Abtak Media Google News

શ્રી લાભૂભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજના ૧૦૦થી વધુ છાત્રો ૨૪ કલાકમાં ગરબામાંથી ૧૦૦૦૦ માળા બનાવી વિશ્વ વિક્રમ સ્થાપશે

આજે આ ભાગદોડભર્યા જીવનમાં લોકોને પોતાના માટે કોઈ વધારાનું કાર્ય કરવા માટે સમય નો અભાવ જણાઈ રહ્યો છે ત્યારે અબોલ જીવ પ્રત્યે પોતાની માનવતા અને કરુણતા દર્શાવવાની વાત તો અલગ જ રહી. પોતાની મનોવ્યા પણ વર્ણવી ના શકતા હોય  તેવા અબોલ જીવની સુરક્ષા માટે સમય કાઢી કોઈ કાર્ય કરવું ખરેખર આહલાદક વાત કહી શકાય. જયારે પર્યાવરણ નું  જતન કરવું તેમજ અબોલ જીવ પ્રત્યે કરુણા દર્શાવ વી. તેમની રક્ષા કરવી દરેક નાગરિકની નૈતિક ફરજ છે. તો પક્ષી ના બચાવ માટે  આપનું યોગદાન આપવા માટે રાજકોટના આંગણે આવેલ મહાત્મા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજ અને રાજકોટ મહાનગરપાલિકા આપને રૂડો અવસર પ્રદાન કરી રહી છે.

આગામી દશેરા નાં રોજ વિસર્જન કરવામાં આવેલા ગરબાઓ શ્રી લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજ સુધી પહોચાડો અને ચકલી ને માળા સ્વરૂપ ઘર આપો. તા ૨૦ થી ૨૧ ઓક્ટોબર નાં રોજ કોલેજ નાં ૨૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓ અને ૧૦૦ થી વધારે સ્ટાફ મિત્રો સાથે મળીને સળંગ ૨૪ કલાક માં ૧૦,૦૦૦ જેટલા ગરબાઓ માથી ચકલી નાં માળા બનાવવાનો વિશ્વવિક્રમ સપવા પ્રયત્નશીલ છે.

આ રેકોર્ડ બ્રેક ઈવેન્ટ અને વિજયદશમી ની તકે ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી એ સમગ્ર શહેર નાં લોકો ને અપીલ કરતાં જણાવ્યુ હતું કે આપણું રાજકોટ શહેર પ્રકૃતિ ની ચિંતા કરે, અને લોકો પ્રકૃતિ નાં જતન ર્એ આ ઉમદા કાર્ય માં સહકાર આપે તેવી વિનંતી કરું છું.

આ સમગ્ર પ્રોજેકટ માટે રાજકોટ મ્યુનિસીપલ કમિશ્નર શ્રી બંછાનીધિ પાની, ડેપ્યુટી કમિશ્નર શ્રી ચેતન ગણાત્રા, શ્રી જયેશભાઇ કુકડિયા (પી.એ. ટુ કમિશ્નરશ્રી) તેમજ સમગ્ર કોર્પોરેશન ટીમ સહકાર પૂરો પાડી રહી છે અને શહેર પોલીસ તેમજ સુરક્ષા સેતુ સોસાયટી પણ જોડાયેલ છે. આ ઈવેન્ટ ને ર્આકિ સહકાર બ્રાઇટ પેટ્રોલિયમ રામકૃપા પેટ્રોલિયમ હાઇ વે) દ્વારા પૂરો પાડવામાં આવેલ છે.

શહેર નાં લોકો પાસે ી ૧૭,૦૦૦ જેટલા ગરબા નાં કલેક્શન ની અપેક્ષા છે. ૨૧ તારીખ પછીથી શહેર નાં અલગ અલગ વિસ્તારો જેવા કે: કાલાવડ રોડ,ટાગોર રોડ, ૮૦ ફિટ રોડ, ૧૫૦ ફિટ રિંગ રોડ,કોટેચા ચોક,ત્રિકોણ બાગ,રેસકોર્સ વગેરે સ્ળો પર થી આ ગરબા માથી બનાવાયેલ માળા નું વિતરણ કરવામાં આવશે. તો આપ સહુ સ્વચ્છતા લાવો, પક્ષી બચાવો, સમૃદ્ધિ લાવો નાં હેતુ થી નાર આ કાર્યક્રમ માં આપના ગરબા પહોચાડશો.

પુસ્તકીય જ્ઞાનની સો સો વિર્દ્યાીઓમાં રહેલ સુશુપ્ત  ઈશ્વરદત કળા ખીલવવા તેમજ સમાજ કલ્યાણ ર્એના કાર્યો માટે પ્રયત્નશીલ રહેવા હમેશા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરવામાં આવે છે.  કોલેજ દ્વારા વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે જેમકે સ્વચ્છ રાજકોટ, વૃક્ષારોપણ, વ્યસનમુક્ત રાજકોટ, પ્લાસ્ટિક ફ્રી રાજકોટ સેવ બર્ડ્સ વગેરે. જયારે ચકલી પોતાનો માળો જાતે બનાવી શકતી  ની  અને દિન-પ્રતિદિન વધતા જતા પ્રદુષણયુક્ત વાતાવરણમાં આમતેમ વલખા મારી પોતાનો જીવ ગુમાવી બેસતી હોઈ છે.

ત્યારે આવા અબોલજીવ ની સુરક્ષા અને તેઓને સારો આવાસ આપવાના હેતુસર રાજકોટની લાભુભાઈ ત્રિવેદી ઈજનેરી કોલેજ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી તેમજ રાજકોટ મ્યુનીસીપાલ કોર્પોરેશનના ખાસ સહયોગી નવરાત્રી પછી માટીના ગરબાનો ઉપયોગ વિસર્જનને બદલે પુન: સર્જન સ્વરૂપે કરવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

સંસ્કૃતિમાંી પ્રકૃતિ તરફ લઇ જવા  તેમજ પર્યાવરણ અને પક્ષીઓના જતન કરવાના હેતુી કોલેજ દ્વારા તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ ૨૪ કલાક માં ૧૦ હજાર જેટલા ગરબામાંથી ચકલીના માળાઓ બનાવવાનું  ઉત્કૃષ્ટ કાર્ય વા જઈ રહ્યું છે. ૨૪ કલાકમાં માળાઓ બનાવી તા. ૨૨ થી એક અઠવાડિયા સુધી રાજકોટ ના અલગ અલગ સ્થળો પર માળાઓનું વિતરણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.