Abtak Media Google News

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ શુક્રવારે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આડે હાથ લેતાં પાત્રાએ કહ્યું કે, “રાહુલને માત્ર ચીન પર જ વિશ્વાસ છે. તેઓને તેમની સાથે પ્રેમ છે. તેઓ ચીન પાસેથી શિખવાનો વીડિયો ટ્વીટ કરે છે. ડોકલામ સમયે તેઓએ ચીન સાથે ગુપચુપ રીતે વાત કરી. તેઓ કેમ મળ્યાં? તેઓને આ અંગે કોઈ જાણકારી નથી. રાહુલે જર્મનીમાં ડોકલામને લઈને કહ્યું કે આ અંગે તેઓ કંઈજ નથી જાણતા.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભાજપના પ્રવક્તા બોલ્યાં કે, “ડોકલામ વિવાદ સમયે રાહુલે રાત્રે પરિવાર સહિત ચીનના રાજદૂત સાથે મુલાકાત કરી. પરંતુ ભારત સરકારને વિશ્વાસમાં ન લીધા. પહેલાં કોંગ્રેસે આ મુલાકાતને ફગાવી પણ બાદમાં આ અંગેનો સ્વીકાર કરવો પડ્યો. કેમ તેઓ વિશ્વભરમાં ચીનના ગુણગાન ગાઈ રહ્યાં છે. તેઓ ચીનનો પ્રચાર એવી રીતે કરે છે, જાણે ચીને તેમને આ કામ માટે જ રાખ્યાં હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.