Abtak Media Google News

ફેસબુકની માલિકીની ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામમાં બે નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફિચર્સ સ્ટોરી માટે આપેલ છે પ્રથમ ફીચર્સ સ્ટોરી હાઇલાઇટ્સ અને અન્ય સ્ટોરી આર્કાઇવ છે. આ ફીચર્સથી યુઝર્સ તેમની ફેવરીટ સ્ટોરી એક્સપાયર થઈ ગયા બાદ પણ જોઈ શકશે.

સ્ટોરી હાઇલાઇટ્સ પ્રોફાઇલનો નવો ભાગ છે, જેમાં યુઝર્સ હવે  તેની ફેવરિટ સ્ટોરી સેવ કરી શકે છે. સ્ટોરી હાઇલાઇટ્સ પ્રોફાઇલ્સના બાયોમાં એક નવા સેક્શનમાં જોવા મળશે. હાઇલાઇટ્સ બનાવવા માટે વપરાશકર્તાઓને ‘ન્યૂ’ સર્કલમાં ટેપ કરવું પડશે ત્યારબાદ યુઝર આર્કાઇવથી કોઈ પણ સ્ટોરી સિલેક્ટ કરી અને તેને નામ આપી શકે છે.

જ્યારે આ પ્રક્રિયા થાય જાય, આ હાઇલાઇટ વપરાશકર્તાના પ્રોફાઇલ્સમાં એક સર્કલ તરીકે દેખાશે અને આ સ્ટેન્ડ એલોન સ્ટોરી હશે. હાઇલાઇટ્સને એડિટ અથવા રીમુવ કરવા માટે યુઝરે હાઇલાઇટ્સ પર ટેપ સાથે હોલ્ડ કરવું પડશે.

એ જ રીતે સ્ટોરી આર્કાઇવની વાત કરી તો આ ફીચર્સ યુઝરોની સ્ટોરી એક્સપાઇર થઈ જશે પછી આર્કાઇવમાં સેવ કરશે. યુઝર્સ કોઈપણ સ્ટોરી જોવા માટે આર્કાઇવમાં જઈને ટેપ કરીને જોય શકે છે. અહીં યુઝર્સ તેની સ્ટોરીમાં એડ પણ કરી શકશે. સાથે સાથે પોસ્ટની જેમ શેર પણ કરી શકાશે અને પ્રોફાઇલમાં હાઇલાઇટ્સમાં એડ પણ કરી શકશે. યુઝર્સ માત્ર તમારી આર્કાઇવ કરેલી સ્ટોરીઝને જ જોઈ શકશે અને તેની ઈચ્છા પ્રમાણે આર્કાઇવને બંધ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.