Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લામાં ચોમાસાની ઋતુ આવતા રોગચાળાના પ્રતિકાર માટે સજ્જ થતુ આરોગ્યતંત્ર મચ્છરના ઉત્પતી સ્થાનો બીન ઉપયોગી ટાયર-સુકા નારીયેલનો યોગ્ય નિકાલ કરો

હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ એકાદ અઠવાઠીયામાં મેઘરાજાનું આગમન થશે. મેધરાજાના આગમન સાથે રોગચાળાને આવતો અટકાવવો જરૂરી છે. ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્રારા રોગચાળાના પ્રતિકાર માટે આવશ્યક પગલા લેવાયા છે. જેમાં લોકો પણ એટલા જ સહયોગી થાય તે જરૂરી છે.

ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય સંકલન સમિતિની અધિક જિલ્લા કલેકટરશ્રી એચ.આર.મોદીના અધ્યક્ષસ્થાને ઈણાજ સેવા સદન ખાતે યોજાયેલ બેઠકમાં પૂર્ણ રસીકરણ, કુપોષીત બાળકોને પોષણક્ષમ આહાર અંગે ચર્ચા સમીક્ષા સાથે આરોગ્ય વિભાગને જરૂરી પગલા લેવા જણાવાયું હતું.

ડો.આચાર્યએ મેલેરીયાના નિયંત્રણ માટે દરિયાકાંઠો ધરાવતા આ જિલ્લામાં નારીયેલ પાણી પીને ફેકી દેવાયેલા સૂકા નારીયેલમાં ચોમાસામાં ભરાતુ પાણી અને જૂના ટાયરો, માલસામાનમાં ભરાતુ પાણી મચ્છરના ઉત્પતી સ્થાન છે તેનો યોગ્ય નીકાલ આવશ્યક હોવાનું જણાવી લોકો સુવામાં મચ્છરદાનીનો ઉપયોગ કરે તો મેલેરીયા નિયંત્રણ અંગે અસરકારક કામગીરી થઈ શકે તેમ જણાવ્યું હતુ.

જિલ્લામાં વર્ષ દરમ્યાન બાળ અને માતા મૃત્યુદર ઘટાડવા આરોગ્ય વિભાગ દ્રારા લેવાયેલ સઘન પગલાઓની વિગતો આપવામાં આવી હતી. માતા અને બાળ મૃત્યુંદર ઘટાડવા સઘન રસીકરણ સાથે પૌષ્ટીક આહાર, સગર્ભા માતા અને નવજાત શીશુ કાળજી સહિતની બાબતો અંગે લેવાની થતી કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેઠકમાં ટીબી ફ્રી ભારત તેમજ લેપ્રસી ઇલીમેશન અને મેલેરીયા મુક્ત ગુજરાત અંગે ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહીલ, અધિક જિલ્લા આરોગ્ય અધકારી ડો.બામરોટીયા, આરોગ્ય વિભાગનાં લાઇઝન અધિકારી ડો.ડોડીયા સહિત આરોગ્ય વિભાગનાં તબીબો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.