Abtak Media Google News

સ્વચ્છતા અભિયાન અંતર્ગત ધારાસભ્યો, મેયર, ડે.મેયર અને કોર્પોરેટરોએ લીધી મુલાકાત

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સીવીલ હોસ્પિટલ રાજકોટમાં દર વર્ષ ૬ એપ્રીલના દિવસે સીવીલ હોસ્પિટલને સ્વચ્છતા અભિયાન હેઠળ સરકારમાંથી ચૂટાયેલા ધારાસભ્ય, કોર્પોરેશનનં પદાધિકારીઓ, મેડીકલ કોલેજના ડીન અને સીવીલ સર્જન, રોગીકલ્યાણ સમિતિનાં ગુજરાત સરકારે નિમેલા સભ્યોને આમંત્રણ આપે છે. આ દરમિયાન ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ ભાઈ રૈયાણી, ડે. મેયર દર્શિતાબેન શાહ, કોર્પોરેશન આરોગ્યના Img 20180406 Wa0024ચેરમેન મનીષભાઈ રાડીયા, મેડીકલ કોલેજના ડીન અને સીવીલ સર્જન સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત સ્વચ્છતા અભિયાન મિશન અંતર્ગત સીવીલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.અબતક સાથેની વાતચીત દરમિયાન કોર્પોરેશન આરોગ્યના ચેરમેન મની રાડીયાએ જણાવ્યું કે સ્વચ્છતાની સાથોસાથ બાકીના દર્દીઓની જે ફેસીલીટી છે તેમાં કઈ તુટીઓ હોય તો સૂન કરવામાં આવે છે. આ ઉપરાંત ખૂબ સારી વ્યવસ્થા હોસ્પિટલમાં છે એમ જણાવવામાં આવ્યું હતુ.

ડો.મનીષ મહેતા

અબતક સાથે વાતચીત દરમિયાન સીવીલ હોસ્પિટલનાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મનીષ મહેતાએ જણાવ્યું કે સ્વચ્છતા હેલ્થ અને વેલ્ત ફેમીલી ડિપાર્ટમેન્ટ દ્વારા ગર્વમેન્ટ હોસ્પિટલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત દર્દીની ફેસીલીટીને લઈને કોઈ ઉણપ હોઈ તેની નોંધ કરે અને તે નોંધને સરકાર સુધી પહોચાડે સ્વચ્છતા બાબતનો અભિપ્રાય સી.એમ. અને પી.એમ. સુધી પણ જાય છે. અને અત્યાર સુધી પીડીયુ હોસ્પિટલનો રેકોર્ડ ઉતમ રહ્યો છે.

વેૈદના જ ખાટલે: વ્હીલ વિનાના સ્ટ્રેચરના ઉપયોગથી દર્દીઓની હાલત કફોડી

સીવીલ હોસ્પિટલ દિવસેને દિવસે વિવાદમાં વધુને વધુ સપડાતી હોય તેમ સીવીલ હોસ્પિટલમાં જ‚રી સામગ્રી જેવી કે દવા, સ્ટ્રેચર, અને વ્હીલચેર ઉપલબ્ધ નથી. જે સ્ટ્રેચર ઉપલબ્ધ છે. તેમાં પણ ચાર વ્હીલમાંથી બે જ હોય છે બાકીના ગાયબ થઈ ગયા હોય છે. તેને કારણે દર્દીને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ટ્રાન્સફર કરતી વખતે દર્દીનાં સગાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્ટ્રેચર સાથે પટ્ટાવાળાએ જાવું ફરજીયાત હોય છે. પણ પટાવાળા પણ સાથષ હોતા નથી તેથી દર્દીના સગાઓની હાલત કફોડી બની જાય છે. આવા સ્ટ્રેચર પર દર્દીને લઈ જવામાં આવે તો અકસ્માત થવાની સંભાવના રહે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.