Abtak Media Google News

એમ.સી.આઇ.ની ટીમે સિવિલ હોસ્પિટલની તેમજ મેડિકલ કોલેજની સુરક્ષાને લઇ પ્રભાવિત કર્યા

જુનાગઢ જીએમઇ આર.એસ.મેડીકલ કોલેજમાં ગત તા.ર૯ અને ૩૦ એમ.સી.આઇ.ની ત્રણ અધિકારીની ટીમ ઇન્સ્પેકશન માટે ઉતરી હતી જેમાં કર્ણાટકના બે અને મહારાષ્ટ્રના એક અધિકારી સામેલ હતા તેઓએ જુનાગઢ મેડીકલ કોલેજ તેમજ હોસ્૫િટલની સુરક્ષાની વાતને લઇ પ્રભાવિત થયા હતા.

આ અંગે વધુ વિગત અનુસાર તાજેતરમાં મેડીકલ કોલેજના આગામી વર્ષ ૨૦૧૯-૨૦ ના વધુ ૧પ૦ સીટો મળે તે માટે એમ.સી.આઇ.નું ઇન્સ્પેકશન થયું હતું. આ ઇન્સ્પેકશન દરમિયાન ઇત્સ્પેકશનમાં આવેલા અધિકારીઓ જુનાગઢ સીવીલ હોસ્પિટલ તેમજ મેડીકલ કોલેજની ઘણી કાર્ય પઘ્ધિતથી  પ્રભાવિત થયા હતા.

જેમાં ઓપરેશન થીયેટરમાં મોડયુલર સીસ્ટમ હોસ્પિટલ તેમજ મેડીકલ કોલેજના આધુનીક સાધનો બ્લડ બેંક, તેમજ સીટી સ્ક્રેન ની સુવિધાઓ જોઇ પ્રભાવિત થયા હતા ડીન ડો. એસ.પી. રાઠોડ જણાવ્યું હતું કે અને ૨૦૧૯-૨૦ માં મેડીકલ કોલેજના ૧પ૦ વિઘાર્થીઓની બેંચનું એડમીશન માન્ય થયું છે.

આ સાથે ઇન્સ્પેકટરોએ આવી સુવિધા યુકત હોસ્પિટલ જોઇ હોવાની વાત કરી હતી ઇન્સ્પેકટરો દ્વારા ઓપરેશન થીયેટર રહેલા મોડયુલર કે જેમાં ઓપરેશન દર્દીના સગા સંબંધી લાઇવ જોઇ શકે તે સુવિધા થી પ્રભાવિત થયા હતા. આ ઉ૫રાંત ભવિષ્યમાં મેડીકલ કોલેજ માં એમ.સી.આઇ. ના ધોરણો કરતા વધુ જગ્યા હોવાથી ૧પ૦ વધારી શકાય તેવી શકયતા જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત ઇન્સ્પેકશન માં આવેલા ડોકટરોર્સ મેડીકલ કોલેજ અને હોસ્પિટલના સાધન બ્લડ બેંક સ્ટાફ, સીટી સ્કેન જેવી સુવિધાઓનું પણ નીરીક્ષણ કર્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જુનાગઢ સીવીલ હોસ્પિટલને લઇ અનેક ફરીયાદો ઉઠી છે ત્યારે તંત્ર દ્વારા વધુ દાવો કરવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.