Abtak Media Google News

રાજ્ય સરકાર પર પૂર્વ સાંસદ કુંવરજીભાઇ બાવળીયાના પ્રહારો

ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિષયક નવી સેવાઓ ઉભી કરવાને બદલે ભુતકાળમાં ઉભી થયેલ સેવાઓ બંધ કરવાનું કે ખાનગીકરણ કરી ગરીબ, આર્થિક નબળા અને મધ્યમવર્ગના દર્દીઓને ભગવાન ભરોસે મુકવાનું કૃત્યા થઇ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં તેમાંય રાજકોટમાંથી ત્રણ-ત્રણ મુખ્યમંત્રી બને, સૌરાષ્ટ્રનાં કોઇ છેડે અકસ્માત થાય, ન્યુરોસર્જન ઇમરજન્સી સેવાની જ‚રીયાત ઉભી થાય, બીજી અનેક ઇમરજન્સી સેવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીને ધકેલી દેવામાં આવે, મેડીકલ કોલેજ હોવા છતાં વર્ષોથી રાજકોટ સિવિલ હોસ્પિટલ મરણપથારીએ હોય તેવી હાલત જોવા મળે છે. સારે સેવાઓનાં અભાવે અને પૈસાનાં અભાવે અનેક દર્દીઓએ જીવનથી હાથ ધોવાનાં બનાવો બને  છે. ચુંટણીઓ આવે એટલે સૌ રાજકીય પક્ષોને ‘સ્મશાન વૈરાગ્ય જાગે’ અનેક એવા બનાવો અને દાખલાઓ છે કે સૌરાષ્ટ્રમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી દાખલ થતાં રાજકોટે-ત્રણ ત્રણ મુખ્યમંત્રી આપ્યા છતાં કદી આરોગ્ય/સિવિલ હોસ્પિટલની ચિંતા કોઇએ કરી છે ? કોટલા મુલાકાતે જાય છે?  તેમ પુર્વ સાંસદ કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું.

વોકાર્ડ જેવી હોસ્પિટલો જે ટ્રસ્ટે સેવાના નામે ઉભી કરી ખાનગી, લુંટા‚ કં૫નીનાં હવાલે કરી દીધી. તાજેતરમાં જ ડો. જીવરાજ મહેતા જેવા પૂર્વ મુખ્યમંત્રીશ્રીએ ઉભી કરેલ ગરીબ દર્દીઓને સેવા મળતી તેવી અમરેલીની જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલ ખાનગી પેઢીને પધરાવ દીધી છે. સરકારી આરોગ્ય વિભાગ એટલો નબળો પુરવાર થયો છે. કે સરકારી મિલ્કતો, સેવાઓ ચલાવવા સક્ષમ નથી! ખાનગી સંસ્થા ગમે તેવી સધ્ધર હોય તે સેવા કરવાનો નહિં ‘ મેવા મેળવવાની’ ભાવનાથી જ જાહેરમાં આવે છે. અમરેલી જિલ્લાનાં ચુંટાયેલા પદાધિકારી એટલા માંયકાગલા છે કે સરકાર સામે એક હરખશુધ્ધા પણ ઉચ્ચારતા નથી અને કરોડોની મિલ્કત સાથે સેવા પણ ખાનગી સંસ્થાના હાથમાં પધરાવવા દે છે ો તમારી નવી પેઢી માફ નહિં કરે. અમરેલીની જનતા જાગે, તમારું સર્વસ્વ લુંટાઇ જશે. તમને પૈસા વિના આરોગ્યની સેવા આપશે કોણ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.