ટબલ મશીન દ્વારા ઘરની અંદર ફોગીંગ કરવામાં આવે છે જેમાં ૧૮૧ શેરી તથા સોસાયટી વિસ્તારોમાં ૧૦,૮૭૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવેલ છે.

રહેણાંક વિસ્તાર સાથે ૬૩ બાંધકામ સાઈટ, ૨૮ શાળા, ૪૯ ધાર્મિક સ્થળો કે જયા મોટો માનવ સમુહ હોય તેવી કૂલ ૩૬૯ પ્રિમાઈસીસ તપાસી ત્યાં વાહક નિયંત્રણ કામગીરી કરાવવામાં આવેલ છે. તથા મચ્છર ઉત્પતિ માલુમ પડયે ર૯૯ નોટીસ આપી ર૪,પ૦૦ વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

હાલ શ્રાવણ માસ હોય, મંદિરોમાં વિશાળ સમુહમાં માનવ સમુહ એકત્રિત થતો હોય આથી તમામ વોર્ડમાં મંદિરોની મુલાકાત કરી તેમાં પોરાનાશક તથા ફોગીંગ સહિતની કામગીરી કરાવવામાં આવેલ છે. ૪૯ મંદિરો આ કામગીરીમાં આવરી લીધેલ છે.

Img 20190819 Wa0121

ડેન્ગ્યુ સહિત મચ્છરજન્ય રોગચાળામાં અટકાયતી માટે જન સમુદાયનો સહયોગ પણ સહિત આવશ્યક છે જેના વગર રોગ નિયંત્રણ સંભવ નથી આથી લોકોમાં આ રોગ તથા અટકાયતી માટે જાગૃતિ આવે તે માટે વિવિધ માધ્યમોના દ્વારા પ્રચારપ્રસારની કામગીરી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.