ધોરાજીના વેગડી જીઆઈડીસીને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં તંત્ર વામણુ; ઉદ્યોગકારોની રોષભેર રજૂઆત

318

આગામી દિવસોમાં યોગ્ય ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

ધોરાજીમાં આવેલ વેગડી જી આઈ ડી સી માં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધા ઓ પુરી પાડવા મા વામણુ સાબિત થયું છે. પાણી ટ્રીટ લાઈટ તથા અન્ય સુવિધાઓનો અભાવ જોવાં મળે છે આ જીઆઈડી સીમાં અલગ અલગ પ્રકારના ધંધા ઉદ્યોગોને મંદીના માહોલમાં પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે વેગડી જીઆઈડી સીમાં આવતી મહીલા મજુરો તથા કારખાનાઓના ઉદ્યોગ કારોને સાંજે પોતાના ઘરે જવાંમાં ભયનાં ઓથાર હેઠળ અને વેગડી જીઆઈ ડીસીનાં ઉદ્યોગ કારો દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવેલ અને અનેક વખત રજુઆત કરવા છતાં તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી જેથી આગામી દિવસોમાં જો યોગ્ય ન્યાય નહી મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. સ્ટ્રીટ લાઈટ ઘણાં વર્ષોથી બંધ હાલતમાં હોવાથી મહીલા મજુરો તથા કારખાના ઓના ઉદ્યોગ કારોને ચોરી લૂંટફાટ થવાનો ભય હમેશા સતાવતો રહે છે થોડા દિવસો પહેલા જ ચારથી પાંચ કારખાનાઓનાં તાળાંઓ તુટ્યા હતાં તથા પાણી નો પ્રશ્ન પણ ઘણાં વર્ષોથી તંત્રને અનેક વખત રજુઆત કરાઈ પણ આજસુધી કોઈ નિવેડો આવ્યો નથી તમામ પ્રકારના કરવેરા ભરવામાં આવે છે પણ તંત્ર દ્વારા કોઈ પ્રકારની સુવિધાઓ પુરી પાડવામા આવતી નથી જેથી મીડીયા સમક્ષ પોતાની વ્યથા ઠલવી હતી વેગડી જીઆઈડી ઉદ્યોગકારો એ અને સુત્રોચ્ચાર કાર્યક્રમ પાણી સ્ટ્રીટ લાઈટ પ્રાથમિક સુવિધાઓ આપોનાં નારા લગાડીને રોષ વ્યકત કર્યો હતો અને આગામી દિવસોમાં જો યોગ્ય નહીં કરવામાં આવે તો તંત્ર સામે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.

Loading...