Abtak Media Google News

રાજકોટની જીનીયસ સ્કુલ કે જે શિક્ષણક્ષેત્રે ખૂબજ મોટુ નામ ધરાવે છે. જેમાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત જીનીયન સુપર કીડસ બાળકો માટે અદ્યતન રિસોર્સ સેન્ટર ચલાવવામાં આવે છે. જયાં તેઓને જીવન માટે સક્ષમ તથા સ્વનિર્ભર બનાવવાના હેતુથી પ્રિ-વોકેશનલ ટ્રેનિંગ આપવામા આવે છે.

Img20181201111057 1Vlcsnap 2018 12 01 12H22M09S592Vlcsnap 2018 12 01 12H23M25S404Vlcsnap 2018 12 01 12H23M59S309Vlcsnap 2018 12 01 12H24M13S469Vlcsnap 2018 12 01 12H24M30S437જેમાં દિવ્યાંગ બાળકો દ્વારા ચોકલેટ બનાવીને તેનું વેચાણ કરવામાં આવ્યું હતુ જેથી તેઓ આર્થિક રીતે પણ પગભર થઈ શકે.આ તકે જીનીયસ સ્કુલના સ્પેશિયલ એજયુકેટર બિજલબેને જણાવ્યું હતુ કે આ ડિપાર્ટમેન્ટનો ક્ધસેપ્ટ મારો છે. કેમકે મારે પણ સ્પેશિયલ બાળક છે.

Vlcsnap 2018 12 01 12H24M36S771એટલે મને ખબર હતી કે એ બાળકોની શું જરૂરીયાતો રહેતી હોય બીજુ એ કે આ મનો દિવ્યાંગ બાળકો છે જે પોતાની જાતે કશુ શીખી નથી શકતા બધું જ શીખવવું પડે છે. આજે શીખવ્યું હોય એ કાલે ભૂલી પણ જાય છે. એમના માટે સ્પેશિયલ એજયુકેશન જ જરૂરી નથી એમના માટે ઘણી થેરાપી હોય છે. ઘણી સ્કીલ્સ હોય છે.

Vlcsnap 2018 12 01 12H24M43S639

જેને ડેવલોપ કરવાની હોય જે. તેમને રોજીંદા જીવનમાં સ્વતંત્ર બનાવી દે. અમારૂ સેન્ટર એ જ રીતે કાર્ય કરે છે. જેથી તેમનો સર્વાંગી વિકાસ થાય બીજુ એ કે દિવ્યાંગ બાળકો માટે અલગ સ્કુલ ન હોવી જોઈએ જો તેમને નોર્મલ બાળકો સાથે શીખવવામાં આવે તો જ તેઓ નોર્મલ રીતે શીખી શકો.

Vlcsnap 2018 12 01 12H25M50S333

જીનીયસ સ્કુલની કામગીરીથી દિવ્યાંગ બાળકો માટે ઉજજવળ તક: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Vlcsnap 2018 12 01 12H27M37S709શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે જીનીયસ ઈન્સ્ટીટયુટ અંતર્ગત ચાલતી વિવિધ શાળાઓ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવે છે. અહી આવેલ મનોદિવ્યાંગ બાળકો માટેની વિવિધ પ્રવૃત્તિઓ અને તેમના અભિગમને લીધે આજે જે મનો દિવ્યાંગ બાળકો માટે વોકેશનલ સેન્ટરનું લોકાર્પણ થયું છે. તે નિમિતે હું જીનીયસ સ્કુલના ડી.વી. મહેતાને ખૂબખૂબ અભિનંદન પાઠવું છું આ તકે સમાજ અને સરકાર દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે ખૂબ ઓછા પગલા લેવાયા છે.

એ મુદા પર તેમણે જણાવ્યું હતુ કે ડી.વી. મહેતા અને તેમનો પરિવાર સક્ષમ છે. સરકારની જોગવાઈ અને નિયમ અનુસાર લોકોની જે માંગણી છે. અને અત્યાર સુધી જે માંગણી છે તે પૂરી કરવામાં આવશે. આ તકે મનોદિવ્યાંગ બાળકો માટે દરેક શાળામાં અલગથી કલાસરૂમ તેમજ વ્યવસ્થા હોવી જોઈએ કે નહિ તે મુદા પર તેમણે જણાવ્યું હતુ કે એ વસ્તુ વૈવારિક રીતે કેટલું શકય છે. તેના કરતા દરેક શહેરોમાં આવી સંસ્થા હોવી જોઈએ. એ વાત ચોકકસ છે. બધુ સરકાર કરે અહી જીનીયસ સુપર કીડઝ માટે કોઈ જીઆર બહાર નહતો પાડયો એમણે આ કામ કુટુંબના તેમજ સમાજના સહકારથી કર્યું છે.

કોઈ ફોર્સ કરવામાં ન’તો આવ્યો ઘણી જગ્યાએ સંસ્થાઓ દ્વારા વિકલાંગો માટે કામગીરી કરવામાં આવે છે. આમાંથી કોઈને પણ રાજય સરકારે કહ્યું ન થી બધાએ પોતાની મેળે શરૂ કરેલી આ કામગીરી છે. આ તકે મનોદિવ્યાંગ બાળકોને વારસામાં પણ નામ નથી મળતું અને મા-બાપ પણ પોતાના બાળકોને છુપાવતા હોય છે. આ મુદા પર શિક્ષણમંત્રીએ જણાવ્યું હતુ કે આયવા મા-બાપને અનુરોધ કરવો છે કે એ કોઈના હાથમાં નથી.

એ બધુ ઉપરવાળાના હાથમાં છે. એક વસ્તુ છે કે આ બાબતે વડાપ્રધાન તેમજ બીજેપીની સરકારે આનું કારણ શોધ્યું છે. અને ઉપાય કર્યા છે. આનું કારણ છે એકતો મા-બાપ કુપોષિત હોય. બીજા અનેક કારણો હશે. એ તકે અમે વિચાયુ છે. અને જયાં જયાં પગલા લીધા છે. ત્યાં વિકલાંગોનું પ્રમાણ ઘટયું છે.

 

પ્રિ-વોકેશનલ સેન્ટરમાં દિવ્યાંગ બાળકો ચોકલેટના વેચાણ દ્વારા પગભર બન્યા: ડી.વી. મહેતા

Vlcsnap 2018 12 01 12H27M51S113આ તકે જીનીયસ સ્કુલના ઓનર અને પ્રિન્સીપાલ ડી.વી. મહેતાએ જણાવ્યું હતુ કે હું ખૂબજ ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું કારણ કે આ દિવ્યાંગ બાળકોએ સમાજનું એક અંગ છે. એવું અમે સ્પષ્ટ પણે માનીએ છીએ અને ખરેખર આ બાળકો સ્પેશિયલ નથી આપણે લોકો સ્પેશિયલ છીએ આજે આ બાળકો આનંદ મેળવી શકે પોતાના પગ પર ઉભા રહી શકે તેના માટે અમે વોકેશનલ અને પ્રિ-વોકેશનલ સેન્ટરની શરૂઆત કરી છે. જેમાં આ બાળકો ચોકલેટને ખૂબજ સારી રીતે બનાવે છે. અને આ ચોકલેટનુ વેચાણ પણ કરવામાં આવે છે. આ તકે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ વોકેશનલ સેન્ટરનું લોકાર્પણ થયું છે.

આ તકે હું આનંદ અનુભવું છું. આ એક પ્રકારનું સ્પેશિયલ એજયુંકેશન છે.જેના માટે સ્પેશિયલ એજયુકેટરની જરૂર પડે છે. અમારા પાંચ શિક્ષકોએ આ સ્પેશિયલ કોર્સમાં બી.એડ કરેલું છે. આ તકે અન્ય અમારા ટ્રેઈનર્સને પણ અમે રેગ્યુલર ટ્રેનીંગ આપીએ છીએ અને એમનેપણ અમે આ સ્પેશિયલ બી.એડનો કોર્સ કરવા માટે પ્રોત્સાહન આપીએ છીએ. આ ઉપરાંત આ પ્રકારની ટ્રેનીંગ આપતી સંસ્થાઓ ગુજરાતમાં તેમજ ગુજરાત બહાર પણ છે. તેમની સાથે પણ અમે જોડાણ કરીએ છીએ. આ શિક્ષકો સારી રીતે ટ્રેઈન થયેલા હોય છે.

જેથી તેઓ આ બાળકોને સારી રીતે અને સાચી રીતે સમજી શકે છે. અને એમને સારૂ માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી શકે છે. આજે મનોદિવ્યાંગ બાળકોની સંખ્યા ઘણી છે. જયારે રાજકોટ એકમાત્ર સેન્ટર છે. નાના નાના શહેરો અને ગામડાઓ એવા પણ છે કે જયાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી. તેમના માટે અમે કોઈપણ પ્રકારની અપેક્ષા વિના સહકાર આપવા તત્પર છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.